Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 21:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તેમની વિદાય લઈને અમે ચાલી નીકળ્યા, અમે વહાણમાં બેસી સીધા કોસ પહોંચ્યા; બીજે દિવસે અમે રોડેસ પહોંચ્યા, અને ત્યાંથી પાતારા ગયા. ત્યાંથી અમને ફોનેસિયા જતું વહાણ મળ્યું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેઓનાથી જુદા પડ્યા પછી વહાણ હંકારીને અમે સીધા કોસ આવ્યા, અને બીજે દિવસે રોડેસ અને ત્યાંથી પાતારા આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 એમ થયું કે, અમે તેઓનાથી જુદા થયા પછી વહાણ હંકારીને સીધે રસ્તે કોસ આવ્યા, અને બીજે દિવસે રોડેસ પછી ત્યાંથી પાતરા આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 અમે બધાએ વડીલોની વિદાય લીધી અને પછી વહાણ હંકારી ગયા. અમે કોસ ટાપુ ગયા. બીજે દિવસે અમે રોદસ ટાપુ પર ગયા. રોદસથી અમે પાતરા ગયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 21:1
8 Iomraidhean Croise  

તેમનું પ્રવચન પૂરું થતાં જ તેમણે સિમોનને કહ્યું, “હોડી ત્યાં ઊંડા પાણીમાં લઈ જા, અને માછલાં પકડવા તમારી જાળો નાખો.”


એક દિવસ ઈસુ પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેઠા અને તેમને કહ્યું, “ચાલો, આપણે સરોવરને સામે કિનારે જઈએ.” તેથી તેઓ ઊપડયા.


આસિયા પ્રાંતનાં બંદરોએ થઈને જનારા એક વહાણમાં અમે અદ્રામીટ્ટીમથી મુસાફરી શરૂ કરી. થેસ્સાલોનિકાથી આવેલો મકદોનિયા પ્રદેશનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.


ત્યાંથી અમે આગળ ચાલ્યા, અને પવન સામો હોવાથી અમે સાયપ્રસ ટાપુને કિનારે કિનારે વહાણ હંકાર્યું.


મારા ભાઈઓ, થોડા સમયને માટે અમે તમારાથી જુદા પડયા હતા; જો કે અમે મનથી તો નહિ, પણ ફક્ત શારીરિક રીતે જ તમારાથી જુદા પડયા હતા. તમારી ખોટ સાલવાથી તમને ફરી મળવાને અમે કેવો પ્રયત્ન કર્યો!


Lean sinn:

Sanasan


Sanasan