Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 21:3 - પવિત્ર બાઇબલ C.L.

3 સાયપ્રસ દેખાયું એટલે તેની દક્ષિણ તરફ સિરિયા બાજુ વહાણ હંકાર્યું. અમે તૂરના સમુદ્રકિનારે પહોંચ્યા. ત્યાં વહાણમાંથી સામાન ઉતારવાનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 પછી સાયપ્રસ [ટાપુ] નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણમાંનો માલ ઉતારવાનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 પછી સાયપ્રસ (ટાપુ) નજરે પડ્યો, એટલે તેને ડાબી તરફ મૂકીને અમે સિરિયા ગયા, અને તૂર ઊતર્યા; કેમ કે ત્યાં વહાણનો માલ ઉતારવાનો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 અમે સૈપ્રસ ટાપુ નજીક હંકાર્યુ. અમે તેને ઉત્તર (ટાપુ) તરફ જોયો, પણ અમે અટક્યા નહિ. અમે સિરિયાના દેશ તરફ હંકારી ગયા. અમે તૂર શહેર પાસે અટક્યા. કારણ કે ત્યાં માલવાહક વહાણ ખાલી કરવાનું હતું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 21:3
22 Iomraidhean Croise  

પછી તેણે દમાસ્ક્સના અરામીઓના પ્રદેશમાં લશ્કરી છાવણીઓ નાખી અને અરામીઓએ તેની તાબેદારી સ્વીકારી અને તેને ખંડણી ભરવા લાગ્યા. પ્રભુએ દાવિદને સર્વ જગ્યાએ વિજયવંત કર્યો.


તૂરના લોકો તારે માટે ઉપહાર લાવશે; સંપત્તિવાન લોકો તારી મહેરબાની શોધશે.”


“મને જાણનારાઓમાં હું ઇજિપ્ત અને બેબિલોનની નોંધ લઈશ; પલિસ્તી દેશ, તૂર અને કૂશનો પણ તેમાં સમાવેશ કરીશ; તેઓ કહેશે, ‘આનો જન્મ ત્યાં થયો હતો.”


યહૂદિયાના દાવિદવંશી રાજાને સંદેશો મળ્યો કે અરામનું સૈન્ય એફ્રાઈમના સૈન્ય સાથે મળીને તેમના પર ચડી આવ્યું છે, ત્યારે તે તથા તેના લોકો પવનથી કંપતા વૃક્ષની જેમ ભયથી થરથરવા લાગ્યા.


ઈસુએ કહ્યું, હાય રે, ખોરાજીન, હાય હાય! હાય રે, બેથસાઈદા, હાય હાય! તમારામાં જે અદ્‌ભૂત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરવામાં આવ્યાં હોત, તો ત્યાંના લોકોએ ટાટ પહેરીને અને રાખ લાવીને પોતે પાપથી પાછા ફર્યા છે તેમ બતાવ્યું હોત.


તેમની કીર્તિ સમગ્ર સિરિયા દેશમાં ફેલાઈ ગઈ. તેથી લોકો જાતજાતના રોગથી પીડાતા અને બધા પ્રકારના પીડિતોને, એટલે દુષ્ટાત્મા વળગેલાઓ, વાઈના દર્દીઓ અને લકવાવાળાઓને ઈસુની પાસે લાવ્યા. ઈસુએ એ બધાને સાજા કર્યા.


“હાય રે ખોરાજીન, હાય હાય! હાય રે બેથસૈદા, હાય હાય! તમારે ત્યાં જે અદ્‍ભુત કાર્યો કરવામાં આવ્યાં તે જો તૂર અને સિદોનમાં કરાયાં હોત, તો ત્યાંના લોકો પોતાનાં પાપથી પાછા ફર્યા છે એમ દર્શાવવાને ક્યારનાય ટાટનાં વસ્ત્ર પહેરીને અને રાખ ચોળીને બેઠા હોત.


આ પ્રથમ વસ્તી ગણતરીના સમયે કુરેનિયસ સિરિયાનો રાજ્યપાલ હતો.


સ્તેફનને મારી નાખવામાં આવ્યો ત્યારે થયેલી સતાવણીને કારણે વિશ્વાસીઓ વિખેરાઈ ગયા હતા. એમાંના કેટલાક આ સંદેશ માત્ર યહૂદીઓને જ પ્રગટ કરતા કરતા છેક ફોનેસિયા, સાયપ્રસ અને અંત્યોખ સુધી ગયા.


હેરોદ તૂર અને સિદોનના લોકો પર ઘણો ક્રોધે ભરાયો હતો; તેથી તેમનું પ્રતિનિધિમંડળ હેરોદને મળવા ગયું. પ્રથમ તેમણે મહેલના કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો. પછી તેમણે હેરોદ પાસે જઈને સમાધાન માટે વિનંતી કરી. કારણ, હેરોદના રાજ્યમાંથી તેમના દેશને અન્‍ન પુરવઠો મળતો હતો.


પછી બાર્નાબાસ અને શાઉલ જેમને પવિત્ર આત્માએ મોકલ્યા હતા તેઓ સિલુકિયા સુધી ગયા અને ત્યાંથી જળમાર્ગે મુસાફરી કરીને સાયપ્રસના ટાપુઓમાં ગયા.


તેમની મારફતે તેમણે આવો પત્ર પાઠવ્યો: “અંત્યોખ, સિરિયા અને કિલીકિયામાં વસતા બધા બિનયહૂદી ભાઈઓને અમારી એટલે, પ્રેષિતો, આગેવાનો તથા તમારા ભાઈઓની શુભેચ્છા.


તે બે વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ, અને તેઓ બન્‍ને એકબીજાથી જુદા પડયા. યોહાન માર્કને લઈને બાર્નાબાસ જળમાર્ગે સાયપ્રસ ચાલ્યો ગયો;


તે મંડળીઓને વિશ્વાસમાં સુદઢ કરતો કરતો સિરિયા અને કિલીકિયામાં થઈને પસાર થયો.


પાઉલ ભાઈઓ સાથે કોરીંથમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કીલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઊપડયો. વહાણમાં ઊપડતાં પહેલાં તેણે માનતા લીધી હોવાથી કેંખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા.


કાઈસારિયાથી કેટલાક શિષ્યો અમારી સાથે આવ્યા અને અમારે જેને ત્યાં ઊતરવાનું હતું તે સાયપ્રસના માસોનને ત્યાં લઈ ગયા. માસોન તો શરૂઆતના સમયથી જ વિશ્વાસી હતો.


તેથી અમે વહાણમાં બેસીને હંકારી ગયા.


અમે અમારી દરિયાઈ મુસાફરી ચાલુ રાખતાં તૂરથી ટોલેમાઈસ ગયા. ત્યાં ભાઈઓને મળીને તેમને શુભેચ્છા પાઠવી અને તેમની સાથે એક દિવસ રહ્યા.


ત્યાંથી અમે આગળ ચાલ્યા, અને પવન સામો હોવાથી અમે સાયપ્રસ ટાપુને કિનારે કિનારે વહાણ હંકાર્યું.


સાયપ્રસમાં જન્મેલો લેવી કુળનો યોસેફ, જેનું નામ પ્રેષિતોએ બાર્નાબાસ, અર્થાત્ પ્રોત્સાહનનો પુત્ર પાડયું હતું.


ઇઝરાયલીઓએ ફરીથી પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલ, આશ્તારોથ, તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. તેમણે પ્રભુનો ત્યાગ કર્યો અને તેમની ઉપાસના કરવાનું છોડી દીધું.


Lean sinn:

Sanasan


Sanasan