Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 19:21 - પવિત્ર બાઇબલ C.L.

21 એ બનાવો બન્યા પછી પાઉલે મકદોનિયા અને ગ્રીસમાં થઈને યરુશાલેમ જવાનો નિર્ણય કર્યો. તેણે કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 આ બનાવ બન્યા પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને યરુશાલેમ જવાનો મનમાં નિશ્ચય કર્યો, ને કહ્યું, “ત્યાં ગયા પછી મારે રોમ પણ જવું જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 આ બિના બન્યા પછી, પાઉલે યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે મકદોનિયા તથા અખાયાના પ્રદેશમાં થઈને પછી યરૂશાલેમ જવાની યોજના કરી. પાઉલે વિચાર્યુ, “મારી યરૂશાલેમની મુલાકાત પછી મારે રોમની મુલાકાત લેવી જોઈએ.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 19:21
31 Iomraidhean Croise  

પ્રભુએ નિર્મિત કર્યું હોય એ સિવાય કોઈથીય કશું કરી શકાય છે?


ત્યાંથી અમે જમીનમાર્ગે ફિલિપ્પી ગયા. એ તો મકદોનિયા જિલ્લાનું અગ્રગણ્ય શહેર અને રોમનોનું સંસ્થાન છે. અમે એ શહેરમાં ઘણા દિવસ રહ્યા.


ગાલિયો ગ્રીસનો રોમન રાજ્યપાલ બન્યો ત્યારે યહૂદીઓએ એકત્ર થઈને પાઉલને પકડયો અને તેને કોર્ટમાં લઈ ગયા.


એને બદલે, જતાં જતાં તેણે તેમને કહ્યું, “ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ.” અને એમ તે એફેસસથી જળમાર્ગે આગળ ગયો.


તેથી તેણે પોતાના બે મદદનીશો તિમોથી અને એરાસ્તસને મકદોનિયા મોકલ્યા, જ્યારે પોતે આસિયાના પ્રદેશમાં થોડો વધુ સમય રહ્યો.


આખા શહેરમાં ધાંધલ મચ્યું, લોકોનાં ટોળાએ પાઉલની સાથે ફરનારા ગાયસ અને આરિસ્તાર્ખસ નામના મકદોનિયાના બેને પકડયા અને તેઓ તેમને લઈને સભાગૃહમાં ધસ્યા.


પાઉલે એફેસસને ટાળીને વહાણમાં જવાનો નિર્ણય કર્યો; જેથી આસિયાના પ્રદેશમાં જરા પણ સમય બગડે નહિ. શકાય હોય તો પચાસમાના પર્વના દિવસ પહેલાં તે યરુશાલેમ પહોંચી જવાની ઉતાવળમાં હતો.


અને હવે, પવિત્ર આત્માને આધીન થઈને મારું શું થશે એ જાણ્યા વગર હું યરુશાલેમ જઉં છું.


અમે યરુશાલેમ આવી પહોંચ્યા એટલે ભાઈઓએ અમારો ઉમળક્ભેર સત્કાર કર્યો.


ત્યાં અમને થોડા વિશ્વાસીઓ મળ્યા, અને અમે તેમની સાથે એક સપ્તાહ રહ્યા. પવિત્ર આત્માની પ્રેરણાથી તેમણે પાઉલને યરુશાલેમ ન જવા જણાવ્યું.


એ પછીની રાતે પ્રભુએ પાઉલની પાસે ઊભા રહીને કહ્યું, “હિંમત રાખજે, તેં અહીં યરુશાલેમમાં મારા વિષે સાક્ષી આપી છે, અને તારે રોમમાં પણ સાક્ષી આપવાની છે.”


અમારે વહાણમાં બેસી ઇટાલી જવું એવું નક્કી થયું એટલે તેમણે પાઉલ અને બીજા કેટલાક કેદીઓને “સમ્રાટની ટુકડી” નામે ઓળખાતી રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસને સુપરત કર્યા.


‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે; અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર બધાનાં જીવન તને આપ્યાં છે.’


અમે રોમમાં આવી પહોંચ્યા એટલે પાઉલને એક સૈનિકના પહેરા નીચે સ્વતંત્ર રહેવા દેવામાં આવ્યો.


તમને મળવાની મને બહુ ઇચ્છા છે; કારણ, મારે તમને દૃઢ કરવા કંઈક આત્મિક ભેટ આપવી છે.


ભાઈઓ, જેમ બીજા વિધર્મીઓમાં મારા કાર્યનું પરિણામ આવે છે, તેમ તમારામાં પણ આવે તે માટે મેં ઘણીવાર તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી, પણ દરેક વખતે કંઈ ને કંઈ અડચણ પડી છે.


તેથી તમ રોમમાં વસનારાઓને પણ હું શુભસંદેશ પ્રગટ કરવા આતુર છું.


મકદોનિયા ગયા પછી હું તમારી મુલાકાત લઈશ. કારણ, હું મકદોનિયામાં થઈને પસાર થવાનો છું.


પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી મુલાકાત જલદી લઈશ. તે વખતે એ ગર્વિષ્ઠો શું કહે છે તે જ નહિ, પણ તેઓ શું કરી શકે છે તેની પણ હું જાતે જ તપાસ કરીશ.


તે પછી તમારાથી દૂરના બીજા પ્રદેશોમાં અમે શુભસંદેશ પ્રગટ કરી શકીશું; જેથી બીજાના કાર્યક્ષેત્રમાં થયેલ કાર્યની બડાઈ અમે મારીએ નહિ. શાસ્ત્રમાં લખેલું છે:


ફરીથી ચૌદ વર્ષ પછી હું બાર્નાબાસ સાથે યરુશાલેમ પાછો ગયો. તે વખતે હું તિતસને પણ મારી સાથે લઈ ગયો હતો.


આમ, તમે મકદોનિયા અને આખાયાના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ બન્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan