19 જ્યારે તેના માલિકોને ખબર પડી કે તેમની પૈસા કમાવાની તક ચાલી ગઈ છે ત્યારે તેમણે પાઉલ અને સિલાસને પકડયા અને તેમને અધિકારીઓ પાસે જાહેરસ્થાનમાં ઢસડી ગયા.
19 જે માણસોની માલિકી આ સેવિકા છોકરી પર હતી તેઓએ આ જોયું. આ માણસોએ જાણ્યું કે હવે તેઓ પૈસા બનાવવા માટે તેણીનો ઉપયોગ કરી શકશે નહિ. તેથી તેઓએ પાઉલ અને સિલાસને પકડ્યા અને શહેરની સભાની જગ્યામાં ઘસડી લાવ્યા. શહેરના અધિકારીઓ ત્યાં હતા.
એટલે તેઓ સૌ સાથે મળીને દાનિયેલ પર દોષ મૂકવા રાજા પાસે તરત જ પહોંચી ગયા. તેમણે કહ્યું, “હે રાજા, ત્રીસ દિવસ સુધી કોઈપણ વ્યક્તિ આપના સિવાય કોઈ દેવ કે માણસને અરજ ગુજારી શકે નહિ, અને જે કોઈ એ ફરમાનનો ભંગ કરે તેને સિંહોની ગુફામાં નાખી દેવામાં આવે એવા ફરમાન પર આપે સહી કરી નહોતી?” રાજાએ જવાબ આપ્યો, “હા, એ સાચું છે અને માદીઓ અને ઇરાનીઓના ક્યદોઓ બદલી શક્તા નથી.”
પિસિદિયાના અંત્યોખથી અને ઈકોનિયમથી કેટલાક યહૂદીઓ આવ્યા. તેમણે લોકોનાં ટોળાંને પોતાના પક્ષનાં કરી લીધાં. તેમણે પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું ધારીને તેને નગર બહાર ઢસડી ગયા.
પછી પ્રેષિતો, આગેવાનો અને સમગ્ર મંડળીએ મળીને અમુક માણસો પસંદ કરીને તેમને પાઉલ તથા બાર્નાબાસ સાથે અંત્યોખ મોકલવા નિર્ણય કર્યો. તેમણે બાર્સાબાસ તરીકે ઓળખાતો યહૂદા અને સિલાસ એ બે જણને પસંદ કર્યા. તેઓ ભાઈઓમાં આગેવાન હતા.
એક દિવસે અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે અમને એક સ્ત્રીનોકર મળી. તેને આગાહી કરનાર દુષ્ટાત્મા વળગ્યો હતો. ભવિષ્ય ભાખીને તેણે તેના માલિકોને ઘણા પૈસા કમાવી આપ્યા હતા.
પણ તેઓ તેમને મળ્યા નહિ એટલે યાસોન અને બીજા ભાઈઓને શહેરના અધિકારીઓ પાસે લઈ ગયા અને બૂમો પાડી, “આ લોકોએ આખી દુનિયામાં ઊથલપાથલ કરી મૂકી છે અને હવે આપણા શહેરમાં પણ આવ્યા છે અને યાસોને તેમને પોતાના ઘરમાં રાખ્યા છે.
થેસ્સાલોનિકા આવ્યા પહેલાં અમારે ફિલિપીમાં જે દુ:ખો અને અપમાનો સહન કરવાં પડયાં તે વિષે તમે જાણો છો. જો કે ઘણો વિરોધ હતો છતાં ઈશ્વરે તેમનો શુભસંદેશ તમને જણાવવાને અમને હિંમત આપી હતી.