Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 21:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પણ તેમની સાથેનો અમારો સમય પૂરો થતાં, અમે તેમની પાસેથી અમારે રસ્તે પડયા. તેઓ બધા તેમની સ્ત્રીઓ તેમ જ બાળકો સહિત અમારી સાથે શહેર બહાર આવ્યા. અમે બધાએ સમુદ્રકિનારે ધૂંટણે પડીને પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તે દિવસો પૂરા થયા પછી અમે નીકળીને આગળ ચાલ્યા. ત્યારે તેઓ સર્વ, સ્‍ત્રીછોકરાં સહિત, અમને શહેરની બહાર વળાવવા આવ્યાં. સમુદ્રકાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કર્યા પછી

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તે દિવસો પૂરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ, સ્ત્રી છોકરાં સહિત, શહેરની બહાર સુધી અમને વિદાય આપવાને આવ્યા; અમે સમુદ્રકાંઠે ઘૂંટણે પાડીને પ્રાર્થના કરી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પણ જ્યારે અમે અમારી મુલાકાત પૂરી કરી. અમે વિદાય લીધી અને અમે અમારો પ્રવાસ ચાલુ રાખ્યો. ઈસુના બધા જ શિષ્યો, સ્ત્રીઓ અને બાળકો સાથે અમને વિદાય આપવા અમારી સાથે શહેરની બહાર આવ્યા. અમે બધા સમુદ્રકિનારે ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 21:5
15 Iomraidhean Croise  

પ્રભુને પ્રાર્થના અને યાચના કરી રહ્યા પછી શલોમોન વેદી આગળ જ્યાં તે હાથ ઊંચા પ્રસારી ઘૂંટણિયે પડ્યો હતો ત્યાંથી ઊભો થયો.


યહૂદિયાના સર્વ પુરુષો તેમની પત્નીઓ અને તેમનાં સંતાનો સહિત પ્રભુના મંદિરે ઊભા હતા.


એ દિવસે ઘણાં બલિદાનો અર્પવામાં આવ્યાં. અને ઈશ્વરે લોકોને આનંદથી ભરપૂર કર્યા હોઈ તેઓ બહુ ખુશ હતા. ઉત્સવમાં સ્ત્રીઓ અને બાળકો પણ જોડાયાં હતાં. એ બધાંનો અવાજ એટલો મોટો હતો કે યરુશાલેમથી દૂર દૂર સંભળાતો હતો.


આવો, આપણે ભૂમિ પર શિર ટેકવી તેમને નમન કરીએ. આપણા ઉત્પન્‍નર્ક્તા પ્રભુની આગળ ધૂંટણો ટેકવીએ.


સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત જમનારામાં આશરે પાંચ હજાર પુરુષો હતા.


એક રક્તપિતિયો ઈસુની પાસે આવી નમી પડયો, અને તેણે આજીજીપૂર્વક સહાય માગતાં કહ્યું, “તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો તેમ છો.”


પછી પથ્થર ફેંક્ય તેટલે અંતરે તે તેમનાથી દૂર ગયા, અને ધૂંટણિયે પડીને પ્રાર્થના કરી;


મંડળીએ તેમને મોકલી આપ્યા, અને ફોનેસિયા તથા સમરૂનમાં થઈને જતાં જતાં બિનયહૂદીઓ કેવી રીતે ઈશ્વર તરફ ફર્યા હતા તેના સમાચાર આપતા ગયા; આ સમાચારથી સર્વ ભાઈઓને પુષ્કળ આનંદ થયો.


રાત પડી એટલે ભાઈઓએ પાઉલ અને સિલાસને તરત જ બેરિયા મોકલી દીધા. ત્યાં પહોંચ્યા પછી તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા.


પાઉલ બોલી રહ્યો એટલે બધાની સાથે તેણે ઘૂંટણે પડીને પ્રાર્થના કરી.


ખાસ કરીને, તેઓ તેને ફરી કદી નહિ જુએ એવા એના શબ્દોને કારણે તેઓ દુ:ખી થયા. અને એમ તેઓ તેને વળાવવા વહાણ સુધી ગયા.


પિતરે બધાને ઓરડીની બહાર કાઢી મૂક્યા અને ધૂંટણે પડીને પ્રાર્થના કરી; પછી શબ તરફ ફરીને તેણે કહ્યું, “તાબીથા, ઊઠ!” તેણે પોતાની આંખો ખોલી અને પિતરને જોઈને તે બેઠી થવા લાગી.


પણ જો તમે પ્રભુની સેવાભક્તિ કરવા ન માગતા હો તો આજે નક્કી કરો કે તમે કોની સેવા કરશો: મેસોપોટેમિયામાં તમારા પૂર્વજો જેમની પૂજા કરતા હતા તેમની સેવા કરશો કે જેમના દેશમાં તમે અત્યારે રહો છો તે અમોરીઓના દેવોની સેવા કરશો? જો કે હું અને મારું કુટુંબ તો અમે પ્રભુની સેવા કરીશું.”


સ્ત્રીઓ અને બાળકો સહિત તેમજ ઇઝરાયલીઓની વચમાં રહેતા પરદેશીઓ સહિત એકત્ર થયેલી આખી સભા સમક્ષ યહોશુઆએ મોશેની બધી જ આજ્ઞાઓ વાંચી સંભળાવી.


Lean sinn:

Sanasan


Sanasan