Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 25:16 - પવિત્ર બાઇબલ C.L.

16 પણ મેં તેમને કહ્યું કે રોમનોનો કાયદો આવો છે: આરોપીને તેના ફરિયાદીઓની હાજરીમાં બચાવની તક આપ્યા વિના કોઈના હાથમાં સોંપી શકાય નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તેઓને મેં ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને [મારી નાખવાને] સોંપી દેવો એ રોમનોની રીત નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને (મારી નાખવાને) સોંપી દેવો એ રોમનોની રીત નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પરંતુ મેં જવાબ આપ્યો. ‘જ્યારે કોઈ માણસ પર કંઈક ખોટું કરવાના તહોમતો મૂકવામાં આવે તો રોમનો બીજા લોકોને તે માણસનો ન્યાય કરવા માટે આપતા ન હતા. પ્રથમ તે માણસને જે માણસોએ તેની સામે ફરિયાદ કરી હોય તેનો સામનો કરવાની તક આપવી જોઈએ. અને તેને તેઓએ તેની વિરૂદ્ધ કરેલી ફરિયાદોનો બચાવ તેની જાતે કરવાની પરવાનગી પણ આપવી જોઈએ.’

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 25:16
11 Iomraidhean Croise  

“તમારા નોકરે મારી સાથે આવો વર્તાવ કર્યો” એવું પોતાની સ્ત્રીને કહેતાં સાંભળીને યોસેફના માલિકનો ક્રોધ સળગી ઊઠયો.


પૂરું સાંભળ્યા પહેલાં ઉત્તર આપવામાં મૂર્ખાઈ અને નામોશી છે.


અદાલતમાં પ્રતિવાદી પોતાની વાત રજૂ ન કરે ત્યાં સુધી વાદીની વાત પ્રથમ સાચી લાગે છે.


“જ્યારે તેઓ તમને યહૂદીઓનાં ભજનસ્થાનોમાં અથવા રાજ્યપાલો કે શાસકો આગળ ન્યાયચુકાદા માટે બળજબરીથી લઈ જાય, ત્યારે સ્વબચાવ કરવા કેવી રીતે જવાબ આપશો અથવા શું કહેશો તે અંગે ચિંતા કરશો નહિ;


“કોઈ માણસને સાંભળ્યા વગર અને તેણે શું કર્યું છે તેની તપાસ કર્યા વિના આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે આપણે તેને સજાપાત્ર ઠરાવી શક્તા નથી.”


કેટલાક યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું ઘડયું છે, એવી મને બાતમી મળતાં મેં તેને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો છે. મેં તેના ફરિયાદીઓને કહ્યું છે કે તેઓ તમારી સમક્ષ તેના પર આરોપ મૂકે.”


“તારા ફરિયાદીઓ આવે ત્યારે હું તારું સાંભળીશ.” પછી તેણે પાઉલને હેરોદના મહેલમાં સૈનિકોના પહેરા નીચે રાખવાનો હુકમ કર્યો.


આગ્રીપાએ પાઉલને કહ્યું, “હવે તારા બચાવ સંબંધી તું બોલી શકે છે.” પાઉલે પોતાના હાથ પ્રસારીને આ પ્રમાણે બચાવ કર્યો:


અને એ વાત વિષે તમને ખબર મળે અને તમારા સાંભળવામાં આવે તો એ વિષે કાળજીપૂર્વક તપાસ કરો અને ઇઝરાયલમાં એવું અધમ કાર્ય થયું છે એ વાત સાચી અને શંકારહિત હોય,


Lean sinn:

Sanasan


Sanasan