Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 4:34 - પવિત્ર બાઇબલ C.L.

34 તેમનામાંથી કોઈને તંગી પડતી નહિ. જેમની પાસે જમીન કે ઘર હોય તેઓ તે વેચતા અને ઊપજેલાં નાણાં પ્રેષિતોને આપતા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 તેઓમાંના કોઈને કશાની અછત નહોતી, કારણ કે જેટલાની પાસે જમીન કે ઘર હતાં તેટલાએ તે વેચી નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 તેઓમાંના કોઈને કશાની અછત નહોતી; કારણ કે જેટલાંની પાસે જમીન કે ઘર હતાં તેટલાંએ તે વેચી નાખ્યાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તેઓ બધાને તેઓને જરુંરી બધું મળ્યું હતું. દરેક માણસે પોતાની માલિકીનાં ખેતરો અને મકાનો વેચી નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 4:34
14 Iomraidhean Croise  

ઈસુએ જવાબ આપ્યો, જો તારે સંપૂર્ણ થવું હોય તો જા, તારું બધું ધન વેચીને ગરીબોને વહેંચી દે, એટલે તને આકાશમાં ધન મળશે. ત્યાર પછી મારી પાસે આવીને મને અનુસર.


ઈસુએ તેની સામે પ્રેમપૂર્વક જોઈને કહ્યું, “તારે એક વાતની જરૂર છે. જા, જઈને તારું સર્વ વેચી દે અને તારા પૈસા ગરીબોને આપી દે; તને સ્વર્ગમાં સમૃદ્ધિ મળશે. પછી આવીને મને અનુસર.”


તમારી સર્વ સંપત્તિ વેચી દો, અને ઊપજેલા પૈસા દાનમાં આપો. તમારે માટે ર્જીણ ન થાય તેવી નાણાંની કોથળીઓ મેળવો અને આકાશમાં તમારું ધન એકઠું કરો. ત્યાં તે ખૂટશે નહિ; કારણ, કોઈ ચોરને તે હાથ લાગતું નથી, કે નથી કીડા તેનો નાશ કરતા.


વળી, ઈસુએ કહ્યું, “હું તમને પણ એ જ કહું છું: દુન્યવી સંપત્તિ વડે તમે પોતાને માટે મિત્રો કરી લો, જેથી જ્યારે તે સંપત્તિ ખૂટી જાય, ત્યારે સાર્વકાલિક ઘરમાં તમારો સત્કાર થશે.


પછી ઈસુએ તેમને કહ્યું, “મેં તમને પૈસાનું પાકીટ, થેલી અથવા પગરખાં વિના મોકલ્યા ત્યારે તમને કશાની તંગી પડી હતી?” તેમણે જવાબ આપ્યો, “ના, કશાની નહિ.”


તેઓ પોતાની માલમિલક્ત વેચી દેતા અને પ્રત્યેકની જરૂરિયાત પ્રમાણે બધા વચ્ચે વહેંચી દેતા.


તેણે પણ પોતાની જમીન વેચી દીધી અને તેમાંથી ઊપજેલા પૈસા લાવીને પ્રેષિતોને સોંપી દીધા.


પણ આ સમયે તમારી પાસે પુષ્કળ હોવાથી જેમને તંગી છે તેમને તમે મદદ કરો તે યોગ્ય છે. અને જ્યારે તેમની પાસે પુષ્કળ હશે ત્યારે તેઓ તમને મદદ કરશે. આમ, બંનેને સરખું મળશે.


કારણ, તમારા ઈશ્વર પ્રભુએ તમારા હાથનાં સર્વ કાર્યો પર આશીર્વાદ આપ્યો છે અને આ વિશાળ રણપ્રદેશમાં તમારા રઝળપાટ દરમ્યાન તેમણે તમારી સંભાળ લીધી છે અને ચાલીસ વર્ષ સુધી તમારા ઈશ્વર પ્રભુ તમારી સાથે રહ્યા છે અને તમને કશાની ખોટ પડી નથી.’


એ રીતે, જેઓ વિશ્વાસીઓ નથી તેઓ તરફથી પણ તમને માન મળશે અને તમારે તમારી જરૂરિયાતો માટે બીજાઓ પર આધાર રાખવો પડશે નહિ.


આ રીતે તેઓ ભવિષ્ય માટે મજબૂત પાયારૂપ સારી સંપત્તિ પોતાને માટે એકઠી કરશે, અને એમ જે ખરેખરું જીવન છે તે તેઓ પ્રાપ્ત કરી શકશે.


અનાથ અને વિધવાઓની તેમનાં દુ:ખોમાં કાળજી લો અને આ દુનિયાની અશુદ્ધતાથી પોતાની જાતને દૂર રાખો. ઈશ્વરપિતા આવા જ ધર્મને શુદ્ધ અને સાચો ગણે છે.


Lean sinn:

Sanasan


Sanasan