પ્રે.કૃ. 24:2 - પવિત્ર બાઇબલ C.L.2 તર્ટુલ્લસને બોલાવવામાં આવ્યો અને તેણે પાઉલ પર આ પ્રમાણે આરોપ મૂકવાનું શરૂ કર્યું: “માનવંત રાજ્યપાલશ્રી ફેલીક્ષ, આપના કુશળ વહીવટ નીચે લાંબા સમયથી અમે શાંતિ અનુભવી રહ્યા છીએ. અમારા દેશના ભલા માટે ઘણા જરૂરી સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસે નીચે પ્રમાણે તેના પર તહોમત મૂકવાનું શરૂ કરતાં કહ્યું, “નેકનામદાર ફેલિકસ, આપનાથી અમે ઘણી સુખશાંતિ ભોગવીએ છીએ, અને આપની દીર્ધદષ્ટિથી આ પ્રજાના લાભને અર્થે જે સુધારા કરવામાં આવ્યા છે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પાઉલને બોલાવવામાં આવ્યો ત્યારે તર્તુલસ નીચે દર્શાવ્યા પ્રમાણે બોલીને તેના વિરુદ્ધ આરોપ મૂકવાનું શરૂ કરતા કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેલીક્સ, આપનાથી અમે બહુ સુખશાંતિ પામીએ છીએ, આપની સમજદારીથી આ પ્રજાના લાભમાં અનર્થો દૂર કરવામાં આવે છે, Faic an caibideilપવિત્ર બાઈબલ2 પાઉલને સભામાં લઈ જવામાં આવ્યો. તેર્તુલુસે તેના પર તહોમત મૂકવાનું શરૂ કર્યુ. તેર્તુલસે કહ્યું, “નેકનામદાર ફેલિક્સ! અમારા લોકો તારા કારણે સુખશાંતિ ભોગવે છે. તારી દીર્ધદષ્ટિથી આપણા દેશની ઘણી ખોટી વસ્તુઓને સાચી બનાવાઇ હતી. Faic an caibideil |