Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 27:3 - પવિત્ર બાઇબલ C.L.

3 બીજે દિવસે અમે સિદોન આવી પહોંચ્યા. જુલિયસ પાઉલ પ્રત્યે માયાળુ હતો, તેથી તેને જરૂરી વસ્તુ મળે માટે તેણે તેના મિત્રોને મળવા જવા દીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 બીજે દિવસે અમે સિદોનમાં બંદર કર્યું, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ત્યાં જઈને આરામ લેવાની રજા આપી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘરે જઈને આરામ કરવાની પરવાનગી આપી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 બીજે દિવસે અમે સદોન શહેરમાં આવ્યા. જુલિયસ પાઉલ તરફ ઘણો સારો હતો. તેણે પાઉલને તેના મિત્રોની મુલાકાત લેવા જવાની છૂટ આપી. આ મિત્રો પાઉલની જરૂરિયાતોના કાળજી રાખતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 27:3
12 Iomraidhean Croise  

કનાનનો પ્રથમ પુત્ર સિદોન હતો; હેથ તેનો બીજો પુત્ર હતો. કનાનના અન્ય પુત્રો:


“ઝબુલૂન દરિયાકિનારે વસશે, તે વહાણોનું બંદર બનશે, અને તેની સરહદ છેક સિદોન સુધી પહોંચશે.


હે કુંવારી કન્યા જેવી સિદોન નગરી, તારા સુખનો અંત આવ્યો છે અને તારા લોક પર જુલમ ગુજારવામાં આવે છે. તેઓ સાયપ્રસ નાસી જશે. છતાં તેમને ત્યાંયે આરામ મળવાનો નથી.


હાદ્રાખની સરહદ પરનું હમાથ પણ તેમનું છે. એ જ રીતે તૂર અને સિદોનનાં શહેરો તેમની સઘળી કારીગરી સહિત પ્રભુનાં છે.


ઈસુએ કહ્યું, હાય રે, ખોરાજીન, હાય હાય! હાય રે, બેથસાઈદા, હાય હાય! તમારામાં જે અદ્‌ભૂત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરવામાં આવ્યાં હોત, તો ત્યાંના લોકોએ ટાટ પહેરીને અને રાખ લાવીને પોતે પાપથી પાછા ફર્યા છે તેમ બતાવ્યું હોત.


હેરોદ તૂર અને સિદોનના લોકો પર ઘણો ક્રોધે ભરાયો હતો; તેથી તેમનું પ્રતિનિધિમંડળ હેરોદને મળવા ગયું. પ્રથમ તેમણે મહેલના કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો. પછી તેમણે હેરોદ પાસે જઈને સમાધાન માટે વિનંતી કરી. કારણ, હેરોદના રાજ્યમાંથી તેમના દેશને અન્‍ન પુરવઠો મળતો હતો.


ફેલીક્ષે પાઉલના સંરક્ષક અધિકારીને હુકમ આપ્યો કે પાઉલને સંરક્ષકોના પહેરા નીચે રાખો, પણ તેને થોડી સ્વતંત્રતા આપજો અને તેના મિત્રોને તેની જરૂરિયાતો માટે મદદ કરવા દેજો.


અમારે વહાણમાં બેસી ઇટાલી જવું એવું નક્કી થયું એટલે તેમણે પાઉલ અને બીજા કેટલાક કેદીઓને “સમ્રાટની ટુકડી” નામે ઓળખાતી રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસને સુપરત કર્યા.


પણ લશ્કરનો અધિકારી પાઉલને બચાવવા માગતો હોવાથી તેણે તેમને તેમ કરતાં અટકાવ્યા. એને બદલે, તેણે બધા માણસોને હુકમ આપ્યો કે જેમને તરતાં આવડતું હોય તેઓ પ્રથમ વહાણમાંથી કૂદી પડીને કિનારે જતા રહે.


અમે રોમમાં આવી પહોંચ્યા એટલે પાઉલને એક સૈનિકના પહેરા નીચે સ્વતંત્ર રહેવા દેવામાં આવ્યો.


એબ્રોન, રહોબ, હામ્મોન, કાની અને છેક સિદોન સુધી પહોંચી.


Lean sinn:

Sanasan


Sanasan