Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 28:4 - પવિત્ર બાઇબલ C.L.

4 ટાપુના વતનીઓ પાઉલના હાથ પર સાપ વીંટળાયેલો જોઈને એકબીજાને કહેવા લાગ્યા, “આ માણસ ખૂની હોવો જોઈએ; તે સમુદ્રમાંથી તો બચી ગયો પણ તેનું નસીબ એને જીવવા નહિ દે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 દેશી લોકો તે સાપને તેના હાથ પર લટકતો જોઈને એકબીજાને કહેવા લાગ્યા, “નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે એ સમુદ્રમાંથી બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ત્યાંના વતનીઓએ તે પ્રાણીને તેના હાથ પર લટકતો જોઈને એક બીજાને કહ્યું કે, નિશ્ચે આ માણસ ખૂની છે, જો કે સમુદ્રમાંથી એ બચી ગયો છે ખરો, તોપણ ન્યાય એને જીવવા દેતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ટાપુ પર લોકોએ પાઉલના હાથ પર સાપને લટકતો જોયો. તેઓએ કહ્યું, “આ માણસ એક ખૂની હોવો જોઈએ. તે સમુદ્ધમાં મૃત્યુ પામ્યો નહિ, પણ ન્યાય તેને જીવતો રહેવા દેવા ઈચ્છતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 28:4
20 Iomraidhean Croise  

પ્રભુ પરમેશ્વરે બનાવેલાં બધાં પ્રાણીઓમાં સાપ સૌથી વધારે ધૂર્ત હતો. સાપે સ્ત્રીને પૂછયું, “શું ઈશ્વરે તમને ખરેખર એવું કહ્યું છે કે, બાગમાંના કોઈ વૃક્ષનું ફળ તમારે ખાવું નહિ?”


ખૂનના આરોપી ધરપકડથી બચવા કૂવામાં ય કૂદી પડશે.


પૃથ્વીના લોકને તેમના પાપની સજા કરવાને પ્રભુ તેમના આકાશી નિવાસમાંથી આવશે. પૃથ્વી પર થયેલી છૂપી હત્યાઓ પ્રગટ કરાશે અને હવે પછી પૃથ્વી મારી નંખાયેલાઓને સંતાડશે નહિ.


વન્ય પ્રાણીઓ પણ મારું સન્માન કરે છે. શિયાળ અને શાહમૃગ મારી સ્તુતિ કરે છે; કારણ, હું વેરાનપ્રદેશને પાણી પૂરું પાડું છું અને રણપ્રદેશમાં ઝરણાં વહાવું છું.


પોતાની સત્તામાં મદમસ્ત અને પોતે સલામત છે એવું માનતા શહેરની એવી દુર્દશા થશે. પોતાનું શહેર તો દુનિયામાં સૌથી મહાન છે એવું તેના લોકો માને છે. પણ એ કેવું વેરાન બની જશે! એ તો વન્ય પશુઓનું વિશ્રામસ્થાન બની જશે! તેની પાસેથી પસાર થનાર સૌ કોઈ ભયભીત બની તેનાથી દૂર ભાગશે.


પરિણામે, હાબેલના ખૂનથી માંડીને બારાખ્યાનો પુત્ર ઝખાર્યા, જેને મંદિર અને યજ્ઞવેદી વચ્ચે તમે મારી નાખ્યો તેના સુધીની બધી નિર્દોષ વ્યક્તિઓનું લોહી તમારે માથે આવશે.


ત્યારે ટોળાંએ જવાબ આપ્યો, એના ખૂનની જવાબદારી ભલે અમારા અને અમારાં સંતાનોને શિર આવે!


ઈસુએ તેમને જવાબ આપ્યો, “એ ગાલીલીઓને એ રીતે મારી નાખવામાં આવ્યા, તેથી તમે એમ માનો છો કે તેઓ બીજા ગાલીલીઓ કરતાં વિશેષ પાપી હતા?


શિલોઆમમાં પેલા અઢાર માણસો પર બુરજ તૂટી પડયો હતો, એમનું શું? યરુશાલેમમાં રહેતા અન્ય માણસો કરતાં તેઓ વધારે પાપી હતા એમ તમે માનો છો?


બાહ્ય દેખાવ ઉપરથી નહિ, પણ સાચા ધોરણે ન્યાય કરો.”


ત્યાંના વતનીઓ અમારી સાથે માયાળુપણે વર્ત્યા. વરસાદ વરસવો શરૂ થઈ ગયો હતો અને ઠંડી હતી, તેથી તેમણે તાપણું સળગાવીને અમારા બધાનો મિત્રભાવે સત્કાર કર્યો.


પાઉલ લાકડાંની ભારી એકઠી કરી અગ્નિ પર મૂક્તો હતો. ત્યારે ગરમીને કારણે એક સાપ નીકળી આવ્યો અને તેના હાથે વીંટળાયો.


પણ પાઉલે કોઈપણ પ્રકારની ઇજા પામ્યા વગર સાપને ઝાટકો મારી અગ્નિમાં ફેંકી દીધો.


પણ ડરપોક, ધર્મદ્રોહી, વિકૃત ક્માચારીઓ, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારાઓ, મૂર્તિપૂજકો અને બધા જૂઠાઓનું સ્થાન આગ અને ગંધકથી બળતા કુંડમાં છે. તે જ બીજીવારનું મરણ છે.


Lean sinn:

Sanasan


Sanasan