Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 19:18 - પવિત્ર બાઇબલ C.L.

18 ઘણા વિશ્વાસીઓએ આવીને પોતાનાં દુષ્કૃત્યોની જાહેરમાં કબૂલાત કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વિશ્વાસી થયેલાંઓમાંનાં પણ ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને ખુલ્લાં કહી દેખાડયાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 ઘણા બધા વિશ્વાસીઓએ જે કંઈ ખરાબ વસ્તુઓ કરી હતી તે કહેવાની અને કબૂલ કરવાની શરુંઆત કરી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 19:18
14 Iomraidhean Croise  

પછી મેં તમારી આગળ મારાં પાપની કબૂલાત કરી, અને મેં મારો દોષ છુપાવ્યો નહિ; કારણ તમારી આગળ મેં મારા અપરાધનો એકરાર કરવાનો નિર્ધાર કર્યો હતો; તેથી તમે મારાં પાપનો દોષ માફ કર્યો. (સેલાહ)


પોતાના અપરાધોને છુપાવનાર આબાદ થશે નહિ, પરંતુ અપરાધોની કબૂલાત કરી તેમનો ત્યાગ કરનાર દયા પ્રાપ્ત કરશે.


માત્ર કબુલ કર કે તું દોષિત છે અને તારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ તેં પાપ કર્યું છે તથા દરેક લીલા વૃક્ષ નીચે પારકા દેવો સાથે તેં વ્યભિચાર કર્યો છે અને મારી વાણી સાંભળી નથી.”


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


ત્યારે તમને તમારાં અધમ આચરણ અને દુષ્કર્મો યાદ આવશે અને તમે તમારાં પાપો અને અપરાધોને કારણે પોતાને ધિક્કારશો.


તેણે તેના માથા પર પોતાના બન્‍ને હાથ મૂકીને ઇઝરાયલી લોકના બધા દોષ, અપરાધ અને પાપ કબૂલ કરી એ બધાં બકરાને માથે મૂકવાં. ત્યાર પછી પસંદ કરેલી વ્યક્તિ મારફતે તેને વેરાનપ્રદેશમાં મોકલી આપવો.


“પરંતુ તમારાં સંતાનો તેમનાં અને તેમનાં પૂર્વજોનાં પાપ કબૂલ કરશે. મારી સામા થઈને મારી વિરુદ્ધ તેમણે બળવો પોકાર્યો હતો તેની કબૂલાત કરશે કે


તેઓએ પોતાનાં પાપની કબૂલાત કરી અને યોહાને તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપ્યું.


એફેસસમાં વસતા બધા યહૂદીઓ અને બિનયહૂદીઓએ એ વિષે સાંભળ્યું; તેઓ સૌ ગભરાયા અને પ્રભુ ઈસુના નામને વિશેષ માન મળ્યું.


જાદુવિદ્યા કરનારાઓએ તેમનાં પુસ્તકો એકઠાં કરીને બધાની હાજરીમાં બાળી નાખ્યાં. તેમણે એ પુસ્તકોનું મૂલ્ય આંકાયું તો તે ચાંદીના પચાસ હજાર સિક્કા જેટલું થયું.


જ્યારે માણસ દયથી વિશ્વાસ કરે છે, ત્યારે તે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારાય છે; અને મુખથી કબૂલાત કરે છે, ત્યારે તે ઉદ્ધાર પામે છે.


આથી તમારાં પાપ એકબીજા આગળ કબૂલ કરો અને એકબીજા માટે પ્રાર્થના કરો, જેથી તમને સાજા કરવામાં આવે. ન્યાયી માણસની આગ્રહી પ્રાર્થનાની ભારે અસર થાય છે.


પણ જો ઈશ્વર સમક્ષ આપણે આપણાં પાપ કબૂલ કરીએ તો તે આપણાં પાપની ક્ષમા આપશે અને આપણને બધાં દુષ્કર્મોથી શુદ્ધ કરશે, કારણ, તે વિશ્વાસુ તથા ન્યાયી છે.


Lean sinn:

Sanasan


Sanasan