Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 23:3 - પવિત્ર બાઇબલ C.L.

3 પાઉલે તેને કહ્યું, “ઓ દંભી! ઈશ્વર જરૂર તને મારશે. નિયમશાસ્ત્ર પ્રમાણે ન્યાય કરવાને તું ત્યાં બેઠો છે, અને છતાં મને મારવાનો હુકમ કરીને તું જ નિયમ તોડે છે!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યારે પાઉલે તેને કહ્યું, “અરે ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે. તું નિયમશાસ્‍ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છે, છતાં શું નિયમશાસ્‍ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ત્યારે પાઉલે તેને કહ્યું કે, ‘ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 પાઉલે અનાન્યાને કહ્યું, “દેવ તને પણ મારશે. તું એક ગંદી દિવાલ જેવો છે જે સફેદ ધોળેલી છે. તું ત્યાં બેસે છે અને મારો ન્યાય મૂસાના નિયમશાસ્ત્રનો ઉપયોગ કરીને કરે છે. પણ તું તેઓને મને મારવાનું કહે છે અને તે મૂસાના નિયમની વિરૂદ્ધ છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 23:3
14 Iomraidhean Croise  

પછી સંદેશવાહક સિદકિયાએ મિખાયા પાસે જઈને તેના મોં પર લપડાક મારીને પૂછયું, “પ્રભુના આત્માએ મારી પાસેથી નીકળીને તારી સાથે ક્યારે વાત કરી?”


કાયદાની આડમાં ભ્રષ્ટાચાર આચરનારા દુષ્ટ શાસકો સાથે તમારે કોઈ સબંધ નથી.


મેં પૃથ્વી પર જોયું કે ન્યાયને સ્થાને દુષ્ટતા અને ધાર્મિક્તાને સ્થાને અધર્મ છે.


“ન્યાયની બાબતમાં પ્રામાણિક રહેવું. ગરીબનો ખોટી રીતે બચાવ કરવો નહિ કે શ્રીમંતની શરમ રાખવી નહિ.


“લંબાઈ કે વજન કે તોલના માપમાં કોઈને છેતરશો નહિ.


હે ન્યાયને કીરમાણીના છોડની કડવાશમાં ફેરવી નાખનારા અને ન્યાયને જમીન પર કચડનારા, તમારી કેવી દુર્દશા થશે!”


તેથી આન્‍નાસે તેને બાંધેલી હાલતમાં જ પ્રમુખ યજ્ઞકાર ક્યાફાસ પાસે મોકલ્યો.


“કોઈ માણસને સાંભળ્યા વગર અને તેણે શું કર્યું છે તેની તપાસ કર્યા વિના આપણા નિયમશાસ્ત્ર પ્રમાણે આપણે તેને સજાપાત્ર ઠરાવી શક્તા નથી.”


પાઉલની નજીક ઊભા રહેલા માણસોએ તેને કહ્યું, “તું ઈશ્વરના પ્રમુખ યજ્ઞકારનું અપમાન કરે છે?”


Lean sinn:

Sanasan


Sanasan