Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:10 - પવિત્ર બાઇબલ C.L.

10 રાત પડી એટલે ભાઈઓએ પાઉલ અને સિલાસને તરત જ બેરિયા મોકલી દીધા. ત્યાં પહોંચ્યા પછી તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બેરિયા મોકલી દીધા, અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બૈરિયામાં મોકલી દીધા; અને તેઓ ત્યાં પહોંચીને યહૂદીઓના ભક્તિસ્થાનમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તે જ રાત્રે વિશ્વાસીઓએ પાઉલ અને સિલાસને બરૈયા નામના બીજા એક શહેરમાં મોકલ્યા. તેઓ ત્યાં આવીને બરૈયામાં યહૂદિઓના સભાસ્થાનમાં ગયા.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:10
16 Iomraidhean Croise  

થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું,


પછી પ્રેષિતો, આગેવાનો અને સમગ્ર મંડળીએ મળીને અમુક માણસો પસંદ કરીને તેમને પાઉલ તથા બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવા નિર્ણય કર્યો. તેમણે બાર્સાબાસ તરીકે ઓળખાતો યહૂદા અને સિલાસ એ બે જણને પસંદ કર્યા. તેઓ ભાઈઓમાં આગેવાન હતા.


તેઓ આમ્ફીપોલિસ અને આપોલ્લોનિયા થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક ભજનસ્થાન હતું.


પોતાની સામાન્ય રીત પ્રમાણે પાઉલ એ ભજનસ્થાનમાં ગયો. ત્યાં ત્રણ વિશ્રામવાર સુધી તેણે શાસ્ત્રવચનો ટાંકીને ખ્રિસ્તે દુ:ખ સહન કરવું જોઈએ અને મરણમાંથી સજીવન થવું જોઈએ,


તેમાંના કેટલાકને એની ખાતરી થઈ અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. ઈશ્વરની આરાધના કરનાર ગ્રીકોનો મોટો સમુદાય અને ઘણી અગ્રગણ્ય સ્ત્રીઓ પણ સંગતમાં જોડાયાં.


પણ તેઓ તેમને મળ્યા નહિ એટલે યાસોન અને બીજા ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે લઈ ગયા અને બૂમો પાડી, “આ લોકોએ આખી દુનિયામાં ઊથલપાથલ કરી મૂકી છે અને હવે આપણા શહેરમાં પણ આવ્યા છે અને યાસોને તેમને પોતાના ઘરમાં રાખ્યા છે.


બેરિયાના વતની પુર્હસનો પુત્ર સોપાતર તેની સાથે ગયો; એ જ પ્રમાણે, થેસ્સાલોનિકાથી આરિસ્તાર્ખસ અને સિકુંદસ; દેર્બેથી ગાયસ; તિમોથી તથા આસિયા પ્રદેશમાંથી તુખીક્સ અને ત્રોફિમસ પણ હતા.


તે સીધો જ ભજનસ્થાનોમાં ગયો અને ઈસુ વિષે પ્રચાર કરવા લાગ્યો. તેણે કહ્યું, “તે ઈશ્વરપુત્ર છે.”


પણ એક રાત્રે શાઉલના શિષ્યોએ તેને ટોપલામાં બેસાડીને કોટની એક બારીમાં થઈને કોટ ઉપરથી ઉતારી મૂક્યો.


થેસ્સાલોનિકા આવ્યા પહેલાં અમારે ફિલિપીમાં જે દુ:ખો અને અપમાનો સહન કરવાં પડયાં તે વિષે તમે જાણો છો. જો કે ઘણો વિરોધ હતો છતાં ઈશ્વરે તેમનો શુભસંદેશ તમને જણાવવાને અમને હિંમત આપી હતી.


પછી યોનાથાને દાવિદને કહ્યું, “શાંતિએ જા. આપણે બન્‍નેએ મારી અને તારી વચ્ચે તથા મારા વંશજો અને તારા વંશજો વચ્ચે યાહવેને સદાના સાક્ષી રાખીને તેમને નામે સમ ખાધા છે. તો આપણે એ સોગંદ પાળીએ.” પછી દાવિદ ગયો અને યોનાથાન નગરમાં પાછો આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan