Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 20:1 - પવિત્ર બાઇબલ C.L.

1 હુલ્લડ શમી ગયા પછી પાઉલે વિશ્વાસીઓને એકત્રિત કર્યા, અને તેમને ઉત્તેજનદાયક વચનો કહીને તેમની વિદાય લીધી. પછી તે ત્યાંથી નીકળીને મકદોનિયા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તોફાન બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા માટે તે નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હંગામો બંધ થયા પછી પાઉલે શિષ્યોને બોલાવીને તેઓને બોધ કર્યો, અને તેમની વિદાય લઈને મકદોનિયા જવા સારુ નીકળ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 જ્યારે મુશ્કેલીનો અંત આવ્યો ત્યારે પાઉલે શિષ્યોને તેની પાસે બોલાવ્યા, તેમને પ્રોત્સાહિત કર્યા. પછી તેઓને તેણે છેલ્લી સલામ પાઠવી અને મકદોનિયાનો પ્રવાસ શરૂ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 20:1
20 Iomraidhean Croise  

હવે વૃદ્ધાવસ્થાને કારણે ઇઝરાયલની આંખોનું તેજ ઘટી ગયું હતું, એટલે તેને બરાબર દેખાતું નહોતું. આથી યોસેફ તેમને યાકોબની પાસે લઈ આવ્યો અને તેણે તેમને ભેટીને ચુંબન કર્યું.


તે તેને મળ્યો, અને તેને અંત્યોખ લઈ આવ્યો. એક આખા વર્ષ સુધી તેઓ બન્‍ને મંડળીના લોકોને મળતા રહ્યા અને મોટા જનસમુદાયને શિક્ષણ આપ્યું. શિષ્યો સૌ પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.


ત્યાંથી અમે જમીનમાર્ગે ફિલિપ્પી ગયા. એ તો મકદોનિયા જિલ્લાનું અગ્રગણ્ય શહેર અને રોમનોનું સંસ્થાન છે. અમે એ શહેરમાં ઘણા દિવસ રહ્યા.


તે રાત્રે પાઉલને સંદર્શન થયું અને તેમાં તેણે એક માણસને ઊભો થઈને આજીજી કરતાં જોયો, “મકદોનિયા આવીને અમને સહાય કરો.”


એ બનાવો બન્યા પછી પાઉલે મકદોનિયા અને ગ્રીસમાં થઈને યરુશાલેમ જવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”


પણ પાઉલ નીચે ગયો, અને તેના પર પડીને તેને ઢંઢોળ્યો. તેણે કહ્યું, “ચિંતા ન કરશો, તે જીવે છે!”


એ પ્રદેશોમાં ફરીને તેણે લોકોને ઘણા સંદેશા આપીને પ્રોત્સાહિત કર્યા. પછી તે ગ્રીસ આવ્યો.


ત્યાં તે ત્રણ માસ રહ્યો. તે સિરિયા જવાની તૈયારી કરતો હતો ત્યારે ખબર પડી કે યહૂદીઓ તેની વિરુદ્ધ કાવતરું ઘડતા હતા. તેથી તેણે મકદોનિયા થઈને પાછા જવાનો નિર્ણય કર્યો.


સૌ તેને ભેટીને ચુંબન કરી વિદાય આપતાં રડતા હતા.


તે આવું છે: વાણીથી અને કાર્યોથી, ચિહ્નોથી, ચમત્કારોથી અને પવિત્ર આત્માના સામર્થ્યથી બિનયહૂદીઓ ઈશ્વરને આધીન થયા છે. યરુશાલેમથી ઈલુરીકમ સુધી ખ્રિસ્તનો સંદેશો મેં પૂરેપૂરો પ્રગટ કર્યો છે.


સંગતના પ્રતીક્સમા પવિત્ર ચુંબન દ્વારા એકબીજાને શુભેચ્છા પાઠવજો. ખ્રિસ્તની સર્વ મંડળીઓ તમને શુભેચ્છા પાઠવે છે.


અહીંના સર્વ ભાઈઓ તમને શુભેચ્છા પાઠવે છે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને શુભેચ્છા પાઠવજો.


મકદોનિયા ગયા પછી હું તમારી મુલાકાત લઈશ. કારણ, હું મકદોનિયામાં થઈને પસાર થવાનો છું.


ભ્રાતૃભાવના પ્રતીકરૂપ ચુંબનથી એકબીજાને શુભેચ્છા પાઠવજો.


મકદોનિયા આવ્યા પછી પણ અમને કંઈ આરામ મળ્યો નહિ. ચોતરફ મુશ્કેલીઓ હતી - બહાર સંઘર્ષ અને અમારાં હૃદયોમાં બીક હતાં.


સર્વ ભાઈઓને પ્રેમના પ્રતીકરૂપ ચુંબનથી શુભેચ્છા પાઠવજો.


મકદોનિયા જતી વખતે મેં તને વિનંતી કરી હતી તેમ તું એફેસસમાં રોકાઈ જા એવી મારી ઇચ્છા છે. ત્યાં કેટલાક લોકો જૂઠા સિદ્ધાંતો શીખવે છે અને તેમ ન કરવા તારે તેમને આજ્ઞા કરવી જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan