Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:9 - પવિત્ર બાઇબલ C.L.

9 નાઝારેથના ઈસુના નામની વિરુદ્ધ મારે મારાથી થાય તે બધું કરી છૂટવું જોઈએ એમ હું પોતે માનતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 હું તો [પ્રથમ] મારા મનમાં એવું ધારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 હું તો (પ્રથમ) મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “જ્યારે હું એક ફરોશી હતો, ત્યારે મેં વિચાર્યુ હતું કે નાઝરેથના ઈસુના નામ વિરૂદ્ધ મારે ઘણું કરવું જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:9
16 Iomraidhean Croise  

તમે મારા છો એને લીધે તેઓ તમારી સાથે એ પ્રમાણે વર્તશે; કારણ, મને મોકલનારને તેઓ ઓળખતા નથી.


પણ તેણે જવાબ આપ્યો, “તમે આ શું કરો છો? રોકકળ કરીને મારું હૃદય કેમ ભાંગી નાખો છો? યરુશાલેમમાં માત્ર બંધાવાને જ નહિ, પણ પ્રભુ ઈસુને માટે મરવાને પણ હું તૈયાર છું.”


પછી પાઉલે કહ્યું, “હું પણ યહૂદી છું. હું કિલીકિયાના તાર્સસમાં જન્મેલો અને ગમાલીએલના વિદ્યાર્થી તરીકે અહીં યરુશાલેમમાં જ ઉછરેલો છું. આપણા પૂર્વજોના નિયમશાસ્ત્રનું મને ચુસ્ત શિક્ષણ મળ્યું હતું, અને તમારી જેમ જ હું પણ ઈશ્વરને માટે ધર્મઝનૂની હતો.


મેં આ ઈસુપંથીઓને મારી નાખવા સુધી તેમની સતાવણી કરી હતી. સ્ત્રીપુરુષોની ધરપકડ કરીને મેં તેમને જેલમાં નાખ્યા હતા.


મેં કહ્યું, ‘પ્રભુ, તમે કોણ છો?’ તેણે મને કહ્યું, ‘હું નાઝારેથનો ઈસુ છું કે જેને તું સતાવે છે.’


આ માણસ અમને ભયાનક ક્રાંતિકારી માલૂમ પડયો છે; તે સમગ્ર દુનિયામાં યહૂદીઓ મયે હુલ્લડ ફેલાવે છે અને નાઝરેથી પંથનો આગેવાન છે.


“હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ એ ક્મ અજ્ઞાનતાને કારણે કર્યું હતું.


પિતરે તેને કહ્યું, “મારી પાસે સોનુંરૂપું તો નથી. પણ મારી પાસે જે છે તે હું તને આપીશ: નાઝારેથના ઈસુ ખ્રિસ્તને નામે હું તને કહું છું કે ચાલ.”


એ સમય દરમિયાન શાઉલ પ્રભુના શિષ્યોનાં ખૂન કરવાની ક્રૂર ધમકીઓ આપતો હતો. તે પ્રમુખ યજ્ઞકાર પાસે ગયો,


અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ.”


હું સાક્ષી આપું છુ કે ઈશ્વર પ્રત્યે તેમનો ઊંડો ભક્તિભાવ તો છે; પણ તેનો આધાર સાચા જ્ઞાન પર નથી.


અને હું એટલો બધો ધગશવાળો હતો કે મેં મંડળીની સતાવણી કરી હતી. નિયમશાસ્ત્રની આજ્ઞાઓને આધીન થઈને ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈ શક્તું હોય તો હું નિયમશાસ્ત્ર પ્રમાણે નિર્દોષ છું.


જો કે ભૂતકાળમાં હું તેમની નિંદા અને સતાવણી તેમજ તેમનું અપમાન કરતો હોવા છતાં તેમણે મને વિશ્વાસપાત્ર ગણીને તેમની સેવાને માટે મારી નિમણૂક કરી છે. મારા અવિશ્વાસને લીધે મેં અજ્ઞાનતામાં એ કર્યું હોવા છતાં ઈશ્વર મારા પ્રત્યે દયાળુ હતા અને આપણા પ્રભુએ મારા જીવનમાં તેમની કૃપા ભરપૂરીથી રેડી દીધી.


પછી તેમણે યોઆશને કહ્યું, “તારા પુત્રને અહીં બહાર કાઢી લાવ કે અમે તેને મારી નાખીએ. તેણે બઆલની વેદી તોડી પાડી છે અને તેની બાજુમાંનો અશેરાનો સ્તંભ કાપી નાખ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan