Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 20:9 - પવિત્ર બાઇબલ C.L.

9 અમે જ્યાં મળતા હતા ત્યાં ઉપલે માળે ઘણા દીવા હતા. યુતુખસ નામનો એક યુવાન બારીમાં બેઠો હતો. પાઉલે ભાષણ લંબાવ્યું તેથી યુતુખસને ઊંઘ ચઢી અને ભારે ઊંઘમાં ઘેરાઈ જતાં તે ત્રીજે માળેથી જમીન પર પટક્યો. તેમણે તેને ઊંચક્યો ત્યારે તે મરેલો માલૂમ પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં પડ્યો હતો. અને પાઉલ ઘણી વાર સુધી ભાષણ કરતો હતો માટે ઊંઘમાં ઘેરાઈ ગયેલો હોવાથી તે [જુવાન] ત્રીજા માળથી નીચે પડ્યો, અને તેઓએ તેને મરણ પામેલો ઉપાડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 બારીમાં બેઠેલો યુતુખસ નામે એક જુવાન ભરઊંઘમાં ઘેરાઈ ગયો હતો, પાઉલ વધારે વાર સુધી ઉપદેશ કરતો હતો માટે ઊંઘમાં ગરકાવ થયેલો હોવાથી તે (યુતુખસ) ત્રીજા માળેથી નીચે પડ્યો, અને મરણ પામ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 ત્યાં યુતુખસ નામનો યુવાન માણસ બારીમાં બેઠો હતો. પાઉલે વાતો કરવાનું ચાલુ રાખ્યુ. અને યુતુખસને ઝોકા આવતા હતા. આખરે યુતુખસ ગાઢ નિંદ્રામાં ગયો અને બારીમાંથી નીચે પડ્યો. તે ત્રીજે માળથી જમીન પર પટકાયો. જ્યારે લોકો ત્યાં ગયા અને તેને ઊચક્યો, ત્યારે તે મૃત્યુ પામ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 20:9
9 Iomraidhean Croise  

એલિયાએ કહ્યું, “તારો પુત્ર મને આપ.” પછી તેણે છોકરાને તેના હાથમાંથી લઈ લીધો અને તે રહેતો હતો ત્યાં તેને ઉપલે માળે ઊંચકી ગયો અને તેને પોતાની પથારીમાં સુવાડયો.


જો તે અચાનક આવે, તો તમે ઊંઘતા ઝડપાઈ જવા ન જોઈએ.


દુષ્ટાત્માએ ચીસ પાડી, છોકરાને મરડી નાખ્યો અને બહાર નીકળી ગયો. છોકરો મરેલા જેવો દેખાયો; જેથી બધા કહેવા લાગ્યા, “તે તો મરી ગયો!”


પિસિદિયાના અંત્યોખથી અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. તેમણે લોકોનાં ટોળાંને પોતાના પક્ષનાં કરી લીધાં. તેમણે પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું ધારીને તેને નગર બહાર ઢસડી ગયા.


પણ પાઉલ નીચે ગયો, અને તેના પર પડીને તેને ઢંઢોળ્યો. તેણે કહ્યું, “ચિંતા ન કરશો, તે જીવે છે!”


સપ્તાહને પ્રથમ દિવસે અમે રોટલી ભાંગવાને એકઠા થયા.


પાઉલે લોકો સમક્ષ સંદેશો આપ્યો અને મધરાત સુધી બોલવાનું ચાલુ રાખ્યું. કારણ, તે બીજે દિવસે ત્યાંથી જવાનો હતો.


Lean sinn:

Sanasan


Sanasan