Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 26:10 - પવિત્ર બાઇબલ C.L.

10 યરુશાલેમમાં મેં એવું જ કર્યું. મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર મેળવીને ઈશ્વરના ઘણા લોકોને મેં જેલમાં પૂર્યા; અને તેમને મોતની સજા ફટકારાતી ત્યારે હું પણ તેમાં સંમત થતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને મેં યરુશાલેમમાં તેમ કર્યું પણ ખરું:મુખ્ય યાજકો પાસેથી સત્તા મેળવીને સંતોમાંના ઘણાને મેં બંદીખાનામાં નંખાવ્યા, અને તેઓને મારી નાખવામાં આવતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધમાં મત આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મેં યરુશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અને યરૂશાલેમમાં મેં વિશ્વાસીઓની વિરૂદ્ધ ઘણું કર્યુ. પ્રમુખ યાજકોએ મને આમાંના ઘણા લોકોને કારાવાસમાં પૂરવાનો અધિકાર આપ્યો હતો. જ્યારે ઈસુના શિષ્યોને મારી નાખવામાં આવતા હતા. હું સંમત થતો કે તે એક સારી બાબત હતી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 26:10
17 Iomraidhean Croise  

એક સમયે હું જેમને સમર્થ માનતો એવા અન્ય દેવોની ઉપાસનામાં હરખાતો હતો;


પછી તેને શહેરની બહાર ધકેલી જઈને પથ્થરે માર્યો. સાક્ષીઓએ તેમના ઝભ્ભા શાઉલ નામના એક જુવાનને સોંપ્યા હતા.


એ જ દિવસથી યરુશાલેમમાંની મંડળીની આકરી સતાવણી શરૂ થઈ ગઈ. પ્રેષિતો સિવાય બધા વિશ્વાસીઓ યહૂદિયા અને સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા.


પણ શાઉલે મંડળીનો નાશ કરવા પ્રયાસ કર્યો. ઘેરઘેર ફરીને તેણે વિશ્વાસી સ્ત્રીપુરુષોને ઢસડી લાવીને જેલમાં નાખ્યાં.


તેના શ્રોતાજનોએ આશ્ર્વર્યચકિત થઈને કહ્યું, “યરુશાલેમમાં ઈસુને નામે વિનંતી કરનારાઓને મારી નાખનાર તે જ આ માણસ નથી? અને તેમને પાછા લઈ જવાના હેતુસર જ તે અહીં આવ્યો ન હતો?”


શાઉલ યરુશાલેમ આવ્યો અને શિષ્યોની સાથે જોડાવાનો પ્રયાસ કરવા લાગ્યો. પણ તે શિષ્ય છે એવું માનવા કોઈ તૈયાર નહોતું. બધા તેનાથી ડરતા હતા.


પિતર બધી જગ્યાએ મુસાફરી કરતો હતો. એકવાર તે લુદામાં રહેતા સંતોની મુલાકાતે ગયો.


પિતરે આગળ વધીને તેને બેઠા થવામાં સહાય કરી. પછી તેણે વિશ્વાસીઓ અને વિધવાઓને બોલાવીને તેને જીવતી સોંપી.


સાચે જ હું તો પ્રેષિતોમાં સૌથી નાનામાં નાનો છું. હું પ્રેષિત કહેવડાવવાને લાયક પણ નથી. કારણ, મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી હતી.


જ્યારે હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું વર્તન કેવું હતું તે વિષે તો તમે સાંભળ્યું હશે. મેં તે વખતે ઈશ્વરની મંડળીની ક્રૂર સતાવણી કરી હતી, અને તેનો નાશ કરવા મેં મારાથી બનતો બધો જ પ્રયત્ન કર્યો હતો.


ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થયેલ પાઉલ તરફથી એફેસસમાં રહેતા અને ખ્રિસ્તને વિશ્વાસુ છે એવા ઈશ્વરના લોકને શુભેચ્છા!


મેં જોયું કે તે સ્ત્રી ઈશ્વરના લોકોનું અને ઈસુને વફાદાર રહેવાને લીધે શહીદ થયેલા લોકોનું લોહી પીને ચકચૂર બનેલી હતી. તેને જોઈને હું આશ્ર્વર્યચકિત થઈ ગયો.


Lean sinn:

Sanasan


Sanasan