Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:28 - પવિત્ર બાઇબલ C.L.

28 આગ્રીપાએ પાઉલને કહ્યું, “આટલા ટૂંકા ગાળામાં તું મને ખ્રિસ્તી બનાવી દેવા માગે છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું, “થોડા [પ્રયાસ] થી તું મને ખ્રિસ્તી કરવા માંગે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, ‘તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માગે છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 રાજા અગ્રીપાએ પાઉલને કહ્યું, “તું એમ વિચારે છે કે મને આટલી સહેલાઇથી ખ્રિસ્તી થવા માટે સમજાવી શકીશ?”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:28
11 Iomraidhean Croise  

તેથી મારા લોકો તારી પાસે આવીને તારું સાંભળવા તારી પાસે ટોળે મળીને બેસે છે, તેઓ તારી વાત સાંભળે છે, પણ તેનો અમલ કરતા નથી. તેઓ તેમના મુખની વાતોથી તો બહુ પ્રેમ દર્શાવે છે, પરંતુ તેમનું હૃદય સ્વાર્થ પાછળ ભટકે છે.


મારે લીધે તમને શાસકો અને રાજાઓની સમક્ષ સજાને માટે લઈ જવામાં આવશે અને તેમને તથા બિનયહૂદીઓને શુભસંદેશ જણાવવાને કારણે એવું બનશે.


હેરોદ યોહાનનું માન રાખતો હતો; કારણ, તે જાણતો હતો કે યોહાન ધર્મનિષ્ઠ અને પવિત્ર માણસ છે; અને તેથી તેણે તેને સલામત રાખ્યો હતો. તેનું સાંભળવાનું હેરોદને ગમતું; જોકે દરેક વખતે તે તેનું સાંભળીને અસ્વસ્થ બની જતો.


તે તેને મળ્યો, અને તેને અંત્યોખ લઈ આવ્યો. એક આખા વર્ષ સુધી તેઓ બન્‍ને મંડળીના લોકોને મળતા રહ્યા અને મોટા જનસમુદાયને શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.


પણ પાઉલે ભલાઈ, સંયમ, આવનાર ન્યાયદિન અંગે ચર્ચા શરૂ કરી એટલે ફેલીક્ષ ગભરાયો અને કહ્યું, “તું હવે જા. મને તક મળ્યેથી હું તને ફરી બોલાવીશ.”


હે આગ્રીપા રાજા, તમે સંદેશવાહકો પર તો વિશ્વાસ કરો છો ને? મને એની ખબર છે!”


પાઉલે તેને જવાબ આપ્યો, “મારી તો ઈશ્વરને પ્રાર્થના છે કે વહેલા કે મોડા તમે અને આ બધા શ્રોતાજનો આ સાંકળો સિવાય મારા જેવા બનો!”


અમે શરમજનક ગુપ્ત કાર્યોનો ત્યાગ કર્યો છે. અમે છેતરપિંડી કરતા નથી, કે ઈશ્વરના સંદેશમાં ભેળસેળ કરતા નથી. સત્યના પૂર્ણ પ્રકાશમાં અમે ઈશ્વરની સમક્ષ જીવીએ છીએ, અને પ્રત્યેકની પ્રેરકબુદ્ધિને અમારી યોગ્યતાની ખાતરી થાય એ રીતે રહેવાનો પ્રયત્ન કરીએ છીએ.


પણ ખ્રિસ્તી હોવાને લીધે તમે સહન કરતા હો તો શરમાશો નહિ, પણ તમે ખ્રિસ્તનું નામ ધારણ કર્યું છે માટે ઈશ્વરનો આભાર માનો.


Lean sinn:

Sanasan


Sanasan