Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 22:5 - પવિત્ર બાઇબલ C.L.

5 હું જે કહું છું તે સાચું છે તેનું સમર્થન પ્રમુખ યજ્ઞકાર તેમ જ આખી ન્યાયસભા આપી શકે તેમ છે. મેં તેમની પાસે દમાસ્ક્સમાં વસતા યહૂદી ભાઈઓ પર પત્ર લખાવ્યા હતા; જેથી હું ત્યાં જઈને એ લોકોની ધરપકડ કરીને તેમને સજા કરવા માટે યરુશાલેમ લઈ આવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 [એ વિષે] પ્રમુખ યાજક તથા આખો વડીલવર્ગ મારા સાક્ષી છે. વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્રો લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતાં તેઓને પણ બાંધીને હું શિક્ષા કરવા માટે યરુશાલેમ લાવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ (એ વિષે) મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “પ્રમુખ યાજક વડીલ યહૂદિ આગેવાનોની આખી સમિતિ તમને કહી શકશે કે આ સાચું છે! એક વખતે આ આગેવાનોએ મને કેટલાક પત્રો આપ્યા. આ પત્રો દમસ્ક શહેરના યહૂદિ ભાઈઓ માટે હતા. હું ત્યાં ઈસુના શિષ્યોને પકડવા અને તેમને શિક્ષા કરવા માટે યરૂશાલેમમાં પાછા લાવવા જતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 22:5
21 Iomraidhean Croise  

સવાર થતાં જ યહૂદીઓના આગેવાનો, મુખ્ય યજ્ઞકારો, અને નિયમશાસ્ત્રના શિક્ષકો એકઠા થયા, અને તેમની વરિષ્ઠ સભા સમક્ષ ઈસુને લાવવામાં આવ્યા.


થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું,


“હે મારા ભાઈઓ, અબ્રાહામના વંશજો, અને અત્રે ઈશ્વરનું ભજન કરી રહેલા સર્વ બિનયહૂદીઓ, ઉદ્ધારનો એ સંદેશો અમને જણાવવામાં આવ્યો છે!


“ભાઈઓ, આપણા પૂર્વજ દાવિદ વિષે મારે તમને સ્પષ્ટ કહેવું જોઈએ. તે મૃત્યુ પામ્યો અને તેને દફનાવવામાં આવ્યો, અને આજ દિન સુધી તેની કબર અહીં આપણે ત્યાં છે.


“ભાઈઓ અને આગેવાનો, હું તમારી સમક્ષ મારો બચાવ રજૂ કરું છું. સાંભળો!”


પાઉલે ન્યાયસભાની સામે જોઈને કહ્યું, “મારા ભાઈઓ, મેં આજદિન સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંત:કરણથી મારું જીવન ગાળ્યું છે.”


એ ટોળામાં કેટલાક સાદૂકીઓ અને કેટલાક ફરોશીઓ છે એવી ખબર પડતાં પાઉલે ન્યાયસભાને ઉદ્દેશીને કહ્યું, “ભાઈઓ, હું ફરોશી છું, અને ફરોશીઓનો જ વંશજ છું. મરેલાં સજીવન થશે એવી આશા હું રાખું છું એટલે અત્યારે મારી પર કેસ ચલાવાય છે!”


યરુશાલેમમાં મેં એવું જ કર્યું. મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર મેળવીને ઈશ્વરના ઘણા લોકોને મેં જેલમાં પૂર્યા; અને તેમને મોતની સજા ફટકારાતી ત્યારે હું પણ તેમાં સંમત થતો.


બધાં ભજનસ્થાનોમાં મેં તેમને શિક્ષા કરાવી હતી અને તેઓ પોતાના વિશ્વાસનો નકાર કરે તે માટે પ્રયાસ કર્યો હતો. તેમની પર હું એવો ક્રોધે ભરાયો હતો કે તેમની સતાવણી કરવાને હું બીજા પ્રદેશોમાં પણ ગયો.


“આ જ હેતુસર મુખ્ય યજ્ઞકારો પાસેથી અધિકાર અને હુકમો મેળવીને હું દમાસ્ક્સ ગયો હતો.


ત્રણ દિવસ પછી પાઉલે સ્થાનિક યહૂદી આગેવાનોની એક સભા બોલાવી. તેઓ એકઠા થયા એટલે તેણે તેમને કહ્યું, “મારા ભાઈઓ! જોકે મેં આપણા લોકો અથવા આપણા પૂર્વજો પાસેથી ઊતરી આવેલા રીતરિવાજો વિરુદ્ધ કંઈ કર્યું ન હતું તોપણ મને યરુશાલેમમાં કેદ કરવામાં આવ્યો અને રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો.


તેમણે કહ્યું, “તારે વિષે યહૂદિયામાંથી અમને કોઈ પત્ર મળ્યો નથી અથવા ત્યાંથી સમાચાર લઈને અથવા તારી વિરુદ્ધ કહેવાને આપણામાંનો કોઈ ભાઈ ત્યાંથી આવ્યો નથી.


“હવે ભાઈઓ, હું જાણું છું કે તમે અને તમારા આગેવાનોએ એ ક્મ અજ્ઞાનતાને કારણે કર્યું હતું.


બીજે દિવસે યહૂદી અધિકારીઓ, આગેવાનો અને નિયમશાસ્ત્રના શિક્ષકો યરુશાલેમમાં એકત્ર થયા.


તેને આધીન થઈને પ્રેષિતો વહેલી સવારે મંદિરમાં જઈને શિક્ષણ આપવા લાગ્યા. પ્રમુખ યજ્ઞકાર અને તેના સાથીદારોએ ભેગા મળીને બધા યહૂદી આગેવાનોની આખી ન્યાયસભા બોલાવી. પછી તેમણે પ્રેષિતોને જેલમાંથી લાવીને પોતાની સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો.


વળી, તમારે નામે વિનંતી કરનાર બધાની ધરપકડ કરવા માટે તે મુખ્ય યજ્ઞકારો પાસેથી સત્તા મેળવીને દમાસ્ક્સમાં આવ્યો છે.”


જ્યારે હું યહૂદી ધર્મ પાળતો હતો, ત્યારે મારું વર્તન કેવું હતું તે વિષે તો તમે સાંભળ્યું હશે. મેં તે વખતે ઈશ્વરની મંડળીની ક્રૂર સતાવણી કરી હતી, અને તેનો નાશ કરવા મેં મારાથી બનતો બધો જ પ્રયત્ન કર્યો હતો.


અને હું એટલો બધો ધગશવાળો હતો કે મેં મંડળીની સતાવણી કરી હતી. નિયમશાસ્ત્રની આજ્ઞાઓને આધીન થઈને ઈશ્વર સમક્ષ સીધી વ્યક્તિ તરીકે સ્વીકૃત થઈ શક્તું હોય તો હું નિયમશાસ્ત્ર પ્રમાણે નિર્દોષ છું.


મંડળીના આગેવાનોએ પોતાના હાથ તારા પર મૂક્યા ત્યારે કરાયેલી ભવિષ્યવાણી અનુસાર તને જે આત્મિક કૃપાદાન મળ્યું છે તેના પ્રત્યે બેદરકાર ન રહીશ.


Lean sinn:

Sanasan


Sanasan