Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 21:8 - પવિત્ર બાઇબલ C.L.

8 ત્યાંથી નીકળીને અમે બીજે દિવસે કાઈસારિયા આવી પહોંચ્યા. ત્યાં અમે સુવાર્તિક ફિલિપને ઘેર રહ્યા. યરુશાલેમમાં જે સાત સેવકો પસંદ કરવામાં આવ્યા હતા તેઓમાંનો તે એક હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 બીજે દિવસે અમે [ત્યાંથી] નીકળીને કાઈસારિયા આવ્યા. અને સુવાર્તિક ફિલિપ જે સાત [સેવકો] માંનો એક હતો તેને ઘેર જઈને તેની સાથે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 બીજે દિવસે અમે (ત્યાંથી) નીકળીને કાઈસારિયામાં આવ્યા, સુવાર્તિક ફિલિપ જે સાત (સેવકો) માંનો એક હતો તેને ઘરે જઈને તેની સાથે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 બીજે દિવસે અમે તોલિમાઇ છોડ્યું અને કૈસરિયા શહેરમાં ગયા. અમે ફિલિપના ઘરે ગયા અને તેની સાથે રહ્યા. ફિલિપની પાસે સુવાર્તા પ્રચાર કરવાનું કામ હતું. તે સાત સહાયકોમાંનો એક હતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 21:8
18 Iomraidhean Croise  

કાઈસારિયામાં કર્નેલ્યસ નામે એક માણસ હતો. તે રોમન લશ્કરીદળની ‘ઇટાલિયન ટુકડી’નો સૂબેદાર હતો.


પાઉલને એ સંદર્શન થયા પછી અમે તરત જ મકદોનિયા જવા તૈયાર થઈ ગયા. કારણ, અમે નિર્ણય પર આવ્યા કે ઈશ્વરે અમને ત્યાંના લોકોને શુભસંદેશનો ઉપદેશ કરવા આમંત્રણ આપ્યું છે.


શહેર બહાર નદીકિનારે યહૂદીઓનું પ્રાર્થનાસ્થાન હશે એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા. ત્યાં બેસીને અમે એકત્ર થયેલી સ્ત્રીઓ સાથે વાત કરી.


એક દિવસે અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમને એક સ્ત્રીનોકર મળી. તેને આગાહી કરનાર દુષ્ટાત્મા વળગ્યો હતો. ભવિષ્ય ભાખીને તેણે તેના માલિકોને ઘણા પૈસા કમાવી આપ્યા હતા.


કાઈસારિયા આવી પહોંચ્યા પછી તે યરુશાલેમ આવ્યો અને મંડળીને શુભેચ્છા પાઠવીને અંત્યોખ ગયો.


અમે આગળ જઈ વહાણમાં બેઠા અને જળમાર્ગે આસોસ ગયા. ત્યાંથી અમે પાઉલને વહાણમાં લેવાના હતા. તેણે અમને એમ કરવાનું કહ્યું હતું, કારણ, તે ત્યાં જમીનમાર્ગે જવાનો હતો.


ખમીર વગરની રોટલી ખાવાના પર્વ પછી અમે જળમાર્ગે ફિલિપ્પી ગયા, અને પાંચ દિવસ પછી તેમને ત્રોઆસમાં મળ્યા, અને ત્યાં એક સપ્તાહ રહ્યા.


કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને અમારે જેને ત્યાં ઊતરવાનું હતું તે સાયપ્રસના માસોનને ત્યાં લઈ ગયા. માસોન તો શરૂઆતના સમયથી જ વિશ્વાસી હતો.


પછી અફસરે તેના બે અધિકારીઓને બોલાવીને કહ્યું, “સિત્તેર ઘોડેસ્વારો, અને બસો ભાલદારો અને બસો સૈનિકોને કાઈસારિયા જવા તૈયાર કરો, અને આજે રાત્રે નવ વાગે નીકળવા માટે તૈયાર રહો.


અમારે વહાણમાં બેસી ઇટાલી જવું એવું નક્કી થયું એટલે તેમણે પાઉલ અને બીજા કેટલાક કેદીઓને “સમ્રાટની ટુકડી” નામે ઓળખાતી રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસને સુપરત કર્યા.


એલેકઝાન્ડ્રિયાનું “જોડકા દેવો” મૂર્તિવાળું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુ પર રોકાયું હતું. અમે ત્રણ મહિના પછી તેમાં બેસીને ઊપડયા.


અમે રોમમાં આવી પહોંચ્યા એટલે પાઉલને એક સૈનિકના પહેરા નીચે સ્વતંત્ર રહેવા દેવામાં આવ્યો.


પ્રેષિતોની દરખાસ્ત બધાને ગમી ગઈ. તેથી તેમણે સ્તેફન, જે વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો તેને, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને બિનયહૂદીઓમાંથી યહૂદી બનેલા અને અંત્યોખમાંથી આવેલ નિકોલસને પસંદ કર્યા.


ભાઈઓને એ વાતની ખબર પડી જવાથી તેમણે શાઉલને કાઈસારિયા લઈ જઈ તાર્સસ મોકલી દીધો.


તેમણે જ કેટલાકને પ્રેષિતો, કેટલાકને સંદેશવાહકો, કેટલાકને શુભસંદેશના પ્રચારકો, કેટલાકને પાળકો અને શિક્ષકો તરીકે બક્ષ્યા છે.


પણ તારે સર્વ સંજોગોમાં મનમાં સ્વસ્થ રહેવું, દુ:ખ સહન કરવું, શુભસંદેશનો પ્રચાર કરવો અને ઈશ્વરના સેવક તરીકેની તારી ફરજ સંપૂર્ણ રીતે અદા કરવી.


Lean sinn:

Sanasan


Sanasan