Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 18:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તે દર વિશ્રામવારે ભજનસ્થાનમાં ચર્ચા કરતો અને યહૂદીઓ તેમજ ગ્રીકોને પોતાના સંદેશની ખાતરી કરાવવાનો પ્રયત્ન કરતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 દરેક વિશ્રામવારે તે સભાસ્થાનમાં જઈને વાદવિવાદ કરતો હતો, અને યહૂદીઓને તથા ગ્રીકોને સમજાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 દરેક વિશ્રામવારે પાઉલ ભક્તિસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને (વચનમાંથી) સમજાવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પ્રત્યેક વિશ્રામવારે પાઉલ યહૂદિઓ અને ગ્રીકો સાથે સભાસ્થાનમાં ચર્ચા કરતો હતો. પાઉલ આ લોકોને ઈસુમાં વિશ્વાસ રાખવા માટે સમજાવવાનો પ્રયત્ન કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 18:4
18 Iomraidhean Croise  

ઈશ્વર યાફેથની વૃદ્ધિ કરો; તેના વંશજો શેમના લોકો સાથે તંબુમાં રહો. કનાન યાફેથનો ગુલામ બનો.”


અમારાથી તમને તમારા ઈશ્વર પ્રભુ બચાવશે એમ કહીને હિઝકિયા તમને છેતરે છે અને તમને ભૂખે અને તરસે મરવા દેશે.


પણ અબ્રાહામે કહ્યું, ‘જો તેઓ મોશે તથા સંદેશવાહકોનું ન સાંભળે, તો પછી કોઈ મરણમાંથી સજીવન થાય તોપણ તેઓ માનવાના નથી.”


પછી ઈસુ જ્યાં તેમનો ઉછેર થયો હતો એ નાઝારેથમાં ગયા, અને હંમેશની રીત પ્રમાણે તે વિશ્રામવારે ભજનસ્થાનમાં ગયા અને તે શાસ્ત્ર વાંચવા ઊભા થયા.


યહૂદી અધિકારીઓએ અંદરોઅંદર કહ્યું, “તે એવી તો કઈ જગ્યાએ જવાનો છે કે તે આપણને નહિ મળે?


પેર્ગાથી નીકળીને તેઓ પિસિદિયાના અંત્યોખમાં આવ્યા. વિશ્રામવારે તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા.


ઈકોનિયમમાં પણ એવું જ બન્યું. પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા અને એવી રીતે બોલ્યા કે મોટી સંખ્યામાં યહૂદીઓ અને બિનયહૂદીઓ વિશ્વાસી બન્યા.


થેસ્સાલોનિકાના લોકો કરતાં બેરિયાના લોકો ઉમદા દિલવાળા હતા. તેઓ ખૂબ આતુરતાથી સંદેશો સાંભળતા અને પાઉલનું કહેવું ખરેખર સાચું છે કે કેમ તે જાણવા ધર્મશાસ્ત્રમાંથી દરરોજ સંશોધન કરતા.


તેથી તેણે ભજનસ્થાનમાં યહૂદીઓ સાથે, ઈશ્વરની ભક્તિ કરનાર ગ્રીકો સાથે અને જાહેરસ્થાનોમાં રોજરોજ એકત્ર થતા લોકો સાથે વાદવિવાદ કર્યો.


તેમણે કહ્યું, “આ માણસ નિયમશાસ્ત્રથી જુદી રીતે ઈશ્વરનું ભજન કરવા લોકોને સમજાવે છે.”


એફેસસમાં આવી પહોંચતાં પાઉલ પ્રિસ્કીલા તથા આકુલાથી છૂટો પડયો. ભજનસ્થાનમાં જઈને તેણે યહૂદીઓ સાથે ચર્ચા કરી.


આ પાઉલ શું કરી રહ્યો છે તે તમે તમારી જાતે જુઓ છો અને સાંભળો છો. તે કહે છે કે માણસોએ બનાવેલા દેવો તો દેવો જ નથી અને અહીં એફેસસમાં તેમ જ લગભગ આખા આસિયા પ્રદેશમાં ઘણા લોકોને એવું સમજાવવામાં તે સફળ થયો છે.


ત્રણ માસ સુધી પાઉલે ભજનસ્થાનમાં જઈને લોકોની સાથે ચર્ચા કરી અને ઈશ્વરના રાજ સંબંધી ખાતરી કરાવવા તેમની સાથે હિંમતપૂર્વક બોલ્યો.


આગ્રીપાએ પાઉલને કહ્યું, “આટલા ટૂંકા ગાળામાં તું મને ખ્રિસ્તી બનાવી દેવા માગે છે?”


તેથી તેમણે પાઉલની સાથે એક દિવસ નક્કી કર્યો અને તે દિવસે તેઓ મોટી સંખ્યામાં પાઉલના નિવાસસ્થાને આવ્યા. તેણે સવારથી સાંજ સુધી તેમને સમજાવ્યું અને ઈશ્વરના રાજ વિષેનો સંદેશો આપ્યો. મોશેના નિયમશાસ્ત્રમાંથી તેમ જ સંદેશવાહકોનાં લખાણોમાંથી ઈસુ વિષેનાં કથનો ટાંકીને તેણે તેમને ખાતરી કરાવવાનો પ્રયત્ન કર્યો.


તે સીધો જ ભજનસ્થાનોમાં ગયો અને ઈસુ વિષે પ્રચાર કરવા લાગ્યો. તેણે કહ્યું, “તે ઈશ્વરપુત્ર છે.”


દરેક પોતાના શારીરિક જીવન દરમિયાન સારું કે નરસું જે કંઈ કર્યું હશે, તે મુજબ જ ફળ પામશે. અમે મનમાં ઈશ્વરનો ડર રાખીને માણસોને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વર અમને પૂરેપૂરી રીતે ઓળખે છે, અને તમે પણ તમારાં અંત:કરણોથી અમને ઓળખો છો એવી અમને આશા છે.


Lean sinn:

Sanasan


Sanasan