Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 4:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ઈસુ મરણમાંથી સજીવન થયા છે એવું શિક્ષણ એ બે પ્રેષિતો લોકોને આપતા હોવાથી તેઓ ચિડાયા, કારણ, એથી એવું પુરવાર થતું હતું કે મરેલાં સજીવન થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા, અને ઈસુમાં મૂએલાંનું પુનરુત્થાન [થાય છે, એવું] પ્રગટ કરતા હતા, તે તેઓને બહુ માઠું લાગ્યું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 કેમ કે તેઓ લોકોને બોધ કરતા હતા અને ઈસુમાં મૃત્યુ પામેલાંઓનું પુનરુત્થાન થાય છે એવું પ્રગટ કરતા હતા, તેથી તેઓ બહુ ઉશ્કેરાયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેઓ અસ્વસ્થ હતા કારણ કે પિતર અને યોહાન લોકોને ઈસુના સંદર્ભમાં બોધ આપતા હતા અને તે બે પ્રેરિતો લોકોને કહેતા હતા કે મૃત્યુ પામેલા લોકોનું ઈસુ દ્ધારા પુનરુંત્થાન થશે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 4:2
18 Iomraidhean Croise  

પણ હોરોનવાસી સાનબાલ્લાટ અને આમ્મોની અધિકારી ટોબિયાએ જ્યારે જાણ્યું કે ઇઝરાયલ લોકોનું ભલું કરવા કોઈ આવ્યું છે ત્યારે તેઓ અત્યંત નારાજ થઈ ગયા.


લોકોનાં ટોળેટોળાં જોઈને યહૂદીઓને ઈર્ષા આવી. તેઓ પાઉલની વિરુદ્ધ બોલ્યા અને તેનું અપમાન કર્યું.


એપીકાયુરિયન અને સ્ટોઈક મતના કેટલાક ફિલસૂફોએ પણ તેની સાથે વાદવિવાદ કર્યો. કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહે છે?” બીજાઓએ કહ્યું, “તે કોઈ પરદેશી દેવદેવી સંબંધી બોલતો લાગે છે.” ઈસુ અને તેમના સજીવન થવા વિષે પાઉલ ઉપદેશ કરતો હોવાથી તેઓ એવું બોલ્યા.


આ જ સમયે પ્રભુના માર્ગને લીધે એફેસસમાં ભારે હુલ્લડ થયું.


એ જ કે હું તેમની સમક્ષ ઊભો હતો ત્યારે મેં કહ્યું હતું તેમ, ‘મરેલાંઓ સજીવન થશે એવો વિશ્વાસ રાખવાને લીધે જ તમે આજે મારો ન્યાય કરો છો.”


એટલે કે મસીહે યહૂદીઓ અને બિનયહૂદીઓ સમક્ષ ઉદ્ધારનો પ્રકાશ જાહેર કરવા માટે દુ:ખ સહન કરવું જોઈએ અને મરણમાંથી પ્રથમ સજીવન થનાર બનવું જોઈએ.”


ઈશ્વર મરેલાંઓને સજીવન કરે છે એ વાત માનવાનું તમ યહૂદીઓને અશક્ય કેમ લાગે છે?


એમ તમે જીવનદાતાને મારી નાખ્યા, પણ ઈશ્વરે તેમને મરેલાંઓમાંથી સજીવન કર્યા અને અમે તે બાબતના સાક્ષી છીએ. એ ઈસુના નામને પ્રતાપે જ આ લંગડા માણસને ચાલવાની શક્તિ મળી છે.


પછી પ્રમુખ યજ્ઞકાર અને તેના સર્વ સાથીદારો એટલે કે, સાદૂકી પંથના સ્થાનિક મંડળના સભ્યોને પ્રેષિતોની બહુ ઈર્ષા આવી.


જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા, તે ઈશ્વરનો આત્મા જો તમારામાં વસે છે, તો જેમણે ઈસુને મરણમાંથી સજીવન કર્યા તે તમારાં નાશવંત શરીરોને તમારામાં વસનાર આત્માની મારફતે સજીવન કરશે.


પણ દરેક પોતાના ઉચિત ક્રમ પ્રમાણે: સૌથી પ્રથમ ખ્રિસ્ત, પછી ખ્રિસ્તના આગમન વખતે સજીવન થનાર તેમના લોકો.


Lean sinn:

Sanasan


Sanasan