Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 28:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ત્યાંથી થોડેક દૂર ટાપુના સરપંચ પબ્લિયસનાં કેટલાંક ખેતરો હતાં. તેણે અમને ઉમળક્ભેર આવકાર આપ્યો અને અમે ત્રણ દિવસ તેને ત્યાં મહેમાન તરીકે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે તે ટાપુના પબ્લિયસ નામના મુખ્ય માણસની જાગીર તે જગાની નજીક હતી. તેણે અમારો આદરસત્કાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવે અમારી પરોણાગત કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે તે ટાપુના પબ્લિયુસ નામના મુખ્ય માણસની જમીન તે જગ્યાની નજદીક હતી, તેણે અમારો ઉમળકાભેર આવકાર કરીને ત્રણ દિવસ સુધી મિત્રભાવથી અમારી પરોણાગત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ત્યાં તે જ પ્રદેશમાં કેટલાએક ખેતરો હતા. તે ટાપુ પરનો એક મહત્વનો માણસ આ ખેતરોનો માલિક હતો. તેનું નામ પબ્લિયુસ હતું. તેણે તેના ઘરમાં અમારું સ્વાગત કર્યુ. પબ્લિયુસ મારા માટે ઘણો સારો હતો. અમે તેના ઘરમાં ઘણા દિવસ રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 28:7
10 Iomraidhean Croise  

ટાપુનો રાજ્યપાલ સર્જિયસ પોલસ, જે બુદ્ધિશાળી માણસ હતો, તેનો તે મિત્ર હતો. રાજ્યપાલે બાર્નાબાસ તથા શાઉલને પોતાની પાસે બોલાવડાવ્યા. કારણ, તે ઈશ્વરનો સંદેશ સાંભળવા માગતો હતો.


ગાલિયો ગ્રીસનો રોમન રાજ્યપાલ બન્યો ત્યારે યહૂદીઓએ એકત્ર થઈને પાઉલને પકડયો અને તેને કોર્ટમાં લઈ ગયા.


પાઉલને સવારી કરવા માટે પણ કેટલાક ઘોડા તૈયાર કરો અને તેને સહીસલામત રીતે રાજ્યપાલ ફેલીક્ષ પાસે પહોંચાડો.”


ત્યાંના વતનીઓ અમારી સાથે માયાળુપણે વર્ત્યા. વરસાદ વરસવો શરૂ થઈ ગયો હતો અને ઠંડી હતી, તેથી તેમણે તાપણું સળગાવીને અમારા બધાનો મિત્રભાવે સત્કાર કર્યો.


પાઉલને હમણાં સોજો ચડશે અથવા તો એકાએક પડીને મરી જશે એની તેઓ રાહ જોતા હતા. પણ લાંબો સમય રાહ જોયા પછી અને તેને કંઈ અસાધારણ અસર નહિ થવાથી તેમનો વિચાર બદલાયો અને તેમણે કહ્યું, “એ તો દેવ લાગે છે!”


પબ્લિયસનો પિતા તાવ અને મરડાથી પથારીવશ હતો. પાઉલે તેની ઓરડીમાં જઈને પ્રાર્થના કરી અને પોતાના હાથ તેના પર મૂકીને તેને સાજો કર્યો.


સારાં ક્મ માટે જાણીતી હોય, પોતાનાં બાળકોને સારી રીતે ઉછેર્યાં હોય, અતિથિ સત્કાર કર્યો હોય, ઈશ્વરના લોકના પગ ધોયા હોય અને સર્વ પ્રકારનાં સારાં કાર્યો કરવામાં નિષ્ઠા દાખવી હોય, તેવી વિધવાઓનાં જ નામ તારે મંડળીની વિધવાઓની યાદીમાં નોંધવાં.


તમારાં ઘરોમાં અજાણ્યાંઓની પરોણાગત કરવાનું યાદ રાખો. કેટલાકે અજાણતા જ દૂતોની પરોણાગત કરી હતી.


Lean sinn:

Sanasan


Sanasan