Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 18:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ત્યાં પોંતસમાં જન્મેલા આકુલા નામના એક યહૂદી સાથે તેને મુલાકાત થઈ. તે થોડા જ સમય પર તેની પત્ની પ્રિસ્કીલા સાથે ઇટાલીથી આવ્યો હતો; કારણ, સમ્રાટ કલોડીયસે બધા યહૂદીઓને રોમમાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો હતો. પાઉલ તેમને મળવા ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 ત્યાં પોન્તસનો વતની, આકુલ નામે એક યહૂદી, જે થોડી મુદત પર ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની સ્‍ત્રી પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે કલોડિયસે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. તે તેઓને ત્યાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે (કાઈસાર) આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 ત્યાં કરિંથમાં પાઉલ અકુલાસ નામના યહૂદિને મળ્યો. અકુલાસ પોન્તસ દેશમાં જનમ્યો હતો. પરંતુ અકુલાસ અને તેની પત્ની પ્રિસ્કિલા તાજેતરમાં ઈટાલીથી કરિંથમાં આવ્યા હતા. તેઓએ ઇટાલી છોડયું કારણ કે કલોદિયસે ફરમાન કાઢ્યું હતું કે બધા યહૂદિઓએ રોમ છોડવું. પાઉલ અકુલાસ અને પ્રિસ્કિલાની મુલાકાતે ગયો.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 18:2
11 Iomraidhean Croise  

તેમનામાંથી આગાબાસે ઊભા થઈને પવિત્ર આત્માથી પ્રેરાઈને આગાહી કરી કે સમગ્ર પૃથ્વી પર મોટો દુકાળ પડશે. (સમ્રાટ કલોડીયસના સમયમાં એ દુકાળ પડયો.)


પાઉલ ભાઈઓ સાથે કોરીંથમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કીલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઊપડયો. વહાણમાં ઊપડતાં પહેલાં તેણે માનતા લીધી હોવાથી કેંખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા.


તે ભજનસ્થાનમાં હિંમતપૂર્વક બોલવા લાગ્યો. પ્રિસ્કીલા અને આકુલા તેનું સાંભળીને તેને તેમને ઘેર લઈ ગયા અને તેને ઈશ્વરના માર્ગ સંબંધી વધારે ચોક્સાઈપૂર્વક સમજ આપી.


આપણે પર્સિયા, મિડયા અને એલામના; મેસોપોટેમિયા, યહૂદિયા અને કાપા- દોકિયાના; પોંતસ અને આસિયાના;


અમારે વહાણમાં બેસી ઇટાલી જવું એવું નક્કી થયું એટલે તેમણે પાઉલ અને બીજા કેટલાક કેદીઓને “સમ્રાટની ટુકડી” નામે ઓળખાતી રોમન લશ્કરી ટુકડીના અધિકારી જુલિયસને સુપરત કર્યા.


ત્યાં અધિકારીને એલેકઝાંડ્રિયાથી આવીને ઇટાલી જતા વહાણની ખબર પડી. તેથી તેણે અમને તેમાં બેસાડયા.


આસિયા પ્રદેશની મંડળીઓ તમને શુભેચ્છા પાઠવે છે. આકુલા, પ્રિસ્કીલા અને તેમના ઘરમાં મળતી મંડળી તમને ખ્રિસ્તી શુભેચ્છા પાઠવે છે.


પ્રિસ્કા અને આકુલાને તથા ઓનેસિફરસના કુટુંબને શુભેચ્છા.


તમારા સર્વ આગેવાનો અને ઈશ્વરના સર્વ લોકોને અમારી શુભેચ્છા પાઠવજો. ઇટાલીના ભાઈઓ તમને શુભેચ્છા પાઠવે છે.


ઈસુ ખ્રિસ્તના પ્રેષિત પિતર તરફથી પંતસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા અને બિથુનિયાના પ્રદેશમાં વેરવિખેર થઈ પરદેશી તરીકે રહેનારા ઈશ્વરના લોકને શુભેચ્છા.


Lean sinn:

Sanasan


Sanasan