Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 25:25 - પવિત્ર બાઇબલ C.L.

25 પણ મોતની સજા થાય તેવો કોઈ ગુનો તેણે કર્યો હોય તેવું મને જણાતું નથી. વળી તેણે પોતે સમ્રાટને અપીલ કરી હોવાથી મેં તેને તેમની સમક્ષ રોમ મોકલી આપવાનો નિર્ણય કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણદંડને યોગ્ય કંઈ કર્યું નથી. વળી તેણે પોતે સમ્રાટની પાસે ઇન્સાફ માગ્યો, તેથી મેં તેને [રોમ] મોકલી દેવાનો નિશ્ચય કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણની શિક્ષાને યોગ્ય કંઈ નથી કર્યું, તેણે પોતે કાઈસાર પાસે દાદ માગી, તેથી મેં તેને (રોમ) મોકલી આપવાનો નિશ્ચય કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 મેં જ્યારે તેનો ન્યાય કર્યો. મને કંઈ ખોટું જણાયું નહી, મને તેને મોતનો હુકમ કરવા કોઈ કારણ જણાયું નહિ. પણ તેણે તેની જાણ તેની જાતે કરવા કહ્યું કે તેનો ન્યાય કૈસર વડે થવો જોઈએ. તેથી મેં તેને રોમ મોકલવાનો નિર્ણય કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 25:25
11 Iomraidhean Croise  

પછી અધિકારીઓએ અને સર્વ લોકોએ યજ્ઞકારોને તથા સંદેશવાહકોને કહ્યું, “આ માણસ દેહાંતદંડને પાત્ર નથી. કારણ, તેણે આપણા ઈશ્વર પ્રભુને નામે આપણને ઉપદેશ કર્યો છે.”


અને તેમને કહ્યું, “તમે આ માણસને મારી પાસે લાવીને કહ્યું કે તે લોકોને ગેરમાર્ગે દોરે છે. હવે, અહીં તમારી સમક્ષ મેં તેની તપાસ કરી, અને તમે તેની વિરુદ્ધ જે આક્ષેપો મૂકો છો, તેમાંના એકેય આક્ષેપ વિષે તે મને દોષિત માલૂમ પડયો નથી.


પછી પિલાતે મુખ્ય યજ્ઞકારો અને ટોળાને કહ્યું, “મને આ માણસમાં કંઈ દોષ દેખાતો નથી.”


પિલાતે પૂછયું, “સત્ય શું છે?” પછી પિલાત બહાર યહૂદીઓ પાસે પાછો ગયો અને તેમને કહ્યું, “એને સજાપાત્ર ઠરાવી શકાય તે માટે મને કોઈ કારણ મળતું નથી.


મને ખબર પડી કે મરણની સજા થાય એવું અથવા કેદમાં નંખાવા જેવું તેણે કંઈ કર્યું નથી; તેની વિરુદ્ધના તેમના આરોપો તેમના પોતાના નિયમશાસ્ત્રના પ્રશ્ર્નો સંબંધીના છે.


ઘોંઘાટ વધતો ગયો, અને ફરોશીપંથના નિયમશાસ્ત્રના શિક્ષકોએ ઊભા થઈને સખત વિરોધ કર્યો, “અમને આ માણસમાં કંઈ ખોટું જણાતું નથી! કદાચ કોઈ આત્મા અથવા દૂતે તેની સાથે વાત કરી છે.”


પણ સમ્રાટ પર એના અંગે લખવાને મારી પાસે કોઈ ચોક્કસ વિગતો નથી. માટે મેં તેને આપ સૌની સમક્ષ અને ખાસ કરીને આગ્રીપા રાજા સમક્ષ રજૂ કર્યો છે, એ માટે કે તેનો કેસ તપાસ્યા પછી મને લખવા માટે કંઈક મળે.


તેઓ વિખેરાયા પછી તેમણે પરસ્પર કહ્યું, “આ માણસે મોત કે કેદની સજા થાય તેવો કોઈ ગુનો કર્યો નથી.”


અમારે વહાણમાં બેસી ઇટાલી જવું એવું નક્કી થયું એટલે તેમણે પાઉલ અને બીજા કેટલાક કેદીઓને “સમ્રાટની ટુકડી” નામે ઓળખાતી રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસને સુપરત કર્યા.


તેમણે મને પ્રશ્ર્નો પૂછયા અને મને મુક્ત કરવા તૈયાર હતા, કારણ, મને મોતની સજા થાય તેવો કોઈ ગુનો મેં કર્યો ન હતો.


Lean sinn:

Sanasan


Sanasan