Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 24:1 - પવિત્ર બાઇબલ C.L.

1 પાંચ દિવસ પછી પ્રમુખ યજ્ઞકાર અનાન્યા કેટલાક આગેવાનો અને તર્ટુલ્લસ નામના રોમન કાયદાશાસ્ત્રીને લઈને કાઈસારિયા ગયો. તેમણે રાજ્યપાલ ફેલીક્ષ સમક્ષ હાજર થઈને પાઉલ વિરુદ્ધ આરોપ મૂક્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો. અને તેઓએ હાકેમની આગળ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પાંચ દિવસ પછી અનાન્યા પ્રમુખ યાજક, કેટલાક વડીલોને તથા તર્તુલસ નામે એક વકીલને સાથે લઈને આવ્યો, તેઓએ રાજ્યપાલની સમક્ષ પાઉલની વિરુદ્ધ ફરિયાદ રજૂ કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પાંચ દિવસ બાદ અનાન્યા કૈસરિયા શહેરમાં ગયો. અનાન્યા એ એક પ્રમુખ યાજક હતો, અનાન્યા કેટલાક વડીલ યહૂદિ આગેવાનો અને તેર્તુલુસ વકીલને પણ લાવ્યો. તેઓ હાકેમની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂકવા માટે કૈસરિયા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 24:1
15 Iomraidhean Croise  

કારણ કે દુષ્ટોએ ધનુષ્યો પર પોતાનાં બાણ ચડાવીને તાક્યાં છે; જેથી તેઓ અંધારામાં જ સજ્જનોને વીંધી નાખે.


લશ્કરી અફસરો અને વહીવટી અધિકારીઓ, રાજનીતિજ્ઞો અને ચતુર જાદુગરોને લઈ લેશે.


નિયત દિવસે રાજદ્વારી વસ્ત્રોમાં સજ્જ થઈ હેરોદે પોતાના રાજ્યાસન પર બિરાજીને જનતાજોગ પ્રવચન કર્યું.


સાત દિવસ પૂરા થવાની તૈયારીમાં હતા તેવામાં આસિયામાંથી આવેલા કેટલાક યહૂદીઓએ પાઉલને મંદિરમાં જોયો. તેમણે લોકોના આખા ટોળાને ઉશ્કેર્યું અને પાઉલને પકડયો.


પ્રમુખ યજ્ઞકાર અનાન્યાએ પાઉલને થપ્પડ મારવા માટે તેની નજીક ઊભા રહેલાઓને હુકમ કર્યો.


પાઉલને સવારી કરવા માટે પણ કેટલાક ઘોડા તૈયાર કરો અને તેને સહીસલામત રીતે રાજ્યપાલ ફેલીક્ષ પાસે પહોંચાડો.”


કેટલાક યહૂદીઓએ તેની વિરુદ્ધ કાવતરું ઘડયું છે, એવી મને બાતમી મળતાં મેં તેને તમારી પાસે મોકલવાનો નિર્ણય કર્યો છે. મેં તેના ફરિયાદીઓને કહ્યું છે કે તેઓ તમારી સમક્ષ તેના પર આરોપ મૂકે.”


તેઓ તેને કાઈસારિયા લઈ ગયા, રાજ્યપાલને પત્ર આપ્યો અને પાઉલને સોંપ્યો.


“તારા ફરિયાદીઓ આવે ત્યારે હું તારું સાંભળીશ.” પછી તેણે પાઉલને હેરોદના મહેલમાં સૈનિકોના પહેરા નીચે રાખવાનો હુકમ કર્યો.


તમે પોતે જ તપાસ કરાવી શકો છો કે બારેક દિવસ અગાઉ હું યરુશાલેમમાં ભક્તિ કરવા ગયો હતો.


તર્ટુલ્લસને બોલાવવામાં આવ્યો અને તેણે પાઉલ પર આ પ્રમાણે આરોપ મૂકવાનું શરૂ કર્યું: “માનવંત રાજ્યપાલશ્રી ફેલીક્ષ, આપના કુશળ વહીવટ નીચે લાંબા સમયથી અમે શાંતિ અનુભવી રહ્યા છીએ. અમારા દેશના ભલા માટે ઘણા જરૂરી સુધારાઓ કરવામાં આવી રહ્યા છે.


હું યરુશાલેમ ગયો ત્યારે મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનો તેની વિરુદ્ધ આરોપો મૂકવા લાગ્યા અને તેને સજા કરવા મને કહ્યું.


ત્યાં મુખ્ય યજ્ઞકારો અને યહૂદી આગેવાનોએ પાઉલ વિરુદ્ધના આરોપ રજૂ કર્યા.


ભાઈઓ, મેં તમારી મુલાકાત લીધી ત્યારે ઈશ્વરનું માર્મિક સત્ય પ્રગટ કરવા માટે મેં ઉત્તમ વક્તૃત્ત્વ કે વિદ્વતાનો ઉપયોગ કર્યો ન હતો.


મેં મારું શિક્ષણ તથા સંદેશ માનવી જ્ઞાનની આકર્ષક ભાષામાં આપ્યાં ન હતાં, પણ પવિત્ર આત્માના સામર્થ્યના પ્રકટીકરણ દ્વારા જણાવ્યાં હતાં.


Lean sinn:

Sanasan


Sanasan