Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 20:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તમે જાણો છો કે જાહેરમાં અથવા તમારાં ઘરોમાં ઉપદેશ કરતાં કે શિક્ષણ આપતાં તમને મદદર્ક્તા નીવડે એવું કંઈપણ મેં તમારાથી પાછું રાખ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી જે કાંઈ વાત હિતકારક હોય તે તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી, પણ પ્રગટ રીતે તથા ઘેરઘેર તમને બોધ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જે કોઈ વચન લાભકારક હોય તે તમને જણાવવામાં હું અચકાયો નથી, પણ જાહેરમાં તથા ઘરેઘરે તમને ઉપદેશ કર્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 મેં હંમેશા તમારા માટે જે ઉત્તમ હતું તે જ કર્યુ છે. મેં લોકોની સમક્ષ જાહેરમાં ઈસુ વિષેની સુવાર્તા તમને કહી. અને તમારા ઘરોમાં પણ બોધ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 20:20
18 Iomraidhean Croise  

પ્રભુએ પોતાના મંદિરમાં તેને બોલવાનું કહ્યું: “મારા મંદિરના ચોકમાં ઊભો રહે અને યહૂદિયાનાં સર્વ નગરોમાંથી મારા મંદિરમાં ભક્તિ કરવા આવનાર લોકોને સંબોધીને મેં તને જે કહેવાની આજ્ઞા આપી છે તે બધું કહે; એક શબ્દ પણ છોડી દઈશ નહિ;


યર્મિયાએ ઉત્તર આપ્યો, “ભલે, હું તમારી વિનંતી પ્રમાણે તમારા ઈશ્વર પ્રભુને તમારે માટે પ્રાર્થના કરીશ અને પ્રભુ તમારે માટે જે જવાબ આપશે તે હું તમને જણાવીશ અને તેમાંથી કશું બાક્ત રાખીશ નહિ.”


તેમની સાથે તે ઉદાહરણો વિના બોલ્યા નહિ. પણ પોતાના શિષ્યોની સાથે એકલા હોય, ત્યારે તે તેમને બધું સમજાવતા.


તેઓ દરરોજ મંદિરમાં એકત્ર થતા હતા. તેઓ ઘેરઘેર પ્રેમભોજન લેતા અને આનંદથી એકબીજા મયે ખોરાક વહેંચીને ખાતા.


તમને ઈશ્વરનો સમગ્ર ઉદ્દેશ જણાવવામાં મેં કંઈ બાકી રાખ્યું નથી.


તેથી સાવધ રહેજો અને યાદ રાખજો કે રાતદિવસ ઘણાં આંસુઓ સારીને મેં તમ સર્વને ત્રણ વર્ષ સુધી શિક્ષણ


અને અમુક રકમ પોતાને માટે રાખી મૂકી; તેની પત્નીને તેની ખબર હતી. તેણે બાકીની રકમ પ્રેષિતોને સોંપી દીધી.


પછી મંદિરમાં અને લોકોનાં ઘરમાં તેમણે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષેના શુભસંદેશનું શિક્ષણ અને તેનો પ્રચાર ચાલુ રાખ્યાં.


સૌનું ભલું થાય માટે દરેક બાબતમાં કોઈને કોઈ રીતે આત્માની દોરવણી મળે છે.


ભાઈઓ, જો હું તમારી મુલાકાત લઉં અને અન્ય ભાષાઓમાં બોલું તો તેથી તમને શો ફાયદો થાય? કશો જ નહિ, માત્ર હું ઈશ્વર તરફથી કંઈક પ્રગટીકરણ, જ્ઞાન, ઈશ્વરપ્રેરિત સંદેશો કે શિક્ષણ લાવું તો જ ફાયદો થાય.


મને પરંપરાથી પ્રાપ્ત થયેલો અને જે મેં તમને પણ જણાવ્યો એ સંદેશ સૌથી મહત્ત્વનો છે: ધર્મશાસ્ત્રમાં લખેલું છે તે જ મુજબ ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા,


“મારા ઈશ્વર પ્રભુએ મને ફરમાવ્યા પ્રમાણે હું તમને નિયમો અને આદેશો શીખવું છું, જેથી જે દેશમાં પ્રવેશ કરી તમે તેનો કબજો લેવાના છો તેમાં તમે તેમનું પાલન કરો.


અંતમાં, મારા ભાઈઓ, પ્રભુમાં હંમેશાં આનંદ કરો. એની એ જ વાત ફરીથી લખતાં મને કંટાળો આવતો નથી. તે તો તમારી સલામતીને માટે છે.


તેથી અમે સર્વ માણસોની આગળ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અમે સર્વ માણસોને જ્ઞાનપૂર્વક ચેતવણી આપીએ છીએ અને શીખવીએ છીએ કે જેથી અમે સૌને તેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી પરિપૂર્ણતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ તરીકે ઈશ્વરની સમક્ષ રજૂ કરી શકીએ.


શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.


Lean sinn:

Sanasan


Sanasan