Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:28 - પવિત્ર બાઇબલ C.L.

28 જેમ કોઈકે કહ્યું છે તેમ, ‘તેમનામાં આપણે જીવીએ છીએ, હરીએફરીએ છીએ અને આપણું અસ્તિત્વ ધરાવીએ છીએ.’ વળી, તમારા કવિઓમાંથી જ કોઈકે કહ્યું છે, ‘આપણે તેમનાં જ સંતાનો છીએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 કેમ કે તેમનામાં આપણે જીવીએ છીએ, હાલીએ છીએ, અને હોઈએ છીએ. જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાંકે કહ્યું છે, ‘આપણે પણ તેનાં સંતાનો છીએ, તેમ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 કેમ કે આપણે તેમનામાં જીવીએ છીએ, હાલીએ છીએ, હોઈએ છીએ, જેમ તમારા પોતાના જ કવિઓમાંના કેટલાકે કહ્યું છે કે, ‘આપણે પણ તેમના વંશજો છીએ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 આપણે તેની સાથે રહીએ છીએ, આપણે તેની સાથે ચાલીએ છીએ, આપણે તેની સાથે છીએ. તમારા પોતાના કેટલાએક કવિઓએ કહ્યું છે: ‘આપણે પણ તેનાં સંતાનો છીએ.’

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:28
16 Iomraidhean Croise  

સર્વ સજીવોના પ્રાણ અને દરેક મનુષ્યનો આત્મા તેમના હાથમાં છે.


કારણ, તમારી પાસે જીવનનો ઝરો છે અને તમારા પ્રકાશને લીધે અમે પ્રકાશ જોઈશું.


તેમણે આપણને જીવતા રાખ્યા છે, અને આપણા પગને લપસવા દીધા નથી.


તેથી સિદકિયા રાજાએ ત્યાં મને ખાનગીમાં વચન આપ્યું. “આપણને જીવન બક્ષનાર જીવતા પ્રભુના સોગંદ ખાઈને કહું છું કે હું તને મારી નાખીશ નહિ; અને જેઓ તારો જીવ લેવા ઇચ્છે છે તે લોકોના હાથમાં તને સોંપી દઈશ નહિ.”


તમે આકાશના પ્રભુની વિરુદ્ધ વર્ત્યા છો. તેમના મંદિરમાંથી લાવવામાં આવેલા પ્યાલા અને વાટકાઓમાં તમે, તમારા ઉમરાવોએ, તમારી પત્નીઓ અને ઉપપત્નીઓએ દ્રાક્ષાસવ પીધો છે, અને જોઈ શકે નહિ, સાંભળી શકે નહિ કે કંઈ સમજી શકે નહિ એવાં સોના, ચાંદી, તાંબુ, લોખંડ, લાકડું અને પથ્થરમાંથી ઘડેલાં દેવદેવીઓની સ્તુતિ કરી છે. પણ જેમના હાથમાં તમારા જીવન-મરણનો નિર્ણય છે અને જે તમારાં સર્વ કાર્યોનું નિયંત્રણ કરે છે એવા ઈશ્વરને તમે માન આપ્યું નથી.


આનો અર્થ એ છે કે, ઈશ્વર કંઈ મરેલાંઓના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કારણ, તેમને માટે તો બધા જીવતાં જ છે.”


અનોશ, શેથ, આદમ અને ઈશ્વર.


ઈસુએ તેને કહ્યું, “સજીવન કરનાર અને જીવન આપનાર હું છું. મારા પર વિશ્વાસ મૂકનાર જોકે મરી જાય તોપણ તે જીવતો થશે,


કારણ, જેમ પિતા પોતે જીવનનું ઉદ્ભવસ્થાન છે, તે જ રીતે તેમણે પુત્રને જીવનનું ઉદ્ભવસ્થાન બનાવ્યો છે.


તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાનું, તેમની વાણીને આધીન થવાનું અને તેમને નિષ્ઠાપૂર્વક વળગી રહેવાનું પસંદ કરો; કારણ, તેથી તમે જીવન પામશો અને દીર્ઘ આયુષ્ય ભોગવશો, અને જે દેશ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને આપવાના પ્રભુએ તેમની સમક્ષ શપથ લીધા હતા તેમાં તમે લાંબો સમય વાસ કરશો.”


તે સર્વ સર્જન પહેલાં હયાત હતા અને તે પોતામાં સર્વ સર્જનને યોગ્ય સ્થાને ધરી રાખે છે.


તેમના જ એક સંદેશવાહકે કહ્યું છે: “ક્રીતના લોકો તો જુઠ્ઠા, ઘાતકી, આળસુ અને ખાઉધરા છે.”


તે તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ અને તેમના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે અને તે પોતાના સમર્થ શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે. માનવજાત માટે પાપોની ક્ષમા હાંસલ કરીને તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે.


વળી, આપણા દૈહિક પિતા આપણને શિક્ષા કરતા અને આપણે તેમને માન આપતા હતા. તો પછી આપણા આત્મિક પિતાને વિશેષ આધીન થઈને આપણે ન જીવીએ?


તે મનુષ્યોને તેમનાં પાપથી શુદ્ધ કરે છે, તેથી તે તથા જેમને તે શુદ્ધ કરે છે તે બધાના પિતા એક જ છે. તેથી ઈસુ તેમને પોતાના ભાઈઓ કહેતાં શરમાતા નથી.


જો કોઈ તમારા પર હુમલો કરીને તમને મારી નાખવાનો પ્રયાસ કરે, તો પ્રભુ તમારા જીવને ખજાનાની જેમ સાચવશે. પણ તમારા શત્રુના જીવને તો તે ગોફણમાંથી ફેંક્તા પથ્થરની જેમ ફેંકી દેશે.


Lean sinn:

Sanasan


Sanasan