Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 4:21 - પવિત્ર બાઇબલ C.L.

21 ન્યાયસભાએ તેમને વધારે કડક ચેતવણી આપીને છોડી મૂક્યા. તેમને શિક્ષા કરવા માટેનું કંઈ કારણ તેમને મળ્યું નહિ. કારણ, જે થયું હતું તેને લીધે લોકો ઈશ્વરની સ્તુતિ કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેઓને શિક્ષા કરવાનું કંઈ કારણ ન જડવાથી તેઓએ લોકોને લીધે તેમને ફરીથી ધમકી આપીને છોડી દીધા. કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ [લોકો] ઈશ્વરને મહિમા આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પિતર તથા યોહાનને શિક્ષા કરવાનું કંઈ કારણ ન મળ્યાથી તેઓએ લોકોને લીધે તેઓને ફરી ચેતવણી આપીને છોડી દીધાં; કેમ કે જે થયું હતું તેને લીધે સર્વ લોકો ઈશ્વરને મહિમા આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21-22 યહૂદિ આગેવાનો પ્રેરિતોને શિક્ષા કરવાનો કોઇ રસ્તો શોધી શક્યા નહિ, કારણ કે જે કંઈ બન્યું હતું તેને લીધે બધા લોકો દેવની સ્તુતિ કરતા હતા. (આ ચમત્કાર દેવની સાબિતી માટે પૂરતો હતો જે માણસ સાજો થયો હતો તે 40 વરસથી મોટી ઉંમરનો માણસ હતો.) તેથી યહૂદિ આગેવાનોએ પ્રેરિતોને ફરીથી ચેતવણી આપીને છોડી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 4:21
18 Iomraidhean Croise  

જ્યારે મૂગાં બોલવા લાગ્યાં, લૂલાં સાજાં થયાં, અપંગ ચાલવા લાગ્યાં, અને આંધળાંઓ દેખતાં થયાં ત્યારે લોકોએ આશ્ચર્યચકિત થઈને ઇઝરાયલના ઈશ્વરની સ્તુતિ કરી.


તેથી તેમણે ઈસુની ધરપકડ કરવાનો યત્ન કર્યો. પણ તેઓ લોકોથી ડરતા હતા. કારણ, લોકો ઈસુને ઈશ્વરના સંદેશવાહક માનતા હતા.


પણ તેમણે કહ્યું, પર્વના સમયે આપણે એ કરવું નથી, કદાચ લોકો દંગલ મચાવે.


જેવો અશુદ્ધ આત્મા હાંકી કાઢવામાં આવ્યો કે તરત જ તે માણસ બોલવા લાગ્યો. જનસમુદાયે આશ્ચર્યચકિત થઈને કહ્યું, ઇઝરાયલમાં આવું કદી અમે જોયું નથી.


એ જોઈને લોકો ડઘાઈ ગયા અને માણસોને આવો અધિકાર આપનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા.


તેમના જવાબોથી તેમના શત્રુઓ શરમિંદા થઈ ગયા, જ્યારે બધા લોકો ઈસુનાં અદ્‍ભુત કાર્યો પર ખુશ થઈ ગયા.


નિયમશાસ્ત્રના શિક્ષકો અને મુખ્ય યજ્ઞકારોને ખબર પડી ગઈ કે ઈસુએ એ ઉદાહરણ તેમની વિરુદ્ધમાં કહ્યું હતું. તેથી તેમણે તે જ સ્થળે ઈસુની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો; પણ તેઓ લોકોથી ડરતા હતા.


પણ જો આપણે કહીએ, ‘માણસો તરફથી,’ તો આ આખું ટોળું આપણને પથ્થરે મારશે.” કારણ, યોહાન ઈશ્વરનો સંદેશવાહક હતો એવી લોકોને ખાતરી થઈ ચૂકી હતી.


મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો ઈસુને મારી નાખવા માટેનો કોઈક ઉપાય શોધતા હતા; કારણ, તેઓ લોકોથી ડરતા હતા.


તેઓ બધા આશ્ર્વર્યમાં ગરક થઈ ગયા અને ભયભીત થઈને ઈશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા, “આજે આપણે કેવી અજાયબ બાબતો જોઈ!”


પણ આ વાત લોકોમાં વધુ પ્રસરે નહિ માટે આપણે આ માણસોને ઈસુને નામે ઉપદેશ ન કરવા ચેતવીએ.”


જે માણસના સંબંધમાં સાજાપણાનો ચમત્કાર કરાયો હતો તે ચાલીસ વર્ષ કરતાં વધારે ઉંમરનો હતો.


જો કે લોકો તેમને માન આપતા હતા, તોપણ તેમની સંગતમાં જોડાવાને કોઈની હિંમત ચાલતી ન હતી.


તેથી અધિકારી સંરક્ષકો લઈને ઊપડયો અને પ્રેષિતોને પાછા લાવ્યો. પણ લોકો તેમને પથ્થરે મારશે એ બીકે તેમણે બળજબરી કરી નહિ.


તેમણે પ્રેષિતોને અંદર બોલાવ્યા, તેમને ચાબખા મરાવ્યા, અને ઉપદેશ કરતાં ઈસુનું નામ લેવું નહિ એવી આજ્ઞા કરીને છોડી મૂક્યા.


Lean sinn:

Sanasan


Sanasan