Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 18:18 - પવિત્ર બાઇબલ C.L.

18 પાઉલ ભાઈઓ સાથે કોરીંથમાં ઘણા દિવસ રહ્યો અને પછી પ્રિસ્કીલા તથા આકુલાને લઈને ત્યાંથી જળમાર્ગે સિરિયા જવા ઊપડયો. વહાણમાં ઊપડતાં પહેલાં તેણે માનતા લીધી હોવાથી કેંખ્રિયામાં પોતાના માથાના વાળ ઉતરાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓની વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને તે સિરિયા જવા ઊપડ્યો. [તે પહેલાં] તેણે કેંખ્રિયામાં માથું મુંડાવ્યું હતું, કેમ કે તેણે માનતા લીધેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; (તે પહેલાં) તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 પાઉલ ભાઈઓ સાથે ઘણા દિવસો સુધી રહ્યો. પછી તેણે તેમની રજા લઈને વિદાય લીધી અને સિરિયા જવા વહાણ હંકાર્યું. પ્રિસ્કિલા અને અકુલાસ પણ તેમની સાથે હતા. કિંખ્રિયામાં પાઉલે તેનું માથું મુંડાવ્યું હતું. આ બતાવે છે કે તેણે દેવની પાસે માનતા લીધી છે.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 18:18
17 Iomraidhean Croise  

નાઝીરીએ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ પોતાના સમર્પિત માથાના વાળ કપાવવા અને સમર્પિત વાળને સંગતબલિના અગ્નિમાં સળગાવી દેવા.


“તું ઇઝરાયલીઓને આ પ્રમાણે સૂચનાઓ આપ: જો કોઈ પુરુષ કે સ્ત્રી પ્રભુને માટે સમર્પિત થવા “નાઝીરી” થવાનું ખાસ વ્રત લે


તેમની કીર્તિ સમગ્ર સિરિયા દેશમાં ફેલાઈ ગઈ. તેથી લોકો જાતજાતના રોગથી પીડાતા અને બધા પ્રકારના પીડિતોને, એટલે દુષ્ટાત્મા વળગેલાઓ, વાઈના દર્દીઓ અને લકવાવાળાઓને ઈસુની પાસે લાવ્યા. ઈસુએ એ બધાને સાજા કર્યા.


તેમને વિદાય કર્યા પછી ઈસુ પ્રાર્થના કરવા પર્વત પર ગયા.


થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું,


તેમની મારફતે તેમણે આવો પત્ર પાઠવ્યો: “અંત્યોખ, સિરિયા અને કિલીકિયામાં વસતા બધા બિનયહૂદી ભાઈઓને અમારી એટલે, પ્રેષિતો, આગેવાનો તથા તમારા ભાઈઓની શુભેચ્છા.


તે મંડળીઓને વિશ્વાસમાં સુદઢ કરતો કરતો સિરિયા અને કિલીકિયામાં થઈને પસાર થયો.


ત્યાં પોંતસમાં જન્મેલા આકુલા નામના એક યહૂદી સાથે તેને મુલાકાત થઈ. તે થોડા જ સમય પર તેની પત્ની પ્રિસ્કીલા સાથે ઇટાલીથી આવ્યો હતો; કારણ, સમ્રાટ કલોડીયસે બધા યહૂદીઓને રોમમાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યો હતો. પાઉલ તેમને મળવા ગયો.


તે ભજનસ્થાનમાં હિંમતપૂર્વક બોલવા લાગ્યો. પ્રિસ્કીલા અને આકુલા તેનું સાંભળીને તેને તેમને ઘેર લઈ ગયા અને તેને ઈશ્વરના માર્ગ સંબંધી વધારે ચોક્સાઈપૂર્વક સમજ આપી.


આપોલસે ગ્રીસ જવાનો નિર્ણય કર્યો હોવાથી ત્યાં તેનો આદરસત્કાર થાય તે માટે એફેસસના વિશ્વાસીઓએ ગ્રીસમાં વસતા શિષ્યો પર પત્ર લખીને તેને મદદ કરી. તે ત્યાં આવી પહોંચ્યો અને જેઓ ઈશ્વરની કૃપાથી વિશ્વાસીઓ બન્યા હતા તેમને ખૂબ જ મદદર્ક્તા થઈ પડયો.


અમે કહીએ તે કર. અહીં ચાર માણસોએ માનતા લીધી છે.


તું તેમની સાથે જા, તેમના શુદ્ધિકરણની ક્રિયામાં તું પણ ભાગ લે અને તેમનો ખર્ચ ઉઠાવ; પછી તેઓ તેમના માથાના વાળ કપાવી શકશે. આમ, બધાને એમ ખબર પડશે કે તારા વિષે તેમણે જે સાંભળ્યું છે તેમાં કંઈ તથ્ય નથી, પણ તું તો મોશેના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલે છે.


સાયપ્રસ દેખાયું એટલે તેની દક્ષિણ તરફ સિરિયા બાજુ વહાણ હંકાર્યું. અમે તૂરના સમુદ્રકિનારે પહોંચ્યા. ત્યાં વહાણમાંથી સામાન ઉતારવાનો હતો.


કેંખ્રિયાની મંડળીની સેવિકા તથા આપણી બહેન ફેબીને માટે હું ભલામણ કરું છું.


યહૂદીઓ સાથે કાર્ય કરતાં હું યહૂદીની જેમ રહું છું; જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું. નિયમશાસ્ત્રને આધીન ન હોવા છતાં જેઓ નિયમશાસ્ત્રને આધીન છે તેમની સાથે ક્મ કરતાં હું નિયમશાસ્ત્રને આધીન હોઉં તે રીતે રહું છું; જેથી હું તેમને ખ્રિસ્ત માટે જીતી શકું.


ત્યાર પછી હું સિરિયા અને કિલીકિયાના પ્રદેશોમાં ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan