Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:23 - પવિત્ર બાઇબલ C.L.

23 કારણ, તમારા શહેરમાંથી પસાર થતાં હું તમારાં ભજનસ્થાનો જોતો હતો. ત્યારે મેં એક એવી પણ વેદી જોઈ કે જેના પર “અજાણ્યા દેવના ભજન માટે.” એવો લેખ કોતરેલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે માર્ગે ચાલતાં ચાલતાં જે [દેવદેવીઓ] ને તમે ભજો છો તેઓને હું જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર ‘અજાણ્યા દેવના માનમાં’ એવો એક લેખ કોતરેલો હતો. માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે જે (દેવ દેવીઓને) તમે ભજો છો તેઓને હું માર્ગોમાં ચાલતા ચાલતા જોતો હતો, ત્યારે મેં એક વેદી પણ જોઈ, જેના પર એવો લેખ કોતરેલો હતો કે, “અજાણ્યા દેવના માનમાં;” માટે જેને તમે જાણ્યા વિના ભજો છો તેને હું તમારી આગળ પ્રગટ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 હું તમારા શહેરમાંથી પસાર થતો હતો અને તમે જે પદાર્થોનું ભજન કરતા હતા તે જોયું. મેં એક વેદી જોઈ, જેના પર આ શબ્દો લખેલા હતા. ‘એ દેવને જે અજ્ઞાત છે.’ તમે એક દેવને ભજો છો જેને તમે જાણતા નથી. હું તમને જેના વિષે કહું છું તે આ દેવ છે!

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:23
19 Iomraidhean Croise  

ઈશ્વરે બીજી કોઈ પ્રજા સાથે આવો વ્યવહાર રાખ્યો નથી; તેઓ તેમના ચુકાદા જાણતા નથી. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સમગ્ર વિશ્વ યાહવેની સ્તુતિ કરો! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


તમે આવાં કામો કર્યાં છે, અને છતાં શું હું ચૂપ રહું? તો તમે મને પણ તમારા જેવો ધારી લો. પરંતુ હું તમને ઠપકો આપું છું અને તમારી સમક્ષ તમારી સામે દાવો રજૂ કરું છું.


મારા સેવક યાકોબને ખાતર તથા મારા ઇઝરાયલ લોકને મદદ કરવા મેં તને નામ દઈને બોલાવ્યો છે. જો કે તું મને ઓળખતો નથી છતાં મેં તને ઈલ્કાબ એનાયત કરી તારું બહુમાન કર્યું છે.


તેઓ નિરર્થક મારી ભક્તિ કરે છે. કારણ, તેઓ માણસોએ ઘડેલા રિવાજો જાણે ઈશ્વરના નિયમો હોય તેમ શીખવે છે.’


હે ન્યાયી પિતા, દુનિયા તમને ઓળખતી નથી, પરંતુ હું તમને ઓળખું છું અને આ લોકો જાણે છે કે તમે મને મોકલ્યો છે.


માણસો તમને, એકલા સાચા ઈશ્વરને અને ઈસુ ખ્રિસ્ત, જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે એ જ સાર્વકાલિક જીવન છે.


તમે સમરૂનીઓ કોનું ભજન કરો છો તે તમે જાણતા નથી, પણ અમે યહૂદીઓ કોનું ભજન કરીએ છીએ તે અમે જાણીએ છીએ; કારણ, ઉદ્ધાર યહૂદીઓમાંથી આવવાનો છે.


ઈસુએ જવાબ આપ્યો, “જો હું પોતાને માન આપું, તો એ માનનો કંઈ અર્થ નથી. મને માન આપનાર મારા પિતા, જેને તમે તમારા ઈશ્વર કહો છો, તે જ છે.


માણસના અજ્ઞાનપણાના સમયોમાં ઈશ્વરે એ ચલાવી લીધું, પણ હવે તે સર્વ જગ્યાએ વસતા માણસોને પોતાના બધા દુષ્ટ માર્ગોથી પાછા ફરવા આજ્ઞા કરે છે.


ઈશ્વર વિષેનું સાચું જ્ઞાન પોતાના મનમાં રાખવાનો માણસો ઇમકાર કરે છે. એને લીધે, ન કરવાં જેવાં કામો કરવા માટે ઈશ્વર તેમને ભ્રષ્ટ બુદ્ધિને આધીન કરે છે.


કારણ, માણસો પોતાના જ્ઞાનથી ઈશ્વરને પામી શકે નહિ એવો પ્રબંધ ઈશ્વરે પોતાના જ્ઞાનથી કર્યો. એને બદલે, જે સંદેશો અમે પ્રગટ કરીએ છીએ તેની “મૂર્ખતા” દ્વારા ઈશ્વરે વિશ્વાસ કરનારાઓનો ઉદ્ધાર કરવાનું ઠરાવ્યું.


જોકે આકાશમાં કે પૃથ્વી પર કહેવાતા દેવો ઘણા છે,


તે સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે પરદેશી હતા અને ઈશ્વરના પસંદ કરેલા ઇઝરાયલી લોકમાં તમારી ગણતરી કરવામાં આવતી નહોતી. ઈશ્વરે પોતાના લોકને આપેલાં વચનો પર આધારિત કરારોમાં તમારે કોઈ લાગભાગ ન હતો. તમે આ દુનિયામાં આશારહિત અને ઈશ્વર વગર જીવતા હતા.


માણસો જેનું ભજન કરે છે અને જેને દેવ માને છે તે સર્વનો તે દુષ્ટ વ્યક્તિ નકાર કરશે. એ બધા કરતાં પોતાને મોટો મનાવશે, અને ઈશ્વરના મંદિરમાં પણ જઈને તેમને સ્થાને બેસીને ઈશ્વર હોવાનો દાવો કરશે.


સનાતન રાજા, અવિનાશી, અદૃશ્ય, અને એક જ ઈશ્વરને માન અને મહિમા યુગોના યુગો સુધી હોજો - આમીન.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan