શું હિઝકિયા રાજાએ કે યહૂદિયાના લોકોએ મિખાને મારી નાખ્યો હતો? ના, એથી ઊલટું, પ્રભુની બીક રાખીને તેમને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કર્યો હતો અને પ્રભુ પાસે કૃપાદષ્ટિ યાચી હતી. તેથી પ્રભુએ તેમના પર જે મહાન વિપત્તિ લાવવાની ધમકી આપી હતી તે વિષેનો પોતાનો વિચાર માંડી વાળ્યો. જો આપણે યર્મિયાને દેહાંતદંડની સજા આપીશું તો આપણે આપણા જ જીવોની મોટી હાનિ વહોરી લઈશું.