Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 20:17 - પવિત્ર બાઇબલ C.L.

17 પાઉલે મિલેતસથી એફેસસ સંદેશો મોકલ્યો કે મંડળીના આગેવાનો તેને મળવા આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 પછી તેણે મિલેતસથી એફેસસ [સંદેશો] મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી તેણે મિલેતસથી એફેસસમાં (સંદેશો) મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પાઉલે મિલેતસથી પાછો એક સંદેશો એફેસસમાં મોકલ્યો. પાઉલે એફેસસના વડીલોને પોતાની પાસે આવવા નિમંત્રણ પાઠવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 20:17
15 Iomraidhean Croise  

ત્યારે તેમણે તે પ્રમાણે કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની સાથે મંડળીના આગેવાનો પર રાહતફાળો મોકલી આપ્યો.


પ્રત્યેક મંડળીમાં તેમણે આગેવાનો નીમ્યા; અને તેમને પ્રાર્થના તથા ઉપવાસ કરીને જેમના પર તેમણે વિશ્વાસ મૂક્યો હતો તે પ્રભુને સોંપ્યા.


તેમની મારફતે તેમણે આવો પત્ર પાઠવ્યો: “અંત્યોખ, સિરિયા અને કિલીકિયામાં વસતા બધા બિનયહૂદી ભાઈઓને અમારી એટલે, પ્રેષિતો, આગેવાનો તથા તમારા ભાઈઓની શુભેચ્છા.


તેઓ યરુશાલેમમાં આવ્યા એટલે મંડળીએ, પ્રેષિતોએ અને આગેવાનોએ તેમનો આદરસત્કાર કર્યો અને ઈશ્વરે તેમને માટે કરેલાં બધાં કાર્યો તેમણે તેમને જણાવ્યાં.


પ્રેષિતો અને આગેવાનો આ પ્રશ્ર્નની વિચારણા કરવા એકત્ર થયા.


નગરેનગર જતાં જતાં તેઓ પ્રેષિતો અને યરુશાલેમના આગેવાનોએ ઠરાવેલા નિયમો વિશ્વાસીઓને જણાવતા ગયા, અને તેમને એ નિયમો પાળવાનું કહેતા ગયા.


એફેસસમાં આવી પહોંચતાં પાઉલ પ્રિસ્કીલા તથા આકુલાથી છૂટો પડયો. ભજનસ્થાનમાં જઈને તેણે યહૂદીઓ સાથે ચર્ચા કરી.


ત્યાંથી અમે વહાણ હંકાર્યું અને બીજે દિવસે ખીઓસ પહોંચ્યા. એક દિવસ પછી અમે સામોસ આવ્યા અને પછી બીજે દિવસે મિલેતસ આવી પહોંચ્યા.


તમારી પોતાની તેમ જ પવિત્ર આત્માએ તમને સોંપેલા આખા ટોળાની સંભાળ રાખો. ઈશ્વરની મંડળી, જેને તેમણે પોતાના લોહી દ્વારા ખરીદી લીધી છે તેનું પાલન કરો.


જે આગેવાનો સારી રીતે કાર્ય કરતા હોય અને ખાસ કરીને ઉપદેશ ને શિક્ષણમાં પરિશ્રમ ઉઠાવતા હોય તો તેમને બમણા વેતનને પાત્ર ગણવા જોઈએ.


તું ક્રીત ટાપુમાં આૂરાં કાર્યોની વ્યવસ્થા કરે અને દરેક શહેરમાં મંડળીના આગેવાનોની નિમણૂક કરે તે માટે મેં તને ત્યાં રાખ્યો છે. મારી સૂચનાઓ ધ્યાનમાં રાખજે.


તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે મંડળીના આગેવાનોને બોલાવવા જોઈએ. તેઓ પ્રભુને નામે તેના માથા પર તેલ ચોળીને પ્રાર્થના કરે.


મંડળીના આગેવાનોને સાથી આગેવાન તરીકે હું વિનંતી કરું છું. હું ખ્રિસ્તના દુ:ખોને નજરોનજર જોનાર સાક્ષી છું અને પ્રગટ થનાર મહિમામાં મને ભાગ મળનાર છે.


ઈશ્વરે પસંદ કરેલી બહેન તથા તેનાં બાળકોને, વડીલબધું તરફથી શુભેચ્છા. હું તમારા પર સાચા દિલથી પ્રેમ કરું છું. માત્ર હું જ નહિ, પણ સત્ય જાણનાર સૌ તમારા પર પ્રેમ કરે છે.


વડીલબધું તરફથી પ્રિય ગાયસને શુભેચ્છા. તારા પર હું પ્રેમ રાખું છું.


Lean sinn:

Sanasan


Sanasan