Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 18:19 - પવિત્ર બાઇબલ C.L.

19 એફેસસમાં આવી પહોંચતાં પાઉલ પ્રિસ્કીલા તથા આકુલાથી છૂટો પડયો. ભજનસ્થાનમાં જઈને તેણે યહૂદીઓ સાથે ચર્ચા કરી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 તેઓ એફેસસ પહોંચ્યા ત્યારે તેણે તેઓને ત્યાં મૂક્યાં. પણ પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેઓ એફેસસમાં પહોંચ્યાં ત્યારે તેણે (પાઉલે) તેઓને ત્યાં મૂક્યાં, ને પોતે ભક્તિસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 પછી તેઓ એફેસસ શહેરમાં ગયા. જ્યાં પાઉલે પ્રિસ્કિલા અને અકુલાસને છોડ્યા હતા તે આ સ્થળ છે. જ્યારે પાઉલ એફેસસમાં હતો; તે સભાસ્થાનમાં ગયો અને યહૂદિઓ સાથે વાતો કરી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 18:19
21 Iomraidhean Croise  

તેમણે તેને તેમની સાથે વધારે સમય રહેવા કહ્યું, પણ તેણે માન્યું નહિ.


એને બદલે, જતાં જતાં તેણે તેમને કહ્યું, “ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ.” અને એમ તે એફેસસથી જળમાર્ગે આગળ ગયો.


એલેકઝાંડ્રિયામાં જન્મેલો આપોલસ નામનો એક યહૂદી એફેસસમાં આવ્યો. તે છટાદાર વક્તા અને ધર્મશાસ્ત્રનો ઊંડો અભ્યાસી હતો.


તે દર વિશ્રામવારે ભજનસ્થાનમાં ચર્ચા કરતો અને યહૂદીઓ તેમજ ગ્રીકોને પોતાના સંદેશની ખાતરી કરાવવાનો પ્રયત્ન કરતો.


આપોલસ કોરીંથમાં હતો ત્યારે પાઉલ આસિયા પ્રદેશના અંતરિયાળ વિસ્તારોમાં ફરીને એફેસસમાં આવી પહોંચ્યો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા.


એફેસસમાં વસતા બધા યહૂદીઓ અને બિનયહૂદીઓએ એ વિષે સાંભળ્યું; તેઓ સૌ ગભરાયા અને પ્રભુ ઈસુના નામને વિશેષ માન મળ્યું.


આ પાઉલ શું કરી રહ્યો છે તે તમે તમારી જાતે જુઓ છો અને સાંભળો છો. તે કહે છે કે માણસોએ બનાવેલા દેવો તો દેવો જ નથી અને અહીં એફેસસમાં તેમ જ લગભગ આખા આસિયા પ્રદેશમાં ઘણા લોકોને એવું સમજાવવામાં તે સફળ થયો છે.


આ શબ્દો સાંભળીને ટોળું ક્રોધે ભરાયું અને પોકારવા લાગ્યું, “આર્તેમિસ દેવીની જય!”


અંતે શહેરનો અધિકારી ટોળાને શાંત પાડી શક્યો. તેણે કહ્યું, “એફેસસવાસીઓ! એફેસસમાં મહાન આર્તેમિસ દેવીનું મંદિર અને આકાશમાંથી પડેલી તેની પ્રતિમા છે એ સૌ કોઈ જાણે છે.


પાઉલે એફેસસને ટાળીને વહાણમાં જવાનો નિર્ણય કર્યો; જેથી આસિયાના પ્રદેશમાં જરા પણ સમય બગડે નહિ. શકાય હોય તો પચાસમાના પર્વના દિવસ પહેલાં તે યરુશાલેમ પહોંચી જવાની ઉતાવળમાં હતો.


પાઉલે મિલેતસથી એફેસસ સંદેશો મોકલ્યો કે મંડળીના આગેવાનો તેને મળવા આવે.


તેમણે એવું કહ્યું કારણ, તેમણે ત્રોફીમસને પાઉલની સાથે એફેસસમાં જોયો હતો, અને તેમણે ધાર્યું કે પાઉલ તેને મંદિરમાં લાવ્યો હશે.


અહીં એફેસસમાં મેં “જંગલી પશુઓ” સાથે યુદ્ધ કર્યું છે! દુન્યવી ધોરણો મુજબ મને એનાથી શો લાભ થવાનો છે? જો મૂએલાં સજીવન થતાં જ નથી, તો કહેવતમાં કહ્યું છે તેમ, “ચાલો, આપણે ખાઈએ અને પીએ; કારણ, આવતી કાલે તો મરી જવાના છીએ.”


પચાસમાના પર્વ સુધી હું અહીં એફેસસમાં જ રહીશ.


ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેષિત થયેલ પાઉલ તરફથી એફેસસમાં રહેતા અને ખ્રિસ્તને વિશ્વાસુ છે એવા ઈશ્વરના લોકને શુભેચ્છા!


મકદોનિયા જતી વખતે મેં તને વિનંતી કરી હતી તેમ તું એફેસસમાં રોકાઈ જા એવી મારી ઇચ્છા છે. ત્યાં કેટલાક લોકો જૂઠા સિદ્ધાંતો શીખવે છે અને તેમ ન કરવા તારે તેમને આજ્ઞા કરવી જોઈએ.


પ્રભુ તેમના આગમનને દિવસે તેને કૃપા બક્ષો! વળી, એફેસસમાં તેણે મારે માટે જે કંઈ કર્યું તે પણ તું જાણે છે.


તુખિક્સને મેં એફેસસ મોકલ્યો છે.


તેણે મને કહ્યું, “તું જે જુએ તે પુસ્તકમાં લખ અને એ પુસ્તક એફેસસ, સ્મર્ના, પેર્ગામમ, થુઆતૈરા, સાર્દિસ, ફિલાદેલ્ફિયા અને લાઓદીકિયા; એ સાતે ય સ્થાનિક મંડળીઓને મોકલી આપ.”


એફેસસની સ્થાનિક મંડળીના દૂતને લખી જણાવ: “જેમના જમણા હાથમાં સાત તારા છે અને જે સોનાની સાત દીવીઓની મયે છે તે આમ કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan