Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 25:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પાઉલ આવ્યો એટલે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેને ઘેરી વળીને તેના પર ગંભીર આરોપ મૂકવા લાગ્યા, પણ તેમાંનો એકેય આરોપ તેઓ સાબિત કરી શકે તેમ ન હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તે હાજર થયો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર સંખ્યાબંધ ભારે તહોમત મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શકયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તે હાજર થયો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર ઘણા ભારે આરોપ મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પાઉલ ઓરડામાં આવ્યો હતો. જે યહૂદિઓ યરૂશાલેમથી આવ્યાં હતા તેઓ તેની આજુબાજુ ઊભા, ઘણા ગંભીર આક્ષેપો તેની વિરૂદ્ધ મૂક્યા. પણ તેઓ આમાંનું કશું પણ સાબિત કરી શક્યા નહિ.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 25:7
16 Iomraidhean Croise  

તેથી આપ આપના પૂર્વજોના ઇતિહાસમાંથી આ શહેર વિષેની વિગતોની તપાસ કરાવો. એના પરથી આપને ખ્યાલ આવશે કે આ શહેર બંડખોર છે અને પ્રાચીન સમયથી જ રાજાઓ અને પ્રાંતના અધિકારીઓને હેરાન કરતું આવ્યું છે. તેના લોકોને કાબૂમાં રાખવાનું કાર્ય હમેશાં દુષ્કર બન્યું છે. આ જ કારણથી એ શહેરનો નાશ કરવામાં આવ્યો હતો.


હામાને રાજાને કહ્યું, “આપના રાજ્યના બધા પ્રાંતોમાં બીજી પ્રજાઓમાં વિખેરાઈ ગયેલી એક પ્રજા વસે છે. બીજા લોકો કરતાં એમના રીતરિવાજ જુદા છે. તેઓ તમારા સામ્રાજ્યના કાયદા પ્રમાણે વર્તતા નથી. તેમને એમ નિરાંતે રહેવા દેવા એ આપના હિતમાં નથી.


મારા શત્રુઓના હાથમાં મને સોંપી ન દો, કારણ, જૂઠા સાક્ષીઓ મારી વિરુદ્ધ ઊભા થયા છે અને તેઓ હિંસા આચરવા તત્પર છે.


દુષ્ટો મારી વિરુદ્ધ જુબાની આપે છે; મને જાણ નથી એવા ગુનાઓ વિષે તેઓ મારી ઊલટતપાસ કરે છે.


યરુશાલેમથી કેટલાક ફરોશીઓ અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઈસુની પાસે આવીને તેમને પૂછયું,


મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકોએ આગળ આવીને ઈસુ પર આવેશપૂર્વક આક્ષેપો મૂક્યા.


અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા, “આ માણસને અમે અમારા લોકોને ગેરમાર્ગે દોરતાં પકડયો છે. તે તેમને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે, અને પોતે ખ્રિસ્ત, એટલે રાજા હોવાનો દાવો કરે છે.”


તેમણે પોકાર કર્યો, “હે ઇઝરાયલીઓ, આવો. મોશેના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અને આ મંદિરની વિરુદ્ધ સર્વ જગ્યાએ શીખવતો ફરતો માણસ તે આ જ છે; અને હવે થોડા બિનયહૂદીઓને મંદિરમાં લાવીને તેણે આ પવિત્ર સ્થાનને અભડાવ્યું છે!”


વળી, તેઓ મારી ઉપર અત્યારે જે આરોપ મૂકે છે તેનો પુરાવો તેઓ આપી શકે તેમ નથી.


ફેસ્તસે કહ્યું, “આગ્રીપા રાજા, અને અત્રે પધારેલા સૌ મહેમાનો! અહીંના અને યરુશાલેમના બધા યહૂદી લોકો તરફથી જેના અંગે મારી પાસે ફરિયાદ આવી છે તે માણસને તમે જોઈ શકો છો. તે જીવવાને લાયક નથી એવા પોકાર તેમણે કર્યા હતા.


સર્વ માણસો પ્રત્યે તેઓ કેવા ક્રૂર છે! તમ બિનયહૂદીઓનો ઉદ્ધાર થાય તે માટે સંદેશો પ્રગટ કરતાં તેમણે અમને પણ અટકાવવા પ્રયત્ન કર્યો. તેઓ જે પાપ કરતા આવ્યા છે તેની આ પરાક્ષ્ટા છે: હવે તેમના પર ઈશ્વરનો અત્યંત કોપ ઊતર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan