Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 19:19 - પવિત્ર બાઇબલ C.L.

19 જાદુવિદ્યા કરનારાઓએ તેમનાં પુસ્તકો એકઠાં કરીને બધાની હાજરીમાં બાળી નાખ્યાં. તેમણે એ પુસ્તકોનું મૂલ્ય આંકાયું તો તે ચાંદીના પચાસ હજાર સિક્કા જેટલું થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ઘણા જાદુગરોએ પોતાનાં પુસ્તકો એકત્ર કરીને સર્વના જોતાં તેઓને બાળી નાખ્યાં. તેઓનું મૂલ્ય ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 કેટલાક વિશ્વાસીઓએ જાદુનો ઉપયોગ કર્યો. આ વિશ્વાસીઓ તેઓની જાદુઇ ચોપડીઓ લાવ્યા અને સર્વના દેખતાં તેઓને બાળી નાખ્યા; આ પુસ્તકોની કિંમત લગભગ 50,000 ચાંદીના સિક્કા હતી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 19:19
23 Iomraidhean Croise  

આથી તેમણે પોતાની પાસેના બધા પારકા દેવો તથા કાનમાંનાં કુંડળો યાકોબને સોંપી દીધાં અને યાકોબે તેમને શખેમ પાસેના મસ્તગી વૃક્ષ નીચે દાટી દીધાં.


પ્રભુને વફાદાર નહિ હોવાને લીધે શાઉલ મરણ પામ્યો. પ્રભુની આજ્ઞાનો અનાદર કરીને તેણે મૃતાત્માને સાધીને માર્ગદર્શન આપનારની સલાહ લેવાનો પ્રયાસ કર્યો;


તેણે બેનહિન્‍નોમની ખીણમાં પોતાના પુત્રોનાં દહનબલિ ચઢાવ્યાં. તેણે જોષ અને જાદુક્રિયાનો આશરો લીધો અને ભવિષ્યવેત્તાઓ અને ભૂતપ્રેતનો સંપર્ક સાયો. તેણે પ્રભુ વિરુદ્ધ અઘોર પાપો કરી તેમનો કોપ વહોરી લીધો.


પછી તેમણે બનાવેલો વાછરડો તેણે આગમાં પીગાળી નાખ્યો. તેણે તેનો ભાંગીને ભૂક્કો કર્યો અને પાણીમાં મેળવી દઈને તે પાણી સર્વ ઇઝરાયલીઓને પીવડાવ્યું.


ત્યારે ફેરોએ પણ જ્ઞાનીઓને તથા જાદુગરોને બોલાવ્યા. ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્ર વડે તે જ પ્રમાણે કર્યું.


પરંતુ ઇજિપ્તના જાદુગરોએ પણ તેમના મંત્રતંત્રથી એ પ્રમાણે કર્યું; જેથી પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે મોશે તથા આરોનનું કહેવું માન્યું નહિ.


તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાનો ઢોળ ચડાવેલી મૂર્તિઓને અશુદ્ધ ગણી ગંદા ચીંથરાની જેમ ફેંકી દેશો. તમે બૂમ પાડશો, “મારાથી દૂર થા!”


લોકો તમને કહેશે કે, “જોશીઓ અને બડબડ કરનારા ભૂવાઓનો સંપર્ક સાધો. લોકોએ પોતાના દેવને ન પૂછવું જોઈએ? તેમણે જીવતાં માણસો માટે મરેલાંઓને પૂછવું જોઈએ?”


તેથી તેણે પોતાના ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, મંત્રવિદો અને વિદ્વાનોને બોલાવ્યા કે જેથી તેઓ તેના સ્વપ્નનો અર્થ સમજાવે. તેઓ રાજા સમક્ષ હાજર થયા,


તેણે તે ફૂગવાળાં વસ્ત્ર કે વસ્તુ બાળી નાખવાં. કારણ, તે ખતરનાક અને ચેપી ફૂગ છે. એવાં વસ્ત્ર કે વસ્તુને અગ્નિમાં બાળી નાખીને તેનો અચૂક નાશ કરવો.


ઈસુએ અંતમાં જણાવ્યું, “એ જ રીતે તમારામાંનો કોઈ પોતાના સર્વસ્વનો ત્યાગ કર્યા સિવાય મારો શિષ્ય થઈ શકે જ નહિ.”


“અથવા, ધારો એક સ્ત્રી પાસે ચાંદીના દસ સિક્કા હોય અને તેમાંથી એક ખોવાઈ જાય, તો તે શું કરશે? તે દીવો સળગાવશે, પોતાનું ઘર સાફસૂફ કરશે અને તે મળે ત્યાં લગી તેની કાળજીપૂર્વક શોધ કરશે.


તેઓ ટાપુમાં ફરતા ફરતા પાફોસ ગયા. ત્યાં પોતે સંદેશવાહક હોવાનો ખોટો દાવો કરતો બાર ઈસુ નામનો એક યહૂદી જાદુગર હતો.


પણ જાદુગર એલિમાસે, જે એનું ગ્રીક નામ છે, તેમનો વિરોધ કર્યો. તેણે રાજ્યપાલને વિશ્વાસ કરતો અટકાવવા પ્રયત્ન કર્યો.


ઘણા વિશ્વાસીઓએ આવીને પોતાનાં દુષ્કૃત્યોની જાહેરમાં કબૂલાત કરી.


કેદીઓનાં દુ:ખોમાં તમે ભાગીદાર બન્યા, અને જ્યારે તમારી મિલક્ત લૂંટવામાં આવી, ત્યારે એ ખોટ તમે હસતે મુખે સહન કરી. કારણ, તમે જાણતા હતા કે તમારે માટે વધુ સારી અને અક્ષય સંપત્તિ સ્વર્ગમાં છે.


Lean sinn:

Sanasan


Sanasan