Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 2:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તે સમયે ત્યાં દુનિયાના દરેક દેશમાંથી યરુશાલેમ આવેલા ધાર્મિક યહૂદીઓ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 હવે આકાશ નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હવે આકાશની નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 આ સમયે યરૂશાલેમમાં કેટલાક ધાર્મિક યહૂદિઓ રહેતા હતા. દુનિયાના દરેક દેશમાંના આ માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 2:5
17 Iomraidhean Croise  

“તમારા ખેતરમાં વાવેલું પાકે ત્યારે પાકના પ્રથમ ઉતારથી તમે કાપણીનું પર્વ ઊજવો. “પાનખર ઋતુમાં તમે તમારી વાડીઓમાંથી ફળ એકઠાં કરો ત્યારે સંગ્રહપર્વ પાળો.


હું સર્વ પ્રજાઓ અને ભાષાઓના લોકોને એકઠા કરવા આવી રહ્યો છું. તેઓ આવીને મારું ગૌરવ જોશે.


સર્વસમર્થ પ્રભુએ ઝખાર્યાને આ સંદેશ આપ્યો:


ઈશ્વરના રાજનો આ શુભસંદેશ સમગ્ર દુનિયામાં બધી પ્રજાઓને સાક્ષી તરીકે પ્રગટ કરવામાં આવે તે પછી જ અંત આવશે.


જેમ આકાશના એક છેડેથી બીજા છેડા સુધી વીજળી ચમકે છે, તેમ માનવપુત્રનું આગમન તે દિવસે થશે.


યરુશાલેમમાં શિમયોન નામે એક ભલો અને ઈશ્વરની બીક રાખનાર માણસ રહેતો હતો. તે ઇઝરાયલના ઉદ્ધારની રાહ જોતો હતો.


તેઓ ઉદાસ ચહેરે થંભી ગયા. કલીઓપાસે તેમને પૂછયું, “યરુશાલેમમાં ઊતર્યા હોવા છતાં માત્ર તમે જ એવા છો કે જેમને છેલ્લા થોડાક દિવસો દરમિયાન ત્યાં બનેલા બનાવોની ખબર નથી.” તેમણે પૂછયું, “કયા બનાવો?”


પર્વ સમયે યરુશાલેમમાં ભજન કરવા આવેલા લોકોમાં કેટલાક ગ્રીકો પણ હતા.


તે ધાર્મિક માણસ હતો. તે અને તેનું આખું કુટુંબ ઈશ્વરની ભક્તિ કરતાં હતાં. તે ગરીબ યહૂદી લોકોને ઘણી મદદ કરતો, અને હમેશાં ઈશ્વરની પ્રાર્થના કરતો હતો.


પછી તેની સાથે વાત કરનાર દૂત જતો રહ્યો. કર્નેલ્યસે ઘરના બે નોકરોને અને એક સૈનિક જે ધાર્મિક માણસ અને તેનો અંગત સેવક હતો, તેમને બોલાવ્યા


પણ યહૂદીઓએ શહેરના અગ્રગણ્ય માણસોને તેમજ ઉચ્ચ સામાજિક દરજ્જો ધરાવનાર અને ભક્તિભાવી સ્ત્રીઓને ઉશ્કેર્યાં. તેમણે પાઉલ અને બાર્નાબાસની સતાવણી શરૂ કરી અને તેમને તેમના પ્રદેશમાંથી કાઢી મૂક્યા.


પચાસમાના પર્વના દિવસે બધા વિશ્વાસીઓ એકત્ર થયા હતા.


“ત્યાં અનાન્યા નામે એક માણસ રહેતો હતો. તે આપણા નિયમશાસ્ત્રને આધીન રહેનાર ધાર્મિક માણસ હતો, અને દમાસ્ક્સમાં વસતા યહૂદીઓ તેનું ખૂબ માન રાખતા હતા.


કેટલાક ભાવિક માણસોએ ભારે રુદન અને શોક સાથે સ્તેફનને દફનાવ્યો.


તેથી ફિલિપ ઊઠીને ગયો. ઈથિયોપિયાની રાણી ક્ંડાકેના ખજાનાનો ઉપરી અધિકારી પોતાને ઘેર જતો હતો. તે યરુશાલેમમાં ઈશ્વરનું ભજન કરવા ગયો હતો,


આજથી હું સર્વત્ર બધી પ્રજાઓમાં તમારો એવો ડર અને ધાક બેસાડીશ કે તેઓ તમારાં નામ માત્રથી ધ્રૂજી ઊઠશે અને ત્રાસ પામશે.


અલબત્ત, તમારે મજબૂત અને મક્કમ પાયા પર વિશ્વાસુપણે ચાલુ રહેવું જોઈએ, અને તમે શુભસંદેશ સાંભળ્યો ત્યારે તમને પ્રાપ્ત થયેલી આશામાંથી તમારે ચલિત થવું જોઈએ નહિ. એ શુભસંદેશ તો દુનિયામાં સૌને પ્રગટ કરવામાં આવ્યો છે અને હું પાઉલ એનો સેવક બન્યો છું.


Lean sinn:

Sanasan


Sanasan