Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 18:23 - પવિત્ર બાઇબલ C.L.

23 ત્યાં થોડો સમય રહ્યા પછી તે ચાલી નીકળ્યો. બધા વિશ્વાસીઓને દઢ કરતો કરતો તે ગલાતિયા અને ફ્રુગિયાના પ્રદેશમાં ફર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેટલોક વખત ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દઢ કરતો કરતો અનુક્રમે ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 થોડા સમય સુધી ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દૃઢ કરતો કરતો ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 પાઉલ અંત્યોખમાં થોડો સમય રહ્યો. પછી તેણે અંત્યોખ છોડ્યું અને ગલાતિયા તથા ફુગિયાના દેશોમાં થઈને ગયો. આ દેશોમાં પાઉલે ગામડે ગામડે મુસાફરી કરી. તેણે ઈસુના બધા શિષ્યોને વધારે મજબૂત બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 18:23
22 Iomraidhean Croise  

તેમના સર્વ પડોશીઓએ તેમને ઘણી વસ્તુઓની મદદ કરી: રૂપાનાં પાત્રો, સોનું, સરસામાન, પ્રાણીઓ, અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને મંદિર માટે અર્પણો આપ્યાં.


મારી મદદ અને મારું રક્ષણ કરવાની જવાબદારી તેની છે.


પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારે માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે, ત્યારે તારા સાથી ભાઈઓને દઢ કરજે.”


[આકાશમાંથી આવેલો એક દૂત તેમને દેખાયો અને તેણે તેમને પ્રબળ કર્યા].


તેમણે શિષ્યોને દઢ કર્યા અને તેમને વિશ્વાસમાં મક્કમ રહેવાનો અનુરોધ કર્યો. તેમણે શીખવ્યું, “ઈશ્વરના રાજમાં પ્રવેશવા માટે આપણે ઘણાં સંકટોમાં થઈને પસાર થવાની જરૂર છે.”


યહૂદા અને સિલાસ પણ ઈશ્વરના સંદેશવાહકો હતા. તેથી તેઓ ભાઈઓ સાથે રહ્યા અને તેમને ઉત્તેજન આપીને દઢ કર્યા.


તે મંડળીઓને વિશ્વાસમાં સુદઢ કરતો કરતો સિરિયા અને કિલીકિયામાં થઈને પસાર થયો.


પાઉલ અને સિલાસ જેલમાંથી લુદિયાને ઘેર ગયા. ત્યાં ભાઈઓને મળ્યા અને તેમને ઉત્તેજન આપીને ત્યાંથી વિદાય થયા.


તેમણે ફ્રુગિયા અને ગલાતિયાના પ્રદેશમાં પ્રવાસ કર્યો. કારણ, પવિત્ર આત્માએ તેમને આસિયા પ્રદેશમાં સંદેશનો પ્રચાર કરતાં અટકાવ્યા.


આપોલસ કોરીંથમાં હતો ત્યારે પાઉલ આસિયા પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં ફરીને એફેસસમાં આવી પહોંચ્યો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા.


ફૂગિયા અને પામ્ફૂલિયાના, ઇજિપ્ત અને કુરેની નજીકના લિબિયાના છીએ;


હવે હું ઈશ્વરના લોકને માટે રાહતફાળો ઉઘરાવવા વિષે જણાવીશ. ગલાતિયા પ્રદેશની મંડળીઓને મેં જે સલાહ આપી છે તે જ પ્રમાણે તમારે કરવું.


હું અને મારી સાથેના સર્વ ભાઈઓ ગલાતિયા પ્રાંતની મંડળીઓને શુભેચ્છા પાઠવીએ છીએ.


અમે અગાઉ જણાવ્યું છે, અને હું હવે ફરી જણાવું છું: તમે સ્વીકારેલા શુભસંદેશ કરતાં કોઈ તમને જુદો શુભસંદેશ સંભળાવે, તો તેના પર શાપ ઉતરશે.


મારી બીમારીને લીધે તમે કટોકટીમાં મૂક્યા, છતાં તમે મારો તિરસ્કાર કર્યો નહિ કે મને કાઢી મૂક્યો નહિ. એને બદલે, હું જાણે કે ઈશ્વરનો દૂત હોઉં અથવા ખુદ ખ્રિસ્ત ઈસુ હોઉં તેમ તમે મારો આદરસત્કાર કર્યો.


એ અંગે તું યહોશુઆને આજ્ઞા કર, તેને તું હિંમત તથા પ્રોત્સાહન આપ. કારણ, એ જ આ લોકોને પેલે પાર દોરી જશે અને જે દેશ તું જોવાનો છે તેનો વારસો તેમને પ્રાપ્ત કરાવશે.


જ્યારે અમે ખ્રિસ્તનો શુભસંદેશ પ્રગટ કરવાના ઈશ્વરના કાર્યમાં અમારા સહકાર્યકર, આપણા ભાઈ તિમોથીને તમને દૃઢ કરવા અને તમારા વિશ્વાસમાં મદદ કરવા માટે મોકલ્યો,


તેથી આ વચનો કહીને એકબીજાને પ્રોત્સાહન આપો.


ભાઈઓ, અમારી તમને આવી વિનંતી છે: આળસુને ઠપકો આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો, સઘળાંની સાથે ધીરજપૂર્વક ક્મ કરો.


Lean sinn:

Sanasan


Sanasan