Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 25:9 - પવિત્ર બાઇબલ C.L.

9 ફેસ્તસ યહૂદીઓમાં લોકપ્રિય થવા માગતો હોવાથી તેણે પાઉલને પૂછયું, “તું યરુશાલેમ જવા અને ત્યાં મારી સમક્ષ તારા પરના આરોપો અંગે ક્મ ચાલે તે માટે તૈયાર છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો, “શું તું યરુશાલેમ જઈને ત્યાં એ વાતો વિષે મારી આગળ તારો ન્યાય કરાવવાને રાજી છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે, ‘શું તું યરુશાલેમમાં જઈને ત્યાં એ બાબતો વિષે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ ફેસ્તસની ઈચ્છા યહૂદિઓને ખુશ કરવાની હતી. તેથી તેણે પાઉલને પૂછયું, “તારી ઈચ્છા યરૂશાલેમ જવાની છે? તું ઇચ્છે છેકે હું ત્યાં આ તહોમતો વિષે તારો ન્યાય કરું?”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 25:9
5 Iomraidhean Croise  

પિલાત લોકોના ટોળાને ખુશ કરવા માગતો હતો, તેથી તેણે બારાબાસને છોડી મૂક્યો. પછી ઈસુને કોરડાનો સખત માર મરાવ્યો, અને તેમને ક્રૂસે જડવા સોંપણી કરી.


યહૂદીઓને એ ગમ્યું છે તે જોઈને તેણે સતાવણી ચાલુ રાખી અને પિતરની પણ ધરપકડ કરાવી. ખમીર વગરની રોટલી ખાવાના પર્વના સમય દરમિયાન એ બન્યું.


બે વર્ષ પછી ફેલીક્ષની જગ્યાએ પેર્સિયસ ફેસ્તસ રાજ્યપાલ તરીકે આવ્યો. ફેલીક્ષ યહૂદીઓમાં લોકપ્રિય બનવા માગતો હોવાથી તેણે પાઉલને જેલમાં જ રાખી મૂક્યો.


આ બાબતો વિષે કેવી રીતે માહિતી મેળવવી એનો નિર્ણય હું કરી શક્યો નહિ. તેથી મેં પાઉલને પૂછયું કે તું યરુશાલેમ જવા અને આ આરોપ અંગે તારા પર ક્મ ચાલે તે માટે તૈયાર છે?


તેમણે ફેસ્તસને તેમની તરફેણ કરીને પાઉલને યરૂશાલેમ મોકલી આપવા વિનંતી કરી. કારણ, તેમણે તેને રસ્તામાં જ મારી નાખવાનું કાવતરું ઘડયું હતું.


Lean sinn:

Sanasan


Sanasan