Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 4:24 - પવિત્ર બાઇબલ C.L.

24 એ સાંભળીને પોતાના લોકો ને તેઓ બધા સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા: “ઓ સર્વસત્તાધીશ ઈશ્વર, આકાશ, પૃથ્વી અને સમુદ્ર તથા તેમાં જે સર્વ છે તેના સર્જનહાર!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તે સાંભળીને તેઓએ એકચિત્તે ઈશ્વરની આગળ મોટે સ્વરે કહ્યું, “ઓ પ્રભુ, આકાશ તથા પૃથ્વી તથા સમુદ્ર તથા તેઓમાંનાં સર્વને ઉત્પન્‍ન કરનાર [તમે છો].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તે સાંભળીને તેઓએ એક ચિત્તે ઈશ્વરની આગળ મોટે સાદે કહ્યું કે, ઓ પ્રભુ, આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 જ્યારે વિશ્વાસીઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ બધાએ પ્રાર્થના કરી અને એ જ વિનંતી કરી. “પ્રભુ, પૃથ્વી, આકાશ, સમુદ્ર અને જે બધી વસ્તુઓ જગતમાં છે તેને ઉત્પન્ન કરનાર તું જ છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 4:24
20 Iomraidhean Croise  

તેણે પ્રાર્થના કરી, “હે ઈઝરાયલના ઈશ્વર પ્રભુ, પાંખવાળાં પ્રાણી કરુબો પરના પોતાના રાજ્યાસન પર બિરાજમાન, તમે એકલા જ ઈશ્વર છો અને દુનિયામાં બધાં રાજ્યો પર તમારું શાસન છે. તમે આકાશ અને પૃથ્વીના સર્જક છો.


હવે ઓ પ્રભુ, અમારા ઈશ્વર, આશ્શૂરીઓના હાથમાંથી અમને બચાવો, જેથી દુનિયાની સઘળી પ્રજાઓ જાણે કે તમે યાહવે જ એકમાત્ર ઈશ્વર છો.”


પછી ઇઝરાયલના લોકોએ આવી પ્રાર્થના કરી: “હે યાહવે, તમે એક માત્ર પ્રભુ છો; તમે આકાશો અને તારામંડળોનું સર્જન કર્યું છે. પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ પણ તમે જ બનાવ્યું છે; તમે સૌના જીવનદાતા છો. આકાશનાં સૈન્યો નમીને તમારું ભજન કરે છે.


મેં પ્રભુએ છ દિવસમાં પૃથ્વી, આકાશ, સમુદ્ર તથા તેમાંનું સર્વસ્વ બનાવ્યું; પરંતુ સાતમે દિવસે મેં આરામ કર્યો. મેં પ્રભુએ સાબ્બાથદિનને આશિષ આપીને પવિત્ર ઠરાવ્યો.


પ્રભુ કહે છે, “હું તમને હૈયાધારણ આપું છું તો પછી મર્ત્ય માનવથી, ઘાસ જેવા નાશપાત્ર માણસોથી શા માટે બીઓ છો?


પ્રભુનું સ્તવન ગાઓ અને પ્રભુની સ્તુતિ કરો. કારણ, દુષ્ટોના સકંજામાંથી તેમણે જુલમપીડિતોનો પ્રાણ ઉગાર્યો છે.


“હે સેનાધિપતિ પ્રભુ, તમારા મહાન સામર્થ્યથી અને પ્રચંડ બાહુબળથી તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે; તમારે માટે કશું અશક્ય નથી.


“ભાઈઓ, તમે એવું કેમ કરો છો? તમારી જેમ અમે માત્ર માણસ જ છીએ! તમે આ નિરર્થક બાબતો તજીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર તથા તેમાં જે છે તે સૌના સરજનહાર જીવંત ઈશ્વર તરફ ફરો તે માટે તમને શુભસંદેશ જાહેર કરવા અમે અહીં આવ્યા છીએ.


લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રભુને પ્રાર્થના કરતા હતા અને ગીતો ગાતા હતા, અને બીજા કેદીઓ તેમનું સાંભળતા હતા.


મુક્ત થયા પછી પિતર અને યોહાન તરત જ તેમની સંગતમાં પાછા ગયા અને મુખ્ય યજ્ઞકારો અને આગેવાનોએ તેમને જે કહ્યું હતું તે જણાવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan