Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 5:24 - પવિત્ર બાઇબલ C.L.

24 એ સાંભળીને મંદિરના સંરક્ષકોના અધિકારી અને મુખ્ય યજ્ઞકારો પ્રેષિતોનું શું થયું હશે તે અંગે વિમાસણમાં પડી ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 હવે જ્યારે મંદિરના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણમાં પડયા કે, આનું શું પરિણામ આવશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 હવે જ્યારે ભક્તિસ્થાનના સરદારે તથા મુખ્ય યાજકોએ આ વાતો સાંભળી ત્યારે એ સંબંધી તેઓ બહુ ગૂંચવણ પામ્યા કે, આનું શું પરિણામ આવશે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 મંદિરના રક્ષકોના સરદારે અને મુખ્ય યાજકોએ આ સાંભળ્યું ત્યારે તેઓ મૂંઝવણમાં પડ્યા, “આના કારણે શું પરિણામ આવશે?”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 5:24
17 Iomraidhean Croise  

તેના રાજ્યની સતત વૃદ્ધિ થયા કરશે અને તેમાં અપરંપાર શાંતિ રહેશે. તે દાવિદ રાજાના અનુગામી તરીકે રાજ કરશે. હમણાંથી અનંતાનંત તેમનું રાજ્ય સચ્ચાઈ અને ન્યાયને આધારે સ્થપાશે અને ટકી રહેશે. સર્વસમર્થ પ્રભુના ઉમળકા પ્રમાણે એ સઘળું સિદ્ધ થશે.


તેથી તેણે જઈને મુખ્ય યજ્ઞકારો અને મંદિરના સંરક્ષકો સાથે ઈસુને કેવી રીતે પકડી શકાય તે અંગે મંત્રણા કરી.


પછી ઈસુએ પોતાને પકડવા આવેલા મુખ્ય યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોના અધિકારીઓ અને આગેવાનોને કહ્યું, “હું જાણે કે ચોરડાકુ હોઉં તેમ મને પકડવા માટે તમારે તલવારો અને લાકડીઓ લઈને કેમ આવવું પડયું?


ફરોશીઓએ એકબીજાને કહ્યું, “જોયું ને, આપણું તો કંઈ ચાલતું નથી. જુઓ, આખી દુનિયા તેની પાછળ જાય છે!”


આશ્ર્વર્ય અને ગૂંચવણમાં પડી જવાથી તેઓ બધા અરસપરસ પૂછવા લાગ્યા, “આ શું હશે?”


હજુ તો પિતર અને યોહાન લોકોને એ કહી રહ્યા હતા તેવામાં યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોનો અધિકારી તથા સાદૂકીઓ તેમની પાસે આવ્યા.


ન્યાયસભાએ તેમને વધારે કડક ચેતવણી આપીને છોડી મૂક્યા. તેમને શિક્ષા કરવા માટેનું કંઈ કારણ તેમને મળ્યું નહિ. કારણ, જે થયું હતું તેને લીધે લોકો ઈશ્વરની સ્તુતિ કરતા હતા.


“અમે જેલમાં પહોંચ્યા ત્યારે અમે જોયું કે ત્યાં તાળાં બરાબર મારેલાં હતાં. સંરક્ષકો દરવાજા પર ચોકીપહેરો ભરતા હતા. પણ અમે દરવાજા ખોલ્યા તો અંદર કોઈ નહોતું.”


પછી એક માણસે અંદર આવીને કહ્યું, “અરે, તમને ખબર છે, તમે જેમને જેલમાં પૂર્યા હતા તે માણસો તો મંદિરમાં ઊભા રહીને લોકોને શીખવી રહ્યા છે!”


તેથી અધિકારી સંરક્ષકો લઈને ઊપડયો અને પ્રેષિતોને પાછા લાવ્યો. પણ લોકો તેમને પથ્થરે મારશે એ બીકે તેમણે બળજબરી કરી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan