Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 2:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને પવિત્ર આત્માએ પ્રત્યેકને આપેલી શક્તિ પ્રમાણે તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષાઓમાં બોલવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને તેઓએ જુદી જુદી ભાષાઓ બોલવાનું શરૂ કર્યુ. પવિત્ર આત્માએ તેઓને આ કરવાનું સાર્મથ્ય આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 2:4
55 Iomraidhean Croise  

“પ્રભુનો આત્મા મારા દ્વારા બોલે છે; તેમનો સંદેશો મારા હોઠ પર છે.


તેથી જો તમે મારું નહિ સાંભળો તો ઈશ્વર અન્ય ભાષા બોલનાર પરદેશીઓ મારફતે તમને પાઠ ભણાવશે.


તે કહે છે, “તો મેં તમને આપેલો આત્મા અને તમારા મુખમાં મૂકેલાં મારાં વચનો તમારાં, તમારાં સંતાનોનાં કે તેમના વંશજોની સાથે સદા રહેશે; અને ક્યારેય જતાં રહેશે નહિ.” આ તો પ્રભુનાં વચન છે.


તેથી પ્રભુ, હું તમારા કોપથી ભરપૂર છું અને એને શમાવી રાખીને હું ત્રાસી ગયો છું.” પછી પ્રભુએ મને કહ્યું, “તો પછી મારો કોપ શેરીમાં રમતાં બાળકો પર અને યુવાનોનાં ટોળાંઓ પર ઉતાર. પતિપત્ની, અબાલવૃદ્ધ સૌ તેનો ભોગ બનશે.


પછી દેશનિકાલ થયેલા તારા લોકો, એટલે તારા દેશબાંધવો પાસે જા અને કહે કે, ‘આ પ્રભુ પરમેશ્વરનો સંદેશ છે.’ પછી ભલે તેઓ સાંભળે કે ન સાંભળે.’


પરંતુ ઇઝરાયલના લોકોને તેમનાં પાપ કહી દેખાડવા માટે પ્રભુનો આત્મા મને સામર્થ્ય, વિવેકબુદ્ધિ અને હિંમતથી ભરપૂર કરે છે.


જ્યારે તમારો ન્યાય કરવામાં આવે ત્યારે શું બોલવું અથવા કેવી રીતે બોલવું તે સંબંધી ચિંતા ન કરો. તમારે જે કહેવાનું છે તે તે જ સમયે તમને આપવામાં આવશે.


વિશ્વાસીઓને પરાક્રમી ચમત્કારો કરવાનું દાન અપાશે; તેઓ મારે નામે દુષ્ટાત્માઓને કાઢશે; તેઓ અજાણી ભાષાઓ બોલશે.


ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દ્રાક્ષાસવ કે જલદ પીણું પીશે નહિ. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે.


એલીસાબેતે મિર્યામની શુભેચ્છા સાંભળી કે તરત જ બાળક તેના પેટમાં કૂદયું. એલીસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટે સાદે કહ્યું,


યોહાનના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈશ્વરનો સંદેશો કહ્યો,


કારણ, તમારે શું કહેવું તે પવિત્ર આત્મા તમને તે જ ઘડીએ શીખવશે.”


કારણ, હું તમને એવા શબ્દો અને ડહાપણ આપીશ કે તમારા શત્રુઓમાંનો કોઈ તમે જે કંઈ કહેશો તેનો વિરોધ કે નકાર કરી શકશે નહિ.


ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા, અને પવિત્ર આત્મા તેમને વેરાન પ્રદેશમાં લઈ ગયો.


સહાયક, એટલે કે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલશે, તે તમને બધું સમજાવશે, અને મેં તમને જે જે કહ્યું તેની તમને યાદ દેવડાવશે.


એમ કહીને તેમણે શિષ્યો પર શ્વાસ ફૂંક્યો અને કહ્યું, “તમને પવિત્ર આત્મા પ્રાપ્ત થાઓ.


યોહાને પાણીથી તમારું બાપ્તિસ્મા કર્યું હતું, પણ થોડા દિવસ પછી પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરાશે.”


પણ જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી બનશો.”


કારણ, તેમણે તેમને જુદી જુદી ભાષામાં બોલતા અને ઈશ્વરની મહાનતા વિષે પ્રશંસા કરતા સાંભળ્યા. પિતર બોલી ઊઠયો,


“આપણી જેમ જ આ લોકો પણ પવિત્ર આત્મા પામ્યા છે. તો પછી પાણીથી બાપ્તિસ્મા લેવાને તેમને કોણ રોકી શકે?”


મેં બોલવાની શરૂઆત કરી ત્યારે, આરંભમાં પવિત્ર આત્મા જેમ આપણી પર ઊતરી આવ્યો હતો, તેમ તેમના પર ઊતરી આવ્યો.


બાર્નાબાસ પવિત્ર આત્મા અને વિશ્વાસથી ભરપૂર હતો અને સારો માણસ હતો. ઘણા લોકોને પ્રભુ તરફ દોરી લાવવામાં આવ્યા.


પણ અંત્યોખના શિષ્યો તો આનંદથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતા.


ત્યારે શાઉલ, જે પાઉલ તરીકે પણ ઓળખાય છે, તેણે પવિત્ર આત્માથી ભરપૂર થઈને જાદુગરની સામે તાકીને કહ્યું,


માણસોનાં અંત:કરણ પારખનાર ઈશ્વરે આપણા સંબંધમાં કર્યું તેમ બિનયહૂદીઓને પણ પવિત્ર આત્મા આપીને તેમના સંબંધમાં પોતાની અનુમતિ દર્શાવી.


પાઉલે તેમના પર પોતાના હાથ મૂક્યા, ત્યારે પવિત્ર આત્મા તેમના પર આવ્યો; તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા અને ઈશ્વરનો સંદેશ પણ પ્રગટ કરવા લાગ્યા,


આપણામાંના કેટલાક રોમમાંથી આવેલા યહૂદીઓ અને યહૂદી ધર્મ સ્વીકારનાર બિનયહૂદીઓમાંના છે; આપણામાંના કેટલાક ક્રીત અને અરબસ્તાનના છે અને છતાં આપણે બધા તેમને આપણી પોતપોતાની ભાષામાં ઈશ્વરે કરેલાં મહાન કાર્યો વિષે બોલતાં સાંભળીએ છીએ.”


પછી તેમણે જુદી જુદી જ્યોતમાં ફૂટતી અગ્નિની જ્વાળા જેવું જોયું, અને ત્યાં દરેક વ્યક્તિ પર અલગ અલગ જ્યોત સ્થિર થઈ.


તેઓ પ્રાર્થના કરી રહ્યા ત્યારે તેઓ મળ્યા હતા તે ઘર હાલી ઊઠયું. તેઓ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને ઈશ્વરનો સંદેશ હિંમતથી બોલવા લાગ્યા.


પિતરે પવિત્ર આત્માથી પ્રેરાઈને તેમને જવાબ આપ્યો, “લોકોના આગેવાનો અને વડીલો;


તેથી ભાઈઓ, તમે પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હોય એવા સાત સેવકો તમારામાંથી પસંદ કરો. અમે તેમને એ જવાબદારી સોંપીશું.


પ્રેષિતોની દરખાસ્ત બધાને ગમી ગઈ. તેથી તેમણે સ્તેફન, જે વિશ્વાસથી અને પવિત્ર આત્માથી ભરપૂર હતો તેને, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને બિનયહૂદીઓમાંથી યહૂદી બનેલા અને અંત્યોખમાંથી આવેલ નિકોલસને પસંદ કર્યા.


સ્તેફનને ઈશ્વરે પુષ્કળ આશિષ આપી હતી. તે સામર્થ્યથી ભરપૂર માણસ હતો. તેણે લોકો મયે મહાન ચમત્કારો અને અદ્‍ભુત કાર્યો કર્યાં.


પણ સ્તેફને પવિત્ર આત્માથી ભરપૂર થઈને આકાશ તરફ જોયું. તેણે ઈશ્વરનું ગૌરવ જોયું અને ઈશ્વરની જમણી તરફ ઈસુને ઊભેલા જોયા.


પછી પિતર અને યોહાને તેમના પર પોતાના હાથ મૂક્યા એટલે તેઓ પવિત્ર આત્મા પામ્યા.


તેથી અનાન્યા ગયો અને ઘરમાં પ્રવેશીને તેણે શાઉલના માથા પર હાથ મૂકીને કહ્યું, “ભાઈ શાઉલ, તું અહીં આવતો હતો ત્યારે રસ્તા પર તને દર્શન આપનાર ઈસુ એટલે પ્રભુએ પોતે મને મોકલ્યો છે. તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે તેમણે મને મોકલ્યો છે.”


હવે ઈશ્વર, જે આશાનું મૂળ છે, તે તેમના પરના તમારા વિશ્વાસની મારફતે તમને આનંદ તથા શાંતિથી ભરી દો; જેથી પવિત્ર આત્માના સામર્થ્યથી તમારી આશા સતત વૃદ્ધિ પામતી જાય.


આત્મા કોઈને ચમત્કાર કરવાનું સામર્થ્ય આપે છે, તો કોઈને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ આપે છે; તો વળી કોઈને આત્મા પારખવાની શક્તિ આપે છે. તે જ આત્મા અન્ય ભાષાઓ બોલવાનું સામર્થ્ય આપે છે, અને તે ભાષાનું અર્થઘટન કરવાની શક્તિ આપે છે.


જો કે હું માણસોની અને દૂતોની ભાષામાં બોલું, પણ મારામાં પ્રેમ ન હોય, તો પછી મારી બોલી ખાલી બડબડાટ કરનાર જેવી એટલે કે રણકાર કરનાર ઘંટ અને ઘોંઘાટ કરનાર થાળી જેવી છે.


પ્રેમ સનાતન છે. આગાહી કરવાનું દાન હોય તો તે કાયમ રહેવાનું નથી. અન્ય ભાષાઓમાં બોલવાની બક્ષિસ હોય, તો તે ધીમે ધીમે અટકી જશે. જ્ઞાન હોય, તો તે ચાલ્યું જશે.


હું ઈશ્વરનો આભાર માનું છું કે તમારા બધા કરતાં હું અન્ય ભાષાઓમાં વધારે બોલું છું.


તમ સૌ અન્ય ભાષાઓ બોલતા થાઓ એવું હું ઇચ્છું છું તો ખરો, પણ વિશેષે કરીને સૌને ઈશ્વરનો સંદેશો પ્રગટ કરવાની બક્ષિસ મળે એમ હું ઇચ્છું છું. કારણ, સમગ્ર મંડળીની ઉન્‍નતિ માટે અન્ય ભાષાઓનું ભાષાન્તર કરનાર કોઈ ન હોય તો ઈશ્વરનો સંદેશો પ્રગટ કરનારનું મૂલ્ય અન્ય ભાષાઓ બોલનારના કરતાં વિશેષ છે.


વળી, તમે તેમનો પ્રેમ જાણી શકો - જો કે એ તો કયારેય સંપૂર્ણ રીતે કદી જાણી શકાય નહિ - જેથી તમે ઈશ્વરની બધી પરિપૂર્ણતાથી પૂર્ણ થાઓ.


દારૂ પીને છાકટા ન બનો, એ તો બરબાદ કરનારું વ્યસન છે; એને બદલે, પવિત્ર આત્માથી ભરપૂર થાઓ.


આ બધું પ્રાર્થનાપૂર્વક કરો અને ઈશ્વરની મદદ માગો. જેમ પવિત્ર આત્મા દોરવણી આપે તેમ સર્વ પ્રસંગે પ્રાર્થના કરો. આ કારણથી હંમેશાં જાગૃત રહો અને તેમ કરવાનું કદી પડતું ન મૂકો. સર્વ સમયે ઈશ્વરના સર્વ લોકને માટે પ્રાર્થના કરો.


આ સંદેશવાહકો એ બાબતો વિષે બોલ્યા ત્યારે તેમનું એ કાર્ય તેમના પોતાના નહિ, પણ તમારા લાભ માટે હતું એવું ઈશ્વરે તેમને જણાવ્યું હતું. આકાશમાંથી મોકલાયેલા પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા શુભસંદેશના સંદેશકો પાસેથી તમે હાલ એ જ બાબતો વિષે સાંભળ્યું છે. દૂતો પણ એ બાબતો સમજવાની ઝંખના રાખે છે.


કારણ, કોઈ પણ ભવિષ્યકથન માનવી ઇચ્છા પ્રમાણે આવ્યું નથી; પણ ઈશ્વરના પવિત્ર સંદેશવાહકો પવિત્ર આત્માની પ્રેરણાથી એ બોલ્યા હતા.


એલીએ તેને કહ્યું, “તું ક્યાં સુધી પીવાની લતમાં રહીશ? દ્રાક્ષાસવ પીવાનું છોડી દે.”


શાઉલ અને તેનો નોકર ગિબ્યામાં આવ્યા એટલે સંદેશવાહકોની ટોળી તેમને મળી. ઈશ્વરના આત્માએ શાઉલનો એકાએક કબજો લીધો એટલે તે પણ તલ્લીન થઇને સંદેશા ઉચ્ચારવા લાગ્યો.


Lean sinn:

Sanasan


Sanasan