Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:32 - પવિત્ર બાઇબલ C.L.

32 મરણમાંથી સજીવન થવા અંગે પાઉલને બોલતો સાંભળીને કેટલાકે તેની મશ્કરી ઉડાવી. પણ કેટલાકે કહ્યું, “આ અંગે ફરીથી અમે તારી પાસેથી સાંભળવા માગીએ છીએ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 જ્યારે તેઓએ મૂએલાંઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે ઠઠ્ઠામશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું, “અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 હવે તેઓએ મરણ પામેલાઓના પુનરુત્થાન વિષે સાંભળ્યું, ત્યારે કેટલાકે મશ્કરી કરી. પણ બીજાઓએ કહ્યું કે, અમે એ સંબંધી કોઈ બીજી વાર તારું સાંભળીશું.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 જ્યારે લોકોએ ઈસુના મૃત્યુમાંથી પુનરુંત્થાન વિષે સાંભળ્યું, તેમાંના કેટલાએક હસ્યા અને બીજા કેટલાએકે કહ્યું, “અમે પાછળથી આ વિષે વધારે તમારી પાસેથી સાંભળીશું.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:32
23 Iomraidhean Croise  

તેથી લોત બહાર ગયો અને પોતાના ભાવિ જમાઈઓને કહ્યું, “જલદી કરો, આ શહેરમાંથી બહાર નીકળી જાઓ; કારણ, પ્રભુ આ શહેરનો નાશ કરવાના છે.” પણ તેના જમાઈઓને લાગ્યું કે લોત માત્ર મજાક ઉડાવે છે.


પણ તેઓએ ઈશ્વરની વાણી પ્રત્યે દુર્લક્ષ સેવ્યું અને તેમના સંદેશવાહકોની મશ્કરી ઉડાવી અને એમ ઈશ્વરના સંદેશવાહકોનો તિરસ્કાર કર્યો. છેવટે પોતાના લોકો પર પ્રભુનો કોપ એવો સળગી ઊઠયો કે કોઈ ઉપાય રહ્યો નહિ.


પણ એક પછી એક બધા જ બહાનાં કાઢવા લાગ્યા. પહેલાએ નોકરને કહ્યું, ‘માફ કરજો, મેં ખેતર ખરીદ્યું છે, અને મારે તે જોવા જવાનું છે.’


ઈસુની ચોકી કરતા સૈનિકોએ તેમની મશ્કરી કરી અને તેમને માર માર્યો.


હેરોદ અને તેના સૈનિકોએ ઈસુની મશ્કરી કરી અને તેમના પ્રત્યે તિરસ્કારયુક્ત વર્તન દાખવ્યું.


સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી; તેમણે પાસે જઈને તેમને હલકો દારૂ આપ્યો


‘ઓ નિંદકો, જુઓ, આશ્ર્વર્ય પામો અને આઘાત પામો! કારણ, તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે તમને કોઈ સમજાવે તો પણ તમે તે માનશો નહિ!”


એપીકાયુરિયન અને સ્ટોઈક મતના કેટલાક ફિલસૂફોએ પણ તેની સાથે વાદવિવાદ કર્યો. કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહે છે?” બીજાઓએ કહ્યું, “તે કોઈ પરદેશી દેવદેવી સંબંધી બોલતો લાગે છે.” ઈસુ અને તેમના સજીવન થવા વિષે પાઉલ ઉપદેશ કરતો હોવાથી તેઓ એવું બોલ્યા.


કારણ, તેમણે પસંદ કરેલા એક માણસ દ્વારા આખી દુનિયાનો અદલ ન્યાય કરવા માટે તેમણે એક દિવસ નક્કી કર્યો છે. એ માણસને મરણમાંથી સજીવન કરીને તેમણે સૌની સમક્ષ એ વાતની સાબિતી આપી છે.”


એમ પાઉલ સભામાંથી જતો રહ્યો.


પણ બીજા કેટલાક લોકો વિશ્વાસીઓની મશ્કરી કરતાં કહેવા લાગ્યા, “આ માણસોએ તાજો દારૂ પીધો છે.”


પણ પાઉલે ભલાઈ, સંયમ, આવનાર ન્યાયદિન અંગે ચર્ચા શરૂ કરી એટલે ફેલીક્ષ ગભરાયો અને કહ્યું, “તું હવે જા. મને તક મળ્યેથી હું તને ફરી બોલાવીશ.”


બધો મામલો એમના પોતાના ધર્મ વિષે અને ઈસુ નામના કોઈ માણસ અંગેના વાદવિવાદનો હતો. તે મરી ગયો છે; પણ પાઉલ એવો દાવો કરે છે કે તે હજુ જીવે છે.


ઈશ્વર મરેલાંઓને સજીવન કરે છે એ વાત માનવાનું તમ યહૂદીઓને અશક્ય કેમ લાગે છે?


પણ અમે તો ક્રૂસ પર મરણ પામેલા ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. આ સંદેશો યહૂદીઓ માટે વિધ્નરૂપ અને બિનયહૂદીઓ માટે મૂર્ખતારૂપ લાગે છે.


ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા છે, એ અમારો સંદેશો છે. તો પછી તમારામાંના કેટલાક એવું કેમ કહે છે કે મૂએલાં સજીવન થનાર નથી?


ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ, પણ તમે બુદ્ધિમાન; અમે નિર્બળ, પણ તમે બળવાન છો. અમને તુચ્છકારવામાં આવે છે, પણ તમને માન આપવામાં આવે છે.


શાસ્ત્રમાં ઈશ્વર કહે છે, “તારા પર કૃપા દર્શાવવાને સમયે મેં તારી વિનંતી સાંભળી, અને તારો ઉદ્ધાર કરવાના દિવસે મેં તને મદદ કરી.” હમણાં જ ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનો સમય છે; આજે જ ઉદ્ધાર પામવાનો દિવસ છે.


કેટલાકની મશ્કરી કરવામાં આવી અને કોરડા મારવામાં આવ્યા, બીજા કેટલાકને બાંધીને જેલમાં પૂરવામાં આવ્યા.


તેથી આપણે પણ તેમની સાથે બહાર જઈને તેમની શરમના ભાગીદાર બનીએ.


Lean sinn:

Sanasan


Sanasan