Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:18 - પવિત્ર બાઇબલ C.L.

18 એપીકાયુરિયન અને સ્ટોઈક મતના કેટલાક ફિલસૂફોએ પણ તેની સાથે વાદવિવાદ કર્યો. કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહે છે?” બીજાઓએ કહ્યું, “તે કોઈ પરદેશી દેવદેવી સંબંધી બોલતો લાગે છે.” ઈસુ અને તેમના સજીવન થવા વિષે પાઉલ ઉપદેશ કરતો હોવાથી તેઓ એવું બોલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક [મત માનનારા] કેટલાક પંડિતો તેની સામા થયા. તેઓમાંના કેટલાકે કહ્યું, “આ લવરીખોર શું કહેવા માગે છે?” બીજા કેટલાકે કહ્યું, “તે પારકા દેવોને પ્રગટ કરનારો દેખાય છે.” કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે [ની વાત] પ્રગટ કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ત્યારે એપીકયુરી તથા સ્ટોઈક (મત માનનારા) પંડિતોમાંના કેટલાક તેની સામા થયા, તેઓમાંના કેટલાકે કહ્યું કે, આ ગુપ્ત વાત પ્રગટ કરનાર શું કહેવા માગે છે? બીજા કેટલાકે કહ્યું કે, પારકા ઈશ્વરને પ્રગટ કરનારો દેખાય છે; કેમ કે તે ઈસુ તથા પુનરુત્થાન વિષે (નું વચન) પ્રગટ કરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 કેટલાએક એપિકૂરી તથા સ્ટોઇક (મત માનનારા) દાર્શનિકોએ તેમની સાથે દલીલો કરી. તેઓમાંના કેટલાએકે કહ્યું, “આ માણસ ખરેખર જાણતો નથી કે તે શાના વિષે કહે છે. તે શું કહેવાનો પ્રયત્ન કરે છે?” પાઉલ તેઓને ઈસુના મૃત્યુમાંથી ઊભા થવાની વાત પ્રગટ કરતો હતો. તેથી તેઓએ કહ્યું, “તે આપણને બીજા કેટલાએક દેવો વિષે કહેતો હોય એમ દેખાય છે.”

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:18
16 Iomraidhean Croise  

મૂર્ખના સાંભળતા કશી વાત ન કર; કારણ, તારા શાણપણભર્યા શબ્દોને તે તુચ્છ ગણશે.


પોતાની જાતને વિદ્વાન માની બેઠેલા માણસ કરતાં મૂર્ખના ભાવિ માટે વિશેષ આશા રાખી શકાય!


જ્યારે તેઓ બાકીના શિષ્યોને મળ્યા, ત્યારે તેમણે તેમની આસપાસ લોકોનું મોટું ટોળું જોયું. નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો શિષ્યોની સાથે વિવાદ કરતા હતા.


ઈસુ ત્યાંથી નીકળ્યા ત્યારે નિયમશાસ્ત્રના શિક્ષકો અને ફરોશીઓ ઈસુની આકરી ટીકા કરવા લાગ્યા અને તેઓ ઘણી બાબતો અંગે પ્રશ્ર્નો પૂછીને ઈસુ કંઈક ખોટું બોલે,


એટલે કે મસીહે યહૂદીઓ અને બિનયહૂદીઓ સમક્ષ ઉદ્ધારનો પ્રકાશ જાહેર કરવા માટે દુ:ખ સહન કરવું જોઈએ અને મરણમાંથી પ્રથમ સજીવન થનાર બનવું જોઈએ.”


ઈસુ મરણમાંથી સજીવન થયા છે એવું શિક્ષણ એ બે પ્રેષિતો લોકોને આપતા હોવાથી તેઓ ચિડાયા, કારણ, એથી એવું પુરવાર થતું હતું કે મરેલાં સજીવન થશે.


પછી મંદિરમાં અને લોકોનાં ઘરમાં તેમણે ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિષેના શુભસંદેશનું શિક્ષણ અને તેનો પ્રચાર ચાલુ રાખ્યાં.


પણ તેમાં “મુક્તજનોના ભજનસ્થાન” તરીકે ઓળખાતા ભજનસ્થાનના સભ્યો હતા; જેમાં કુરેની, એલેકઝાન્ડ્રિયા તેમજ કીલિકીયા અને આસિયામાંથી આવેલા યહૂદીઓ હતા. તેમણે સ્તેફન સાથે વાદવિવાદ કર્યો.


ડાહ્યા હોવાનો દાવો કરતા હોવા છતાં હકીક્તમાં તો તેઓ મૂર્ખ છે.


કોઈ પોતાની જાતને છેતરે નહિ. તમારામાંથી કોઈ એમ ધારે કે દુન્યવી ધોરણ પ્રમાણે પોતે જ્ઞાની છે, તો ખરેખર જ્ઞાની બનવા માટે તેણે મૂર્ખ બનવું.


ખ્રિસ્તને લીધે અમે મૂર્ખ, પણ તમે બુદ્ધિમાન; અમે નિર્બળ, પણ તમે બળવાન છો. અમને તુચ્છકારવામાં આવે છે, પણ તમને માન આપવામાં આવે છે.


માનવી જ્ઞાનની નક્મી છેતરપિંડીથી તમને કોઈ ગુલામ ન બનાવી દે માટે સાવધ રહો. એ જ્ઞાન તો ખ્રિસ્ત પાસેથી નહિ, પણ માણસો પાસેથી ઊતરી આવેલ શિક્ષણ દ્વારા અને વિશ્વ પર શાસન કરતા આત્માઓ પાસેથી આવે છે.


Lean sinn:

Sanasan


Sanasan