Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ઈસુ નામે બીજો એક રાજા છે એમ કહીને તેઓ સમ્રાટના બધા કાયદાઓ તો ડે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેઓને યાસોને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ બધાં કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, “ઈસુ [નામે] બીજો એક રાજા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યાસોને પાઉલ અને સિલાસને પોતાના ઘરમાં રાખ્યા છે; અને તેઓ સર્વ કાઈસારની આજ્ઞાની વિરુદ્ધ થઈને કહે છે કે, ઈસુ (નામે) બીજો એક રાજા છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યાસોન તેઓને તેના ઘરમાં રાખે છે. તેઓ બધા કૈસરની નિયમની વિરૂદ્ધ ગયા અને તેઓ કહે છે કે ત્યાં બીજો એક ઈસુ નામે રાજા છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:7
12 Iomraidhean Croise  

આપે બેબિલોન પ્રાંત પર નીમેલા યહૂદી અધિકારીઓ એટલે શાદ્રાખ, મેશાખ અને અબેદ-નગો આપના હુકમનો અનાદર કરે છે. તેઓ આપના દેવની કે આપે પ્રતિષ્ઠિત કરેલી સુવર્ણમૂર્તિની પૂજા કરતા નથી.”


ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદિયામાંથી લાવવામાં આવેલ કેદીઓમાંનો દાનિયેલ આપને માન આપતો નથી અને આપના ફરમાનને આધીન થતો નથી. તે દિવસમાં ત્રણવાર નિયમિત રીતે તેના ઈશ્વરની પ્રાર્થના કરે છે.”


ઈસુ અને તેમના શિષ્યો મુસાફરી કરતા કરતા એક ગામમાં આવ્યા. ત્યાં માર્થા નામની એક સ્ત્રીએ ઈસુને પોતાને ઘેર આવકાર આપ્યો.


અને ત્યાં તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા, “આ માણસને અમે અમારા લોકોને ગેરમાર્ગે દોરતાં પકડયો છે. તે તેમને સમ્રાટને કરવેરા ભરવાની મના કરે છે, અને પોતે ખ્રિસ્ત, એટલે રાજા હોવાનો દાવો કરે છે.”


પિલાતે એ સાંભળ્યું ત્યારે તે ઈસુને છોડી મૂકવાનો માર્ગ શોધવા લાગ્યો. પણ યહૂદીઓએ વળતી બૂમ પાડી, “જો તમે તેને છોડી મૂકો તો એનો અર્થ એ થાય કે તમે રોમન સમ્રાટના મિત્ર નથી! જે કોઈ રાજા હોવાનો દાવો કરે છે તે સમ્રાટનો દુશ્મન છે.”


તેઓ આપણા નિયમ વિરુદ્ધના રિવાજો શીખવે છે, આપણે રોમનો હોવાથી એ રિવાજોનો સ્વીકાર કે પાલન કરી શકીએ નહિ.”


પણ યહૂદીઓને અદેખાઈ આવી. તેમણે શેરીઓના ગુડાંઓનો સાથ લઈને આખા શહેરમાં ધાંધલ મચાવ્યું અને પાઉલ તથા સિલાસને શોધીને લોકો સમક્ષ લાવવાના પ્રયાસરૂપે યાસોનના ઘર પર હુમલો કર્યો.


એમ કહીને તેમણે લોકોને અને શહેરના અધિકારીઓને ઉશ્કેર્યા.


રાહાબ વેશ્યાના કિસ્સામાં પણ એમ જ છે. તેનાં કાર્યોની મારફતે ઈશ્વરે તેનો સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકાર કર્યો. તેણે યહૂદી સંદેશકોનો આદરસત્કાર કર્યો અને નાસી છૂટવામાં તેમની સહાય કરી.


કારણ, તમારાં સારાં કાર્યોની મારફતે મૂર્ખ માણસોની અજ્ઞાનભરી વાતો તમે બંધ પાડો એવી ઈશ્વરની ઇચ્છા છે.


Lean sinn:

Sanasan


Sanasan