Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:24 - પવિત્ર બાઇબલ C.L.

24 પણ દુનિયા અને તેની અંદરનું સર્વસ્વ ઉત્પન્‍ન કરનાર ઈશ્વર આકાશ તથા પૃથ્વીના પ્રભુ છે, અને તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જે ઈશ્વરે જગત તથા તેમાંનું બધું ઉત્પન્‍ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતા નથી;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જે ઈશ્વરે જગત તથા તેમાંનું સઘળું ઉત્પન્ન કર્યું, તે આકાશ તથા પૃથ્વીના પ્રભુ હોવાથી હાથે બાંધેલા મંદિરોમાં રહેતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “તે એ દેવ છે જેણે આખી દુનિયા અને તેમાંની દરેક વસ્તુઓ બનાવી. તે આકાશ તથા પૃથ્વીનો પ્રભુ છે તે માણસોએ બાંધેલાં મંદિરોમાં રહેતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:24
36 Iomraidhean Croise  

આરંભમાં ઈશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.


તેણે અબ્રામને આશિષ આપતાં કહ્યું: “આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વર અબ્રામને આશિષ આપો.


પણ અબ્રામે તેને જવાબ આપ્યો, “મેં આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વરની સમક્ષ ગંભીરતાપૂર્વક સમ ખાધા છે કે,


“પણ હે ઈશ્વર, શું તમે પૃથ્વી પર સાચેસાચ નિવાસ કરી શકો? બધાં આકાશો પણ તમારો સમાવેશ કરી શકે તેમ નથી, તો પછી મેં બાંધેલા આ મંદિરમાં તમારો કેવી રીતે સમાવેશ થાય?


તેણે પ્રાર્થના કરી, “હે ઈઝરાયલના ઈશ્વર પ્રભુ, પાંખવાળાં પ્રાણી કરુબો પરના પોતાના રાજ્યાસન પર બિરાજમાન, તમે એકલા જ ઈશ્વર છો અને દુનિયામાં બધાં રાજ્યો પર તમારું શાસન છે. તમે આકાશ અને પૃથ્વીના સર્જક છો.


જો કે હકીક્તમાં તો ઈશ્વરને માટે કોઈ મંદિર બાંધી શકે જ નહિ; કારણ, આકાશ, અરે, સર્વોચ્ચ આકાશ પણ તેમને સમાવી શકે નહિ. તો પછી હું કોણ કે હું તેમનું મંદિર બાધું? એ તો માત્ર ઈશ્વરને ધૂપ ચઢાવવાનું સ્થાન થશે.


“પણ હે ઈશ્વર, શું તમે માણસો મધ્યે વાસ કરશો? આકાશોનાં આકાશ તમારો સમાવેશ કરી શકે નહિ, તો મેં બંધાવેલા મંદિરમાં તમે શી રીતે વાસ કરી શકો?


આકાશોનાં આકાશો પ્રભુનાં છે, પણ પૃથ્વી તો તેમણે માનવજાતને આપી છે.


જેના સહાયક યાકોબના આરાધ્ય ઈશ્વર છે, અને જે પોતાના ઈશ્વર પ્રભુ પર આશા રાખે છે તેને ધન્ય છે.


એ સૌ યાહવેના નામની સ્તુતિ કરો; કારણ, માત્ર તેમનું જ નામ સૌથી બુલંદ છે; તેમની ભવ્યતા આકાશ અને પૃથ્વી કરતાં મહાન છે.


પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.


શું કોઈ પોતાના ખોબાથી દરિયાનાં પાણી માપી શકે? અથવા પોતાની વેંતથી આકાશોને માપી શકે? શું કોઈ પૃથ્વીની ધૂળને માપિયામાં સમાવી શકે? અથવા કોઈ પર્વતો અને ડુંગરોને ત્રાજવામાં તોલી શકે?


શું તને ખબર નથી? શું તેં સાંભળ્યું નથી? પ્રભુ તો સનાતન ઈશ્વર છે. તે જ સમસ્ત દુનિયાના સર્જનહાર છે. તે કદી નિર્ગત થતા નથી કે થાક્તા નથી. તેમની સમજણ અગમ્ય છે.


ઈશ્વરે આકાશો ઉત્પન્‍ન કરીને તેમને પ્રસાર્યાં છે; તેમણે પૃથ્વીને તેમ જ તેમાં થતી નીપજને વિસ્તાર્યાં છે. તેમણે પૃથ્વીના બધા લોકમાં અને તેની પરના બધા સજીવોમાં પ્રાણ પૂર્યો છે. એ જ ઈશ્વર પ્રભુ પોતાના સેવકને કહે છે:


આકાશોને ઉત્પન્‍ન કરનાર એ જ એક માત્ર ઈશ્વર છે. પૃથ્વીને ઘડનાર અને બનાવનાર પણ તે જ છે; તેમણે જ એને સ્થાપન કરી છે. તેમણે એને નિર્જન રહેવા દેવા નહિ, પણ માણસોને વસવા માટે બનાવી છે. એવા પ્રભુ કહે છે, “હું પ્રભુ છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


પ્રભુ આમ કહે છે, “આકાશ મારું રાજ્યાસન અને પૃથ્વી મારું પાયાસન છે; તો તમે મારે માટે કેવા પ્રકારનું ઘર બાંધશો? મારું નિવાસસ્થાન કેવું બનાવશો?”


તમારે એ લોકોને કહેવું કે જેમણે આકાશ તથા પૃથ્વી સર્જ્યા નથી એવા એ દેવો પૃથ્વી પરથી અને આકાશ તળેથી નષ્ટ થઈ જશે.


કોઈ પોતાને ગુપ્ત સ્થાનમાં એવી રીતે સંતાડી શકે નહિ કે હું તેને જોઈ ન શકું. કારણ, હું પ્રભુ તો આકાશમાં અને પૃથ્વીમાં સર્વવ્યાપી છું.


“હે સેનાધિપતિ પ્રભુ, તમારા મહાન સામર્થ્યથી અને પ્રચંડ બાહુબળથી તમે આકાશ અને પૃથ્વીનું સર્જન કર્યું છે; તમારે માટે કશું અશક્ય નથી.


તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તુચ્છ છે; આકાશી દૂતો અને પૃથ્વીના લોકો તેમના નિયંત્રણ હેઠળ છે. કોઈ તેમની ઇચ્છાનો વિરોધ કરી શકતું નથી કે તેમનાં કાર્યો અંગે કોઈ પ્રશ્ર્ન ઉઠાવી શકતું નથી.


આકાશોને પ્રસારનાર, પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને માણસને જીવન બક્ષનાર પ્રભુ તરફથી ઇઝરાયલ માટેનો આ સંદેશ છે.


શું આપણે એક જ પિતાનાં સંતાન નથી? શું એક જ ઈશ્વરે આપણને ઉત્પન્‍ન કર્યા નથી? તો પછી આપણે એકબીજા પ્રત્યે આપેલાં આપણાં વચનો કેમ તોડીએ છીએ, અને આપણા પૂર્વજો સાથે ઈશ્વરે કરેલા કરારનો શા માટે ભંગ કરીએ છીએ.


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


પણ હવે હું તમને કહું છું: જ્યારે તમે માનતા લો ત્યારે સોંગદ ખાશો નહિ. આકાશના સોંગદ નહિ, કારણ, તે ઈશ્વરનું રાજ્યાસન છે;


એ જ સમયે ઈસુએ પવિત્ર આત્મા દ્વારા આનંદિત થઈને કહ્યું, “હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! હું તમારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓ અને વિદ્વાનો તમે જે ગુપ્ત રાખ્યું હતું, તે તમે સાવ અબુધોને પ્રગટ કર્યું છે. હા, પિતા, તમે એ તમારી પોતાની પસંદગી અને રાજીખુશીથી કર્યું છે.”


સૃષ્ટિના આરંભ પહેલાં શબ્દનું અસ્તિત્વ હતું. તે ઈશ્વરની સાથે હતો, અને જે ઈશ્વર હતા તે જ તે હતો.


“ભાઈઓ, તમે એવું કેમ કરો છો? તમારી જેમ અમે માત્ર માણસ જ છીએ! તમે આ નિરર્થક બાબતો તજીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર તથા તેમાં જે છે તે સૌના સરજનહાર જીવંત ઈશ્વર તરફ ફરો તે માટે તમને શુભસંદેશ જાહેર કરવા અમે અહીં આવ્યા છીએ.


એ સાંભળીને પોતાના લોકો ને તેઓ બધા સાથે મળીને ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યા: “ઓ સર્વસત્તાધીશ ઈશ્વર, આકાશ, પૃથ્વી અને સમુદ્ર તથા તેમાં જે સર્વ છે તેના સર્જનહાર!


પણ માણસોએ બાંધેલા ઘરોમાં સર્વોચ્ચ ઈશ્વર રહેતા નથી. સંદેશવાહક પણ એમ જ કહે છે,


ઈશ્વર વિષેનું જાણી શકાય તેવું બધું જ્ઞાન તેમની આગળ ખુલ્લું જ છે. ઈશ્વર તેમને શિક્ષા કરે છે; કારણ, ઈશ્વરે જ તે પ્રગટ કરેલું છે.


જો કે આકાશ અને સર્વોચ્ચ આકાશ અને પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તમારા ઈશ્વર પ્રભુનાં છે,


પણ આ અંતિમ કાળમાં તે આપણી સાથે પોતાના પુત્ર દ્વારા બોલ્યા છે. તેમના દ્વારા ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું, અને છેવટે તેમને સર્વ વસ્તુઓના વારસદાર તરીકે નીમ્યા છે.


દરેક મકાનનો બાંધનાર તો કોઈક હોય છે જ - અને ઈશ્વરે બધી વસ્તુઓ બાંધી છે.


પછી મેં સફેદ રાજ્યાસન જોયું અને તેના પર બિરાજનારને જોયા. પૃથ્વી અને આકાશો તેમની હાજરીમાંથી નાસી ગયાં અને તેમનું નામનિશાન રહ્યું નહિ.


Lean sinn:

Sanasan


Sanasan