Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




પ્રે.કૃ. 17:1 - પવિત્ર બાઇબલ C.L.

1 તેઓ આમ્ફીપોલિસ અને આપોલ્લોનિયા થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક ભજનસ્થાન હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયામાં થઈને થેસ્સાલોનિકા આવ્યા. ત્યાં યહૂદીઓનું એક સભાસ્થાન હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પાઉલ અને સિલાસે અમ્ફિપુલિસ અને અપલોનિયાના શહેરોમાં થઈને મુસાફરી કરી. તેઓ થેસ્સલોનિકા શહેરમાં આવ્યા. ત્યાં તે શહેરમાં યહૂદિઓનું સભાસ્થાન હતું.

Faic an caibideil Dèan lethbhreac




પ્રે.કૃ. 17:1
13 Iomraidhean Croise  

ઈકોનિયમમાં પણ એવું જ બન્યું. પાઉલ અને બાર્નાબાસ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા અને એવી રીતે બોલ્યા કે મોટી સંખ્યામાં યહૂદીઓ અને બિનયહૂદીઓ વિશ્વાસી બન્યા.


કારણ, લાંબા સમયથી પ્રત્યેક વિશ્રામવારે ભજનસ્થાનોમાં મોશેનું નિયમશાસ્ત્ર વાંચવામાં આવે છે; અને તેનાં વચનોનો પ્રત્યેક શહેરમાં ઉપદેશ થાય છે.”


શહેર બહાર નદીકિનારે યહૂદીઓનું પ્રાર્થનાસ્થાન હશે એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા. ત્યાં બેસીને અમે એકત્ર થયેલી સ્ત્રીઓ સાથે વાત કરી.


રાત પડી એટલે ભાઈઓએ પાઉલ અને સિલાસને તરત જ બેરિયા મોકલી દીધા. ત્યાં પહોંચ્યા પછી તેઓ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા.


થેસ્સાલોનિકાના લોકો કરતાં બેરિયાના લોકો ઉમદા દિલવાળા હતા. તેઓ ખૂબ આતુરતાથી સંદેશો સાંભળતા અને પાઉલનું કહેવું ખરેખર સાચું છે કે કેમ તે જાણવા ધર્મશાસ્ત્રમાંથી દરરોજ સંશોધન કરતા.


થેસ્સાલોનિકાના યહૂદીઓએ સાંભળ્યું કે પાઉલ બેરિયામાં પણ ઈશ્વરના સંદેશનો પ્રચાર કરે છે, ત્યારે તેઓ ત્યાં પણ ટોળાને ઉશ્કેરવા અને ધાંધલ મચાવવા આવી પહોંચ્યા.


બેરિયાના વતની પુર્હસનો પુત્ર સોપાતર તેની સાથે ગયો; એ જ પ્રમાણે, થેસ્સાલોનિકાથી આરિસ્તાર્ખસ અને સિકુંદસ; દેર્બેથી ગાયસ; તિમોથી તથા આસિયા પ્રદેશમાંથી તુખીક્સ અને ત્રોફિમસ પણ હતા.


આસિયા પ્રાંતનાં બંદરોએ થઈને જનારા એક વહાણમાં અમે અદ્રામીટ્ટીમથી મુસાફરી શરૂ કરી. થેસ્સાલોનિકાથી આવેલો મકદોનિયા પ્રદેશનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો.


થેસ્સાલોનિક્માં મારે મદદની જરૂર હતી ત્યારે ઘણીવાર તમે મદદ મોકલી આપી હતી.


ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના થેસ્સાલોનિકાની મંડળીમાંના લોકને લખનાર પાઉલ, સિલાસ અને તિમોથી તરફથી શુભેચ્છા. તમારા ઉપર કૃપા અને શાંતિ થાઓ.


થેસ્સાલોનિકા આવ્યા પહેલાં અમારે ફિલિપીમાં જે દુ:ખો અને અપમાનો સહન કરવાં પડયાં તે વિષે તમે જાણો છો. જો કે ઘણો વિરોધ હતો છતાં ઈશ્વરે તેમનો શુભસંદેશ તમને જણાવવાને અમને હિંમત આપી હતી.


થેસ્સાલોનિક્માંની મંડળીના સૌ લોકને લખનાર ઈશ્વરપિતામાં અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાઉલ, સિલ્વાનસ અને તિમોથી.


દેમાસ આ દુનિયાના પ્રેમમાં પડીને મને તજી દઈને થેસ્સાલોનિકા ચાલ્યો ગયો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલમાતિયા ગયા છે.


Lean sinn:

Sanasan


Sanasan