Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 4:36 - પવિત્ર બાઇબલ C.L.

36 સાયપ્રસમાં જન્મેલો લેવી કુળનો યોસેફ, જેનું નામ પ્રેષિતોએ બાર્નાબાસ, અર્થાત્ પ્રોત્સાહનનો પુત્ર પાડયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, એની અટક પ્રેરિતોએ ‘બાર્નાબાસ’ (એટલે સુબોધનો દીકરો) પાડી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 યૂસફ કરીને એક લેવી હતો, તે સાયપ્રસનો વતની હતો, તેની અટક પ્રેરિતોએ બાર્નાબાસ એટલે સુબોધનો દીકરો રાખી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 વિશ્વાસીઓમાં એકનું નામ યૂસફ હતું. પ્રેરિતો તેને બાર્નાબાસ કહેતા. (આ નામનો અર્થ “બીજાને મદદ કરનાર વ્યક્તિ.”) તે લેવી હતો સૈપ્રસમાં તેનો જન્મ થયો હતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 4:36
24 Iomraidhean Croise  

ઝબદીના દીકરા યાકોબ અને તેનો ભાઈ યોહાન (ઈસુએ તેમને બોઆનેર્ગેસ, અર્થાત્ “ગર્જનાના પુત્રો” એવું ઉપનામ આપ્યું);


ત્યારે તેમણે તે પ્રમાણે કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની સાથે મંડળીના આગેવાનો પર રાહતફાળો મોકલી આપ્યો.


બાર્નાબાસ અને શાઉલે તેમનું સેવાકાર્ય પૂરું કર્યું અને તેમની સાથે યોહાન માર્કને લઈને યરુશાલેમથી પાછા ફર્યા.


અંત્યોખમાં આવેલી મંડળીમાં કેટલાક સંદેશવાહકો અને શિક્ષકો હતા: બાર્નાબાસ, નિગેર કહેવાતો શિમિયોન, કુરેનીમાંથી આવેલો લુકિયસ, હેરોદ સાથે ઉછરેલો મનાએન અને શાઉલ.


મોશેના નિયમશાસ્ત્રમાંથી અને સંદેશવાહકોનાં લખાણમાંથી વાચન કર્યા પછી ભજનસ્થાનના અધિકારીઓએ તેમને કહેવડાવ્યું, “ભાઈઓ, તમારી પાસે ઉત્તેજનદાયક સંદેશો હોય તો લોકોને કંઈક કહો એવી અમારી ઇચ્છા છે.”


તેઓ પ્રભુનું ભજન કરતા હતા અને ઉપવાસ પર હતા, ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને મેં જે કાર્ય સોંપ્યું છે તે માટે તેમને મારે માટે અલગ કરો.”


પછી બાર્નાબાસ અને શાઉલ જેમને પવિત્ર આત્માએ મોકલ્યા હતા તેઓ સિલુકિયા સુધી ગયા અને ત્યાંથી જળમાર્ગે મુસાફરી કરીને સાયપ્રસના ટાપુઓમાં ગયા.


બાર્નાબાસ અને પાઉલ ઈશ્વરે તેમના દ્વારા બિનયહૂદીઓ મયે કરેલાં અદ્‍ભુત કાર્યો અને ચમત્કારો અંગે હેવાલ આપતા હતા ત્યારે આખી સભા શાંત રહી.


પાઉલ અને બાર્નાબાસને આ અંગે તેમની સાથે ઉગ્ર દલીલો સહિત વાદવિવાદ થયો; તેથી એવું નક્કી કર્યું કે પાઉલ અને બાર્નાબાસ અને અંત્યોખથી કેટલાક માણસો યરુશાલેમ જાય અને આ બાબત અંગે પ્રેષિતો અને આગેવાનોને મળે.


બાર્નાબાસ તેમની સાથે યોહાન માર્કને લેવા માગતો હતો;


તે બે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, અને તેઓ બન્‍ને એકબીજાથી જુદા પડયા. યોહાન માર્કને લઈને બાર્નાબાસ જળમાર્ગે સાયપ્રસ ચાલ્યો ગયો;


કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને અમારે જેને ત્યાં ઊતરવાનું હતું તે સાયપ્રસના માસોનને ત્યાં લઈ ગયા. માસોન તો શરૂઆતના સમયથી જ વિશ્વાસી હતો.


સાયપ્રસ દેખાયું એટલે તેની દક્ષિણ તરફ સિરિયા બાજુ વહાણ હંકાર્યું. અમે તૂરના સમુદ્રકિનારે પહોંચ્યા. ત્યાં વહાણમાંથી સામાન ઉતારવાનો હતો.


ત્યાંથી અમે આગળ ચાલ્યા, અને પવન સામો હોવાથી અમે સાયપ્રસ ટાપુને કિનારે કિનારે વહાણ હંકાર્યું.


પણ બાર્નાબાસે તેને સાથ આપ્યો અને તે તેને પ્રેષિતો પાસે લઈ ગયો. શાઉલને કેવી રીતે રસ્તે જતાં જતાં પ્રભુનાં દર્શન થયાં હતાં અને પ્રભુએ તેની સાથે વાત કરી હતી તે તેણે પ્રેષિતોને સમજાવ્યું. શાઉલે દમાસ્ક્સમાં ઈસુના નામમાં કેવો હિંમતભેર પ્રચાર કર્યો હતો તે તેમને કહી જણાવ્યું.


પણ ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનાર વ્યક્તિ માણસોની સાથે વાત કરે છે, અને તેમને મદદ, પ્રોત્સાહન તથા દિલાસો આપે છે.


શું ફક્ત બાર્નાબાસ અને મારે જ અમારા ભરણપોષણ માટે ધંધો કરવો પડે?


ફરીથી ચૌદ વર્ષ પછી હું બાર્નાબાસ સાથે યરુશાલેમ પાછો ગયો. તે વખતે હું તિતસને પણ મારી સાથે લઈ ગયો હતો.


પિતરની સાથે સાથે બીજા યહૂદી ખ્રિસ્તીઓ પણ દંભ કરવા લાગ્યા અને તેમના આ દંભથી બાર્નાબાસ પણ તેમની તરફ ખેંચાઈ ગયો.


આમ, મંડળીના સ્તંભરૂપ ગણાતા યાકોબ, પિતર અને યોહાનને ખાતરી થઈ કે ઈશ્વરે મને આ ખાસ કાર્ય સોંપ્યું છે અને તેથી તેમણે બાર્નાબાસનો અને મારો સત્કાર કર્યો. સહકાર્યકરો તરીકે અમે સૌ સંમત થયા કે અમારે બિનયહૂદીઓ મયે કાર્ય કરવું અને તેઓ યહૂદીઓ મયે કાર્ય કરે.


આરિસ્તાર્ખસ, જે મારી સાથે જેલમાં છે તે તમને શુભેચ્છા પાઠવે છે. તેવી જ રીતે બાર્નાબાસનો ભાઈ માર્ક. (જેના સંબંધી તમને સૂચના મળેલી છે તે જો તમારી મુલાકાત લે તો તેનો આવકાર કરજો).


Lean sinn:

Sanasan


Sanasan