Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 5:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પિતરે તેને પૂછયું, “અનાન્યા, શેતાનને તેં તારા દયનો કબજો કેમ લેવા દીધો? પવિત્ર આત્માની સમક્ષ તું જુઠ્ઠું કેમ બોલ્યો? કારણ, જમીન વેચવાથી મળેલા પૈસામાંથી અમુક રકમ તેં રાખી મૂકી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પણ પિતરે કહ્યું, “ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પણ પિતરે કહ્યું કે, ‘ઓ અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું, તથા જમીનનાં મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા મનમાં કેમ ભર્યું છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પિતરે કહ્યું, “અનાન્યા, શા માટે શેતાનને તારા હ્રદય પર સવાર થવા દે છે? તેં જૂઠું બોલીને પવિત્ર આત્માને છેતરવાનો પ્રયત્ન શા માટે કર્યો તેં તારું ખેતર વેચ્ચું, પણ તેં શા માટે પૈસાનો ભાગ તારી જાત માટે રહેવા દીધો?

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 5:3
25 Iomraidhean Croise  

તેમ છતાં તું કહે છે; ‘ઈશ્વર શું જાણે? ગાઢ વાદળાંમાં થઈને તેમને શું દેખાવાનું છે કે તે ન્યાય કરી શકે?’


‘એ તો સમર્પિત છે, એમ ઉતાવળે માનતા માની લેવી તે ફાંદામાં ફસાવા જેવું છે; માનતા માન્યા પછી તેમાંથી છટકવાનો પ્રયાસ વાજબી નથી.


જ્યારે તું ઈશ્વર આગળ માનતા માને ત્યારે તે પૂરી કરવામાં વિલંબ ન કરીશ, કારણ, ઈશ્વર મૂર્ખો પર રાજી નથી. તારી માનતા પૂરી કર.


ઈશ્વરથી પોતાની યોજનાઓ છુપાવવા ઊંડે ભૂગર્ભમાં ચાલ્યા જનારાઓની કેવી દુર્દશા થવાની! તેઓ અંધકારમાં પોતાનાં કામ કરે છે અને એમ વિચારે છે કે, “અમને કોણ જુએ છે? અમે જે કરીએ છીએ તે કોણ જાણવાનું છે?”


કોઈ પોતાને ગુપ્ત સ્થાનમાં એવી રીતે સંતાડી શકે નહિ કે હું તેને જોઈ ન શકું. કારણ, હું પ્રભુ તો આકાશમાં અને પૃથ્વીમાં સર્વવ્યાપી છું.


પ્રભુ કહે છે, “ઇઝરાયલના લોકોએ મને જુઠાણાથી અને એફ્રાઈમના લોકોએ મને ઠગાઇથી ઘેરી લીધો છે. યહૂદિયાના લોકો મારી એટલે તેમના વિશ્વાસુ અને પવિત્ર ઈશ્વર વિરુદ્ધ બળવો કરે છે.”


જો કોઈ માણસ પ્રભુને માટે સ્વેચ્છાપૂર્વક કંઈક કરવાની માનતા લે અથવા કોઈ વસ્તુનો ત્યાગ કરવાનું વચન આપે તો તેણે તે વચન તોડવું નહિ, પણ આપેલું વચન પાળવું.


ઈશ્વરના રાજનો સંદેશો સાંભળીને તેને જેઓ સમજી શક્તા નથી તેઓ માર્ગની બાજુમાં પડેલાં બી જેવા છે. શેતાન આવે છે અને જે વાવવામાં આવેલું છે તે છીનવીને લઈ જાય છે.


ઈસુના બાર શિષ્યો હતા, તેમાં ઈશ્કારિયોત તરીકે ઓળખાતો યહૂદા પણ હતો. તેનામાં શેતાન પ્રવેશ્યો.


ઈસુ અને તેમના શિષ્યો જમતા હતા. સિમોનનો દીકરો યહૂદા ઈશ્કારિયોત ઈસુને પકડાવી દે એવી શેતાને તેના મનમાં અગાઉથી પ્રેરણા કરી હતી,


જેવો તેણે રોટલીનો ટુકડો લીધો કે તરત તેનામાં શેતાને પ્રવેશ કર્યો. ઈસુએ તેને કહ્યું, “જે કરવાનો હોય તે જલદી કર.”


અને અમુક રકમ પોતાને માટે રાખી મૂકી; તેની પત્નીને તેની ખબર હતી. તેણે બાકીની રકમ પ્રેષિતોને સોંપી દીધી.


તેં એ વેચી તે પહેલાં તે તારી હતી અને એ વેચ્યા પછી મળેલા પૈસા પણ તારા જ હતા. તો તેં તારા મનમાં એમ કરવાનો નિર્ણય કેમ કર્યો? તું માણસો સમક્ષ નહિ, પણ ઈશ્વર સમક્ષ જુઠ્ઠું બોલ્યો છે.”


તેથી પિતરે તેને કહ્યું, “તમે બન્‍નેએ પ્રભુના આત્માની પરીક્ષા કરવાનો સંપ કેમ કર્યો? તારા પતિને દફનાવીને આવનાર માણસો બારણા આગળ આવી પહોંચ્યા છે; હવે તેઓ તને પણ લઈ જશે!”


“જ્યારે તમે તમારા ઈશ્વર પ્રભુ પ્રત્યે માનતા માનો ત્યારે તે પૂર્ણ કરવામાં ઢીલ કરશો નહિ; કારણ, તમારા ઈશ્વર પ્રભુ તે માનતા માટે તમને જવાબદાર ગણશે, અને માનતા પૂર્ણ ન કરવી એ પાપ છે.


તેથી તમે ઈશ્વરને આધીન થાઓ. શેતાનની સામા થાઓ એટલે તે તમારાથી દૂર ભાગશે.


જાગૃત થાઓ, સાવધ રહો, તમારો દુશ્મન શેતાન, ગર્જના કરતા સિંહની માફક જે કોઈ મળે તેને ફાડી ખાવાને શોધતો ફરે છે.


Lean sinn:

Sanasan


Sanasan