Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 20:22 - પવિત્ર બાઇબલ C.L.

22 અને હવે, પવિત્ર આત્માને આધીન થઈને મારું શું થશે એ જાણ્યા વગર હું યરુશાલેમ જઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 હવે જુઓ, હું આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતવાનું છે એ હું જાણતો નથી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 હવે જુઓ, હું પવિત્ર આત્માના બંધનમાં યરુશાલેમ જાઉં છું, ત્યાં મારા પર શું શું વીતશે એ હું જાણતો નથી;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 “પણ હવે મારે પવિત્ર આત્માને માન આપીને યરૂશાલેમ જવું જોઈએ. ત્યાં મારું શું થશે તે હું જાણતો નથી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 20:22
12 Iomraidhean Croise  

મારે એક બાપ્તિસ્મા પામવાનું છે; એ પરિપૂર્ણ થાય ત્યાં સુધી હું કેવી ભીંસમાં છું!


ઈસુને આકાશમાં લઈ લેવાના દિવસો નજીક આવ્યા એટલે તેમણે યરુશાલેમ જવા મનમાં નિર્ધાર કર્યો.


પાસ્ખાપર્વની આગળનો દિવસ હતો. આ દુનિયા છોડીને પિતા પાસે જવાનો સમય આવી પહોંચ્યો છે એવું જાણીને આ દુનિયામાં જેમના પર ઈસુ પ્રેમ રાખતા હતા તેઓ પર તેમણે અંત સુધી પ્રેમ રાખ્યો.


પોતા પર જે વીતવાનું છે તે બધું જાણતા હોવાથી ઈસુએ આગળ આવીને તેમને પૂછયું, “તમે કોને શોધો છો?” તેમણે જવાબ આપ્યો, “નાઝારેથના ઈસુને.”


પાઉલ સિલાસ અને તિમોથીની રાહ જોતો હતો. તેવામાં શહેરમાં અસંખ્ય મૂર્તિઓ જોઈને પાઉલનો જીવ અકળાઈ ઊઠયો.


એ બનાવો બન્યા પછી પાઉલે મકદોનિયા અને ગ્રીસમાં થઈને યરુશાલેમ જવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”


પાઉલે એફેસસને ટાળીને વહાણમાં જવાનો નિર્ણય કર્યો; જેથી આસિયાના પ્રદેશમાં જરા પણ સમય બગડે નહિ. શકાય હોય તો પચાસમાના પર્વના દિવસ પહેલાં તે યરુશાલેમ પહોંચી જવાની ઉતાવળમાં હતો.


ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે.


આવતીકાલે તમારા જીવનનું શું થશે તે તમે જાણો છો? તમે તો ધૂમ્મસ જેવા છો. જે થોડીવાર સુધી દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે.


પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને સ્પષ્ટ રીતે જણાવ્યું હતું તે પ્રમાણે હું જાણું છું કે ટૂંક સમયમાં જ હું આ વિનાશી શરીર છોડી જવાનો છું.


Lean sinn:

Sanasan


Sanasan